IPL 2021: IPL અને રાજસ્થાન રોયલ્સ માટે ઇંગ્લેંડથી સારા સમાચાર આવ્યા, આ સ્ટાર બોલરે દર્શાવી તૈયારી

|

May 15, 2021 | 11:11 AM

આઇપીએલ 2021 ને કોરોના સંક્રમણને લઇને અધવચ્ચે થી જ રોકી દેવાઇ હતી. સ્થગીત કરવા સુધીમાં 29 મેચ રમાઇ હતી અને હજુ 31 મેચ રમવાની બાકી છે. જેને લઇને હજુ BCCI સમય અને સ્થળ અંગે અભ્યાસ કરી રહ્યુ છે. આ દરમ્યાન રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે ઇંગ્લેંડ થી સારા સમાચાર સામે આવ્યા છે.

IPL 2021: IPL અને રાજસ્થાન રોયલ્સ માટે ઇંગ્લેંડથી સારા સમાચાર આવ્યા, આ સ્ટાર બોલરે દર્શાવી તૈયારી
Rajasthan Royals Team

Follow us on

આઇપીએલ 2021 ને કોરોના સંક્રમણને લઇને અધવચ્ચે થી જ રોકી દેવાઇ હતી. સ્થગીત કરવા સુધીમાં 29 મેચ રમાઇ હતી અને હજુ 31 મેચ રમવાની બાકી છે. જેને લઇને હજુ BCCI સમય અને સ્થળ અંગે અભ્યાસ કરી રહ્યુ છે. આ દરમ્યાન રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે ઇંગ્લેંડ થી સારા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેંડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે (Joffra Archer) આઇપીએલ ની બાકી રહેલી સિઝનમાં રમવા માટે તૈયારી દર્શાવી છે. જોફ્રા આર્ચર IPL સ્થગીત થવા અગાઉની મેચો દરમ્યાન ઇજા ને લઇને શરુઆત થી જ બહાર રહ્યો હતો.

જોફ્રા આર્ચરે કાઉન્ટી ચેમ્પિયનશીપ મેચ સાથે ઇજા બાજ જોફ્રા ક્રિકેટના મેદાન પર સ્વસ્થ થઇને પરત ફર્યો છે. સક્સેસ ક્રિકેટ કાઉન્ટી ટીમ તરફ થી રમી રહેલા જોફ્રાએ એક વાતચીત દરમ્યાન આઇપીએલને લઇને પોતાની વાત કહી હતી. તેણે કહ્યુ હતુ કે, જો હું ભારત જતો તો પણ કદાચ ઝડપ થી ઘરે પરત આવી જતો. આશા છે કે, જો આ વર્ષે આઇપીએલની બાકી રહેલી મેચોનુ આયોજન થશે તો, હું ફરી થી જઇશ.

તેણે કહ્યુ ભારત નહી જવાનો નિર્ણય ખૂબ મુશ્કેલ હતો. એ કંઇક એવુ હતુ કે, તેનુ અનુમાન લગાવવુ મુશ્કેલ હતુ. જો હું ત્યાં જતો તો પણ ખ્યાલ નહી કે કેટલી મેચ રમતો. મારી ફીટનેશ સારી છે. મને લાગે છે કે મે સારી બોલીંગ કરી હતી. હું ગત સપ્તાહે સક્સેસની બીજી શ્રેણી ની ટીમ માટે રમ્યો હતો, જેમાં આત્મવિશ્વાસ હાંસલ કરવો સારો રહ્યો અને સારુ અનુભવી રહ્યો છુ.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આર્ચરે આ પહેલા પોતાની અંતિમ મેચ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 20 માર્ચે પાંચમી T20 આંતરરાષ્ટ્રીય રુપમાં રહ્યો હતો. તેના જમણા હાથમાં કાંચનો ટુકડો ફસાયો હતો, જેને લઇને સર્જરી કરવી પડી હતી. જોફ્રા તેના ઘરમાં જ માછલી ઘરની સફાઇ કરતા તેના ફુટી જવા થી ઇજા પામ્યો હતો.

Published On - 11:08 am, Sat, 15 May 21

Next Article