IPL 2021: ટુર્નામેન્ટનો સૌથી લાંબો છગ્ગો ઝડી દીધો કિયરોન પોલાર્ડે, જુઓ વિડીયો

|

Apr 18, 2021 | 3:49 PM

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ની 9મી મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Mumbai Indians vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઇ હતી. મુંબઇએ હૈદરાબાદને 13 રનથી હરાવી દીધુ હતુ.

IPL 2021: ટુર્નામેન્ટનો સૌથી લાંબો છગ્ગો ઝડી દીધો કિયરોન પોલાર્ડે, જુઓ વિડીયો
Kieron Pollard

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ની 9મી મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Mumbai Indians vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઇ હતી. મુંબઇ એ હૈદરાબાદને 13 રનથી હરાવી દીધુ હતુ. આ પહેલા મુંબઇએ 20 ઓવરમાં 150 રન 5 વિકેટના નુકશાન પર બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદ લક્ષ્યાંકનો પિછો કરતા ઓલઆઉટ થઇ ગયુ હતુ. મુંબઇની ઇનીંગ દરમ્યાન કિયરોન પોલાર્ડે (Kieron Pollard) અંતિમ ઓવરોમાં બેટીંગ કરતા 22 બોલમાં 35 રન કર્યા હતા. પોલાર્ડે પોતાની ઇનીંગ દરમ્યાન મુજીબ ઉર રહેમાન (Mujeeb Ur Rahman) ના બોલ પર આઇપીએલ 2021નો સૌથી લાંબો છગ્ગો લગાવ્યો હતો.

મુંબઇની ઇનીંગની 17મી ઓવર લઇ આવેલા મુજીબ ઉર રહેમાન પ્રથમ બોલ શોર્ટ ફેંક્યો હતો. જેની પર પોલાર્ડે લોન્ગ ઓન પર થી સિક્સ લગાવી હતી. જે સિક્સર આઇપીએલ 2021 સિઝનની સૌથી લાંબી સિક્સ નોંધાઇ હતી. 105 મીટર લાંબી સિક્સ પોલાર્ડે લગાવી બોલને સ્ટેડિયની બહાર મોકલી દીધો હતો. પોલાર્ડે પોતાની 35 રનની અણનમ ઇનીંગ દરમ્યાન 1 ચોગ્ગો અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ગ્લેન મેક્સવેલએ મુંબઇ સામે 100 મીટર લાંબો છગ્ગો લગાવ્યો હતો. રોહિત શર્મા અને પોલાર્ડને છોડીને અન્ય બેટ્સમેન ખાસ કોઇ દેખાવ કરી શક્યા નહોતા.

https://twitter.com/Pull_Shot/status/1383446967729098752?s=20

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મુંબઇ તરફથી આ મેચમાં એડમ મિલને પોતાનુ ડેબ્યૂ કર્યુ હતુ, જ્યારે સનરાઝર્સ હૈદરાબાદની ટીમએ પોતાની પ્લેયીંગ ઇલેવનમાં ચાર પરિવર્તન કર્યા હતા. હૈદરાબાદએ જેસન હોલ્ડર, ઋદ્ધીમાન સાહા, શાહબાઝ નદિમ અને ટી નટરાજનના સ્થાન પર વિરાટ સિંહ, અભિષેક શર્મા, મુજીબ ઉર રહેમાન અને ખલીલ અહેમદને ટીમમાં સ્થાન આપ્યુ હતુ. હૈદરાબાદની ટીમ એ અગાઉ બે મેચ હારવાને લઇને મુંબઇ સામેની મેચમાં ફેરફાર કર્યા હતા પણ તેમ છતાં હૈદરાબાદને સફળતા મળી શકી નહોતી.

Next Article