AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: કલકત્તાની ટીમમાં પરત ફર્યો આ વિદેશી ખેલાડી, કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યું ટીમને મળશે નવી તાકાત

આજની મેચ કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના ફેંસ માટે ખાસ રહેનારી છે. IPL 2021ની સિઝનમાં પોતાની પ્રથમ મેચ સાથે KKR સિઝનમાં તેની રમતનો પ્રારંભ કરશે.

IPL 2021: કલકત્તાની ટીમમાં પરત ફર્યો આ વિદેશી ખેલાડી, કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યું ટીમને મળશે નવી તાકાત
Eoin-Morgan
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 11, 2021 | 8:19 PM
Share

આજની મેચ કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના ફેંસ માટે ખાસ રહેનારી છે. IPL 2021ની સિઝનમાં પોતાની પ્રથમ મેચ સાથે KKR સિઝનમાં તેની રમતનો પ્રારંભ કરશે. અગાઉ પણ બે વખત આઈપીએલ ટાઈટલ મેળવનારી આ ટીમ ગઈ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની ટીમ સામે આજે મેચ રમી રહી છે. તે એક મુશ્કેલ મેચ હશે માટે ખેલાડીઓથી ટીમને સારી શરુઆત માટે સારા પ્રદર્શનની આશા રહેશે. આ મામલામાં ટીમને નવો સ્ટાર ખૂબ મદદ કરી શકે છે. ટીમે બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan)ને આ વખતના ઓકશનમાં ખરીદ કર્યો હતો. કેપ્ટન ઈયોન મોર્ગન (Eoin Morgan)ને આશા છે કે, જ્યારે પણ મોકો મળશે ત્યારે આ દિગ્ગજ ઓલરાઉન્ડર પોતાની કાબેલિયતથી ટીમને જીત અપાવશે.

વિશ્વકપ 2019માં શાનદાર પ્રદર્શન કરનારા શાકિબે એક વર્ષના પ્રતિબંધને લઈને ક્રિકેટથી દુર રહેવુ પડ્યુ હતુ. તેણે આ વર્ષની શરુઆતમાં જ બાંગ્લાદેશની ટીમમાં પરત ફર્યો છે. તેના બાદ ઓકશનમાં કેટલાક ખેલાડીઓની સાથે KKRએ તેને પણ ખરીદ કર્યો હતો. શાકિબ પહેલા પણ આ ટીમનો હિસ્સો રહી ચુક્યો છે. હવે તેની પાસે તેની ફરીથી હાજરી પ્રસ્થાપિત કરવાનો મોકો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સિઝનની શરુઆત કરવા પહેલા KKRના કેપ્ટન ઈયોન મોર્ગને પોતાની ટીમને લઈને વાત કરી છે. જેમાં શાકિબની ભૂમિકાના અંગે વાત કરી હતી. KKR દ્વારા જારી કરવામાં આવેલા વીડિયો દ્વારા ઈયોન મોર્ગને કહ્યુ હતુ કે શાકિબ અમારી ટીમને એક અલગ ઉર્જા આપે છે. અમે ટુર્નામેન્ટમાં અલગ અલગ સ્થળો પર રમત રમીશુ, જ્યાં પરિસ્થીતીઓ પણ બદલાશે. આવામાં અમારી પાસે એક સ્પિનર ઓલરાઉન્ડર છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર સાથે જ આઈપીએલમાં પણ ખૂબ સફળ રહ્યો છે. જરુરિયાત મુજબ તે નિશ્વિત રુપે પ્રદર્શન કરી શકે છે.

પ્રથમ મેચની પ્લેયીંગ ઈલેવનમાં સામેલ શાકિબ અલ હસનને ટીમમાં દરેક મેચમાં સ્થાન મળશે કે કેમ તે કહેવુ ખૂબ જ મુશ્કેલ છે. ટીમ પાસે કેટલાક શાનદાર વિદેશી ખેલાડીઓ છે, જેને લઈને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવુ આસાન નથી. જોકે પાછળની સિઝનમાં સુનિલ નરેનના સરેરાશ પ્રદર્શનને જોઈ શાકિબને સ્થાન મળવાની શક્યતા થઈ શકે છે.

ઈયોનના મતે કાર્તિકનો ટાઈમીંગ જબરદસ્ત

ત્યાં જ દિનેશ કાર્તિકના સ્થાન પર કેપ્ટન બનેલા ઈયોન મોર્ગનનું માનવુ છે કે, ટીમના પૂર્વ કેપ્ટન શ્રેષ્ઠ ફોર્મમાં છે. તે જ્યારે ટ્રેનીંગમાં પણ પોતાના બેટનો દમ દેખાડે તો તે કેટલાક ખેલાડીઓ કરતા વધારે સારા શોટ લગાવી રહ્યો હતો. મોર્ગને કહ્યુ હતુ કે, તે શાનદાર ફોર્મમાં છે અને તે હંમેશા તે ખેલાડીમાંથી છે, જેને આપ ટ્રેનિંગ કરતા જોઈ શકો છો તો સાથે જ જાણકારી પણ મળે છે કે તે ખૂબ સુરત ટાઈમીંગ સાથે રમત રમી રહ્યો છે અને અન્ય કેટલાક ખેલાડી કરતા તે વધારે લાંબા શોટ લગાવે છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">