IPL 2021: હૈદરાબાદે ડેવિડ વોર્નર ને કેપ્ટન તરીકે હટાવ્યા બાદ, હવે ટીમમાં પણ સ્થાન ના અપાયુ

|

May 02, 2021 | 3:34 PM

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) માટે આઇપીએલ 2021 નિરાશાજનક સાબિત થઇ રહ્યુ છે. પહેલા તો તેને સિઝનની અધવચ્ચે જ ટીમની કેપ્ટનશીપ થી હટાવી દેવામા આવ્યો.

IPL 2021: હૈદરાબાદે ડેવિડ વોર્નર ને કેપ્ટન તરીકે હટાવ્યા બાદ, હવે ટીમમાં પણ સ્થાન ના અપાયુ
David Warner

Follow us on

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) માટે આઇપીએલ 2021 નિરાશાજનક સાબિત થઇ રહ્યુ છે. પહેલા તો તેને સિઝનની અધવચ્ચે જ ટીમની કેપ્ટનશીપ થી હટાવી દેવામા આવ્યો. તેના સ્થાને કેન વિલિયમસન (Kane Williamson) ને હૈદરાબાદની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. હવે ટીમમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યુ નથી. રવિવારે બપોરે રમાઇ રહેલ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામેની મેચમાં ડેવિડ વોર્નરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ નથી. આ જાણકારી ટીમના કોચ ટોમ મુડી (Tom Moody) એ મેચ શરુ થતા પહેલા જ આપી છે. જોકે આ અંગે જ્યારે થી તેને કેપ્ટનપદે થી હટાવાયો ત્યાર થી તર્ક લગાવવામાં આવી રહ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ સામે મેચના એક દિવસ પહેલા જ હૈદરાબાદ દ્રારા એક નિવેદન દ્રારા કેપ્ટનશીપ અંગે કહેવામાં આવ્યુ હતુ. સનરાઇઝર્સ હૈદરાબાદ એ કહ્યુ હતુ કે રવિવારની મેચ અને આઇપીએલ ની આગળની મેચો માટે કેન વિલિયમસન કેપ્ટનશીપ કરશે. ટીમ મેનેજમેન્ટ એ એ પણ કહ્યુ હતુ કે, રાજસ્થાન સામે રવિવારની મેચમાં તેઓ વિદેશી ખેલાડીઓના સંયોજનમાં બદલાવ કરશે. ત્યાર બાદ થી જ માનવામાં આવી રહ્યુ હતુ કે, વોર્નરને ટીમ થી બહાર કરવામાં આવી શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વોર્નરની કેપ્ટનશીપમાં હૈદરાબાદનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ
વોર્નર એ વર્ષ 2016 થી હૈદરાબાદ ની ટીમને આઇપીએલ ચેમ્પીયન બનાવી હતી. ત્યાર બાદ ટાઇટલ તો ટીમ જીતી ના શકી પરંતુ ખૂબ નિયમીત રહી હતી. જોકે આ સિઝનમાં શરુઆત પણ હારની હેટ્રીક સાથે થઇ હતી. વોર્નરની કેપ્ટનશીપમાં અત્યાર સુધીમાં રમાયેલી છ મેચ પૈકીની પાંચ મેચમાં હૈદરાબાદની હાર થઇ હતી. પોઇન્ટ ટેબલમાં પણ ટીમ સૌથી તળીયે જ રહી છે. કેપ્ટનના રુપમાં ડેવિડ વોર્નર નિષ્ફળ રહેવા સાથે તેઓ પોતાના બેટ વડે પણ કંઇ ખાસ કમાલ તે કરી શક્યો નહોતો. તેણે પ્રથમ 6 મેચમાં 2 અર્ધશતક સાથે 193 રન કર્યા છે.

Next Article