IPL 2021: ન્યુઝીલેન્ડના ક્રિકેટરો માટે સ્વદેશ પરત ફરવુ મુશ્કેલ, ટીમ ઇન્ડીયા સાથે સીધા જ ઇંગ્લેંડ પહોંચવુ પડશે

|

Apr 29, 2021 | 6:46 AM

આઇપીએલ માં રમી રહેલા ન્યૂઝીલેન્ડ (New Zealand) ના ક્રિકેટરો જૂન માસમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ માટે ભારતીય ક્રિકેટરો સાથે ઇંગ્લેંડ જઇ શકે છે.

IPL 2021: ન્યુઝીલેન્ડના ક્રિકેટરો માટે સ્વદેશ પરત ફરવુ મુશ્કેલ, ટીમ ઇન્ડીયા સાથે સીધા જ ઇંગ્લેંડ પહોંચવુ પડશે
New Zealand cricketers

Follow us on

આઇપીએલ માં રમી રહેલા ન્યૂઝીલેન્ડ (New Zealand) ના ક્રિકેટરો જૂન માસમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ માટે ભારતીય ક્રિકેટરો સાથે ઇંગ્લેંડ જઇ શકે છે. કારણ કે હાલમાં કોરોના સંક્રમણને લઇને, ન્યુઝીલેન્ડમાં આકરા ક્વોરન્ટાઇન નિયમો હોવાને લઇને તેમના માટે પરત સ્વદેશ ફરવુ એ મુશ્કેલ બની શકે છે. કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ, કાઇલ જેમીસન અને મિશેલ સેટનેર સહિતના ન્યુઝીલેન્ડના દશેક જેટલા ખેલાડીઓ હાલમાં IPL માં હિસ્સો લઇ રહ્યા છે. ન્યુઝીલેન્ડ એ બે જૂન થી ઇંગ્લેંડમાં રમાનારી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમનુ એલાન કર્યુ હતુ. ભારત સામે 18 જૂને સાઉથમ્પટનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ માટે 15 સદસ્ચોની ટીમ પસંદ કરવામાં આવશે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ખેલાડીઓને લઇને ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી હિથ મિલ્સ એ વાત કહતી. તેમણે કહ્યુ હતુ કે, તેઓ ઘરે નહી પરત ફરી શકે, કારણ કે બે સપ્તાહ ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. તેઓ ભારતમાં જ કેટલોક સમય પસાર કરશે. તેઓ કહ્યુ હતુ કે, ન્યુઝીલેન્ડ તરફ વધારે વિમાની સેવા પણ કાર્યરત નથી તો પરત ફરવુ શક્ય નહી હોય. અમે ન્યુઝીલેન્ડ ક્રિકેટ સાથે વાત કરી રહ્યા છીએ, જે બીસીસીઆઇ અને આઇસીસી સાથે સંપર્કમાં છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તમણે કહ્યુ હતુ કે, આઇપીએલ રમી રહેલા ન્યુઝીલેન્ડના ક્રિકેટર ભારત થી વિમાની સેવા રદ થવાને લઇને ચિંતિત છે. જોકે કોઇ ખેલાડીએ પરત ઘરે ફરવા માટેના સંકેત આપ્યા નથી. વિમાની સેવા 11 એપ્રિલ થી રદ કરવામા આવી છે, જોકે તે બુધવારે રાત્રી થી ફરી શરુ થઇ શકે છે. મિલ્સે કહ્યુ હતુ કે, ખેલાડી આઇપીએલ બાયોબબલમાં સુરક્ષિત અનુભવી રહ્યા છે. એક હોટલમાં ચાર ટીમો છે અને હોટલ લોકડાઉન છે. એક શહેર થી બીજા શહેર માં પહોંચવા માં જોખમ છે, પરંતુ સુરક્ષા પ્રોટોકોલ નુ પુર્ણ પાલન કરવામાં આવી રહ્યુ છે. તે પુરી રીતે સુરક્ષીત બાયોબબલમાં છે.

Next Article