IPL 2021: એક અપમાને હર્ષલ પટેલનુ નસીબ પલટી નાંખ્યુ, મનમાં લાગી આવતા ક્રિકેટમાં ચમત્કાર સર્જવા પ્રેરાયો

|

Apr 13, 2021 | 7:54 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના ઝડપ બોલર હર્ષલ પટેલ (Hershal Patel) એ એક ખુલાસો કર્યો હતો. જે મુજબ વર્ષ 2018માં આઇપીએલ ઓકશન દરમ્યાન ટીમો દ્રારા તેને નજર અંદાજ કરવામા આવતા અપમાનિત અહેસાસ કરી રહ્યો હતો.

IPL 2021: એક અપમાને હર્ષલ પટેલનુ નસીબ પલટી નાંખ્યુ, મનમાં લાગી આવતા ક્રિકેટમાં ચમત્કાર સર્જવા પ્રેરાયો
હર્ષલ પટેલઃ લીગની 14મી આવૃત્તિમાં હર્ષલ પટેલનું પ્રદર્શન શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેણે MVP એવોર્ડ જીત્યો તેનું એક કારણ છે. તે સિઝનનો સૌથી મોટો મેચ વિનર બન્યો હતો. બોલિંગ ઓલરાઉન્ડરે એક જ આવૃત્તિમાં સૌથી વધુ વિકેટો (32) લીધી હતી. તેની બોલિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટ અનુક્રમે 14.34 અને 10.56 હતો. MI સામે તેની હેટ્રિક ટૂર્નામેન્ટની એક વિશેષતા હતી. તેની બેટિંગ ક્ષમતા પણ ઉમેરો. આમ જો તે આગામી મેગા ઓક્શનમાં આકર્ષક બોલી મેળવે તો નવાઈ નહીં.

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના ઝડપ બોલર હર્ષલ પટેલ (Hershal Patel) એ એક ખુલાસો કર્યો હતો. જે મુજબ વર્ષ 2018માં આઇપીએલ ઓકશન દરમ્યાન ટીમો દ્રારા તેને નજર અંદાજ કરવામા આવતા અપમાનિત અહેસાસ કરી રહ્યો હતો. જેને લઇને તેણે પોતાની બેટીંગ પર કામ કરવાની શરુઆત કરી હતી. અપમાનની ભાવનાથી પ્રેરિત થઇને તે પ્રભાવી ઓલરાઉન્ડર બની શક્યો છેય ત્રીસ વર્ષનો આ ક્રિકેટર 2018માં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) 20 લાખ રુપિયામાં ખરિદ કર્યો હતો. જોકે તેને રમતનો વધારે મોકો મળી શક્યો નહોતો. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન તેણે કહ્યુ હતુ કે, 2018 ની IPL માં ઘણાં લોકો એ ખૂબ ઓછી રુચી તેના પ્રત્યે દર્શાવી હતી. જેને લઇને તે નિરાશ થયો હતો. જેને મે અપમાનના રુપમાં લીધુ હતુ. કારણ કે હું મોટો ખેલાડી બનવા માંગતો હતો. જે એક મેચ વિનર હોય અને તેની ખૂબ માંગ પણ હોય

હર્ષલે કહ્યુ હતુ કે, તેના બાદ મે મહેસુસ કર્યુ હતુ કે, જો પોતાની બેટીંગ પર કામ કરીશ તો,લોકો મારી બેટીંગ પર ભરોસો કરવા લાગશે તો હું પ્રભાવી ખેલાડી બની શકીશ. મે બેટીંગની બાબતમાં હંમેશા સારુ કર્યુ છે, જોકે તેના પર મેં વધારે ધ્યાન નહોતુ લગાવ્યુ. હર્ષલ પટેલ એ મુંબઇ ઇન્ડીયન્સ સામે ગત શુક્રવારે આઇપીએલની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ડેથ ઓવરમાં શાનદાર બોલીંગ કરી હતી. તેણે આ દરમ્યાન 5 વિકેટ ઝડપી હતી. જેને લઇને તેની ટીમ બે વિકેટ થી જીત મેળવવામાં સફળ રહી હતી. આ ઝડપી બોલરે કહ્યુ હતુ કે, તેણે આઇપીએલ માં પ્રદર્શનથી જોડાયેલી ચિંતાઓનો સામનો કરવો પડ્યો, કારણ કે એક મેચમાં ખરાબ પ્રદર્શન પછી તમને ટીમની બહાર કરવામાં આવી શકે છે.

વર્તમાનમાં અત્યાર સુધીમાં સિઝન દરમ્યામ રમાયેલી ચાર મેચોમાં આવા કેટલાક ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યુ છે. જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અનુભવ નથી. જોકે પટેલનુ માનવુ છે કે હવે ટીમ મેનેજમેન્ટના દ્રષ્ટીકોણ બદલાયા છે. તેણે ક્હ્યુ કે મેનેજમેન્ટ પર નિર્ભર કરે છે. મને લાગે છે કે, મોટાભાગની ટીમો એ જોવાનુ શરુ કરી દીધુ છે કે, બોલર પ્રેકટીશ મેચ અને પ્રેકટીશ દરમ્યાન શુ કરે છે. સાથે જ તે યોજનાઓને કેવી રીતે અપનવાવે છે પછી તે કોઇ પણ દર્જાનો બોલર હોય, તે નવો ખેલાડી હોય કે પછી આંતર રાષ્ટ્રીય ખેલાડી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હર્ષલ પટેલ દિલ્હી કેપિટલ્સ થી હવે બેંગ્લોરની ટીમમાં આવ્યો છે અને કેપ્ટન વિરાટ કોહલી એ ડેથ ઓવરોમાં જ તેના હાથમાં બોલની જવાબદારી સોંપી હતી. જેમાં હર્ષલ પાર ઉતરતા ખૂબ ખુશ છે. તેણે કહ્યુ હતુ કે, મને લાગે છે કે, આ મારા માટે સારો નિર્ણય (ટીમ બદલવાનો) રહ્યો હતો. કારણ કે મને ખબર હતી કે, દિલ્હી કેપિટલ્સમાં કાગીસો રબાડા અને એનરિચ નોર્ત્ઝે ના હોવા થી મને એટલા મોકા નહી જેટલા મને અહી મળશે. આવી ટીમમાં હોવુ એ સારુ છે, જેયાં હું મારી કૌશલ્ય દર્શાવી શકુ. સાથે જ મને મુશ્કેલ સ્થિતીમાં બોલીંગ કરવાનો મોકો મળશે. બેંગ્લોરની ટીમ પોતાની બીજી મેચ બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.

Next Article