IPL 2021: ત્રણ સિઝન રમેલો વિકેટ ઝડપવામાં માહિર છે દિલ્હી કેપિટલ્સનો આફ્રિકન સ્ટાર કાગિસો રબાડા

|

Apr 10, 2021 | 8:51 AM

કાગિસો રબાડા (Kagiso Rabada) એટલે IPL ની પીચ પર દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નું ટ્રમ્પકાર્ડ. જે ખેલાડીને દિલ્હી ફ્રેન્ચાઇઝી કોઈ પણ કિંમતે ગુમાવવા માંગતુ નથી. જેનું મહત્વ અને તાકાતની તેને જાણ છે. એટલે જ IPL 2017 થી દિલ્હીની ફ્રેન્ચાઇઝી એ રબાડાને એક વાર પણ છોડ્યો નથી.

IPL 2021: ત્રણ સિઝન રમેલો વિકેટ ઝડપવામાં માહિર છે દિલ્હી કેપિટલ્સનો આફ્રિકન સ્ટાર કાગિસો રબાડા
Kagiso Rabada

Follow us on

કાગિસો રબાડા (Kagiso Rabada) એટલે IPL ની પીચ પર દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નું ટ્રમ્પકાર્ડ. જે ખેલાડીને દિલ્હી ફ્રેન્ચાઇઝી કોઈ પણ કિંમતે ગુમાવવા માંગતુ નથી. જેનું મહત્વ અને તાકાતની તેને જાણ છે. એટલે જ IPL 2017 થી દિલ્હીની ફ્રેન્ચાઇઝી એ રબાડાને એક વાર પણ છોડ્યો નથી. માર્ગમાં અવરોધો પણ આવ્યા હતા પરંતુ, રબાડા વિશે ફ્રેન્ચાઇઝની વિચારસરણી પર તેની કોઇ જ અસર થઈ નહીં. રબાડા પણ મેદાન પર ફેંન્ચાઇઝીના માલિકોના ભરોસો પર એટલો જ ખરો ઉતર્યો હતો.

દિલ્હી કેપિટલ્સ ની છે, આ ટીમ પહેલા દિલ્હી ડેયરવિલ્સ તરીકે ઓળખાતી હતી. વર્ષ 2017માં પ્રથમ વાર રબાડાની આઇપીએલમાં એન્ટ્રી થઇ હતી. દિલ્હી ની ટીમે તેને પોતાની સાથે જોડ્યો હતો. વર્ષ 2018માં ખેલાડીઓનુ મેગા ઓકશન થયુ તો, તેમાં પણ દિલ્હીએ સાઉથ આફ્રિકાના આ સ્ટાર પેસરને પકડી રાખ્યો હતો. જોકે જે વર્ષે ઇજાને લઇને તે પૂરી સિઝન રમી શક્યો નહોતો.

2019માં દિલ્હીને પ્લેઓફમાં લઇ જવાની ભૂમિકા ભજવી
ઇજા થઇ તો દિલ્હી તેનો સાથ છોડ્યો નહી, દિલ્હી તેને પોતાની સાથે જ બનાવી રાખ્યો હતો. ઇજાની આગળના વર્ષ રબાડા ને દિલ્હીની ટીમે તેને રિટેઇન કર્યો હતો. IPL 2019 માં કાગિસો રબાડાએ 12 મેચ રમીને બાદમાં સાઉથ આફ્રિકાની આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ચાલ્યો ગયો હતો. જોકે જતા અગાઉ તેણે પોતાનુ કામ પાર પાડી દીધુ હતુ. તેણે સિઝનમાં 25 વિકેટ ઝડપી હતી અને સાથે જ તેણે સિઝનમાં બીજા સૌથી સફળ બોલર તરીકે નામ નોંધાવી દીધુ હતુ. તેના આ જબરદસ્ત બોલીંગ પ્રદર્શનને લઇ દિલ્હીની ફેન્ચાઝી પ્લેઓફ 2012 પછી પ્રથમ વાર પહોંચી શકી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આઇપીએલ 2020માં ફાઇનલ ની યાત્રા કરાવી
કાગિસો રબાડા માટે 2020 ની સિઝન એ પહેલી હતી કે જેને તેણે શરુઆત થી લઇને અંત સુધી રમી હતી. જે સિઝનમાં તેણે 17 મેચ રમી હતી, જે દરમ્યાન તેણે 30 વિકેટ ઝડપી હતી. સાથે જ તે પ્રથમ વખત પર્પલ કેપ વિજેતા બન્યો હતો. રબાડાના આ પ્રદર્શનને લઇને દિલ્હી ની ટીમ લગાતાર બીજી સિઝનમાં પ્લેઓફમાં પહોંચી ગઇ હતી. સાથે જ ટીમ ફાઇનલ પણ રમવા માટે સફળ બની હતી.

આઇપીએલની ત્રણ સિઝન અને 61 વિકેટ
સાઉથ આફ્રિકાનો ઝડપી બોલર કાગિસો રબાડાએ દિલ્હી કેપિટલ્સ વતી થી અત્યાર સુધીમાં આઇપીએલ ની ત્રણ સિઝન રમી છે. જેમાં તેણે 61 વિકેટ ઝડપી છે. પોતાના આ પ્રદર્શનને લઇ દિલ્હી કેપિટલ્સ પ્લે ઓફ અને ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહ્યુ હતુ. હજુ પણ દિલ્હીને રબાડા ને તેના અન્ય ખેલાડીઓના ટીમ વર્ક થી ટાઇટલ મેળવવાનુ સપનુ હશે. આ સપના અને રબાડા પર વિશ્વાસના જોર સાથે દિલ્હી 2021 ની સિઝનમાં ઉતરશે.

Published On - 7:08 am, Sat, 10 April 21

Next Article