AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: હરભજનસિંહ 699 દિવસ બાદ મેચ રમવા મેદાને ઉતર્યો, માત્ર એક જ ઓવરનું પ્રદર્શન થયું નસીબ

ઈન્ડીયન પ્રિમીયર લીગની ત્રીજી મેચ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. કલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી હરભજનસિંહે તેનુ ડેબ્યૂ કર્યુ હતુ.

IPL 2021: હરભજનસિંહ 699 દિવસ બાદ મેચ રમવા મેદાને ઉતર્યો, માત્ર એક જ ઓવરનું પ્રદર્શન થયું નસીબ
Harbhajan Singh
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 11, 2021 | 11:50 PM
Share

ઈન્ડીયન પ્રિમીયર લીગની ત્રીજી મેચ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. કલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી હરભજનસિંહે તેનુ ડેબ્યૂ કર્યુ હતુ. આ પહેલા હરભજનસિંહ મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વતીથી IPLમાં રમી ચુક્યો છે. હરભજનસિંહ (Harbhajan Singh) 699 દિવસ બાદ ક્રિકેટ મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તેણે તેની અંતિમ મેચ 12 મે 2019ની આઈપીએલ ફાઈનલ મેચ રમી હતી. જોકે આમ છતાં પણ મેદાનમાં તેને માત્ર એક જ ઓવર કરવાની તક મળી હતી. આ દરમ્યાન તેણે માત્ર 8 રન ગુમાવ્યા હતા.

હરભજનસિંહ આ વર્ષે 41 વર્ષનો થઈ જશે. જોકે આ પહેલા કલકત્તાના દિનેશ કાર્તિક અને કેપ્ટન ઈયોન મોર્ગેને ખૂબ વખાણ કર્યા હતા, પરંતુ તેનો ઉપયોગ કરવામાં જાણે કે કરકસર થઈ ગઈ હતી. ભજ્જીએ માત્ર એક જ ઓવર કરીને સંતોષ માન્યો હતો. જ્યારે બેટીંગમાં તો તેનો ક્રમ જ આવ્યો નહોતો. KKR ગયા વર્ષે પ્લેઓફથી દુર રહી ગઈ હતી. હરભજન સિંહને આઈપીએલ 2021ના ઓક્શનમાં કેકેઆરએ 2 કરોડ રુપિયાની તેની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યા હતા. KKRના કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યુ હતુ કે, હરભજનના આવવાથી તેમની ફેન્ચાઈઝની સ્પિન લાઈનઅપ ખૂબ મબજબૂત બનશે તો વળી દિનેશ કાર્તિકે હરભજન સિંહના વખાણ કરતા કહ્યુ હતુ કે, તે બિલકુલ અલગ જ અંદાજમાં નજર આવી રહ્યો છે.

દિનેશ કાર્તિકે કહ્યુ કે મને લાગે છે કે તેને પસંદ કરવો આસાન નથી. જોકે પાછળના એક સપ્તાહમાં તેમણે જે દિલચસ્પી અને તીવ્રતા દર્શાવી છે તે શાનદાર છે. જો કે અન્ય તમામ ખેલાડીઓ પહેલા તે પ્રેકટીસ સેશનમાં પહોંચી જાય છે. તે આવુ સતત કરી રહ્યો છે. આ સપ્તાહ દરમ્યાન મે જે કાંઈ પણ જોયુ છે, તેનાથી મને તે અલગ વ્યક્તિ લાગ્યા છે.

આ પણ વાંચો: IPL 2021 SRH vs KKR: કલકત્તાનો હૈદરાબાદ સામે 10 રનથી વિજય, મનિષ પાંડેનો પ્રયાસ નિષ્ફળ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">