IPL 2021: ઇંગ્લેંડના ખેલાડીઓને છુટથી પૂર્વ કેપ્ટન બોયકોટ લાલઘૂમ ! કહ્યુ, બહાર કરો ખેલાડીઓને

|

Mar 10, 2021 | 3:49 PM

ઇંગ્લેંડ (England) ના પૂર્વ કેપ્ટન જ્યોફ્રી બોયકોટ (Geoffrey Boycott) ઇંગ્લેંડના ખેલાડીઓને IPL ની પ્રાથમિકતા આપવાને લઇને નારાજ છે. તેમણે ECB ને કહ્યુ છે કે, આવા ખેલાડીઓને સજા મળવી જોઇએ અને તેમના વળતરને રોકી દેવુ જોઇએ.

IPL 2021: ઇંગ્લેંડના ખેલાડીઓને છુટથી પૂર્વ કેપ્ટન બોયકોટ લાલઘૂમ ! કહ્યુ, બહાર કરો ખેલાડીઓને
Ex-captain boycott

Follow us on

ઇંગ્લેંડ (England) ના પૂર્વ કેપ્ટન જ્યોફ્રી બોયકોટ (Geoffrey Boycott) ઇંગ્લેંડના ખેલાડીઓને IPL ની પ્રાથમિકતા આપવાને લઇને નારાજ છે. તેમણે ECB ને કહ્યુ છે કે, આવા ખેલાડીઓને સજા મળવી જોઇએ અને તેમના વળતરને રોકી દેવુ જોઇએ. ઇંગ્લેંડના કેટલાક ખેલાડીઓ IPL માં રમવા માટે તેમની ફ્રેન્ચાઇઝીઓ પ્લેઓફ માં પહોંચવા પર ભારતમાં જ રોકાઇ શકે છે. આવામાં આ ખેલાડીઓ ન્યુઝીલેન્ડ (New Zealand) સામે થનારી ટેસ્ટ મેચનો હિસ્સો તેઓ નહી બની શકે. ઇંગ્લેંડના હેડ કોચ ક્રિસ સિલ્વરવુડ (Chris Silverwood) એ ખેલાડીઓને આઇપીએલ સિઝનમાં રમવા પર આપવામાં આવેલા નિવેદનને લઇને ટિપ્પણી કરતા બોયકોટ એ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

બોયકોટ એ કહ્યુ હતુ કે, લાગી રહ્યુ છે કે, ખેલાડીઓ તે ભૂલી રહ્યા છે કે જો તેઓ ઇંગ્લેંડ માટે પ્રદર્શન નથી કરતા તો, તેઓને આઇપીએલ માટે નથી બોલાવવામાં આવતા. તેમણે ઇંગ્લેંડ પ્રત્યે વફાદાર રહેવુ જોઇએ. જો તેઓ એમ કરે છે તો, તેમને કમાણી કરવા થી હું ક્યારેય નહી રોકીશ. જોકે તેઓ ઇંગ્લેંડ માટે રમવાનુ ના છોડે. ખેલાડીઓના શ્રેષ્ઠ મેનેજમેન્ટ અને બાયોબબલ થી નિપટવા માટે ખેલાડીઓને આરામ આપવાની ઇસીબીના નિર્ણયને તેમણે વખાણ્યો હતો. તેમણે સલાહ આપી હતી કે નેશનલ ડ્યુટી છોડી દેવા વાળા ખેલાડી પર દંડ લગાવવો જોઇએ અને તેમના વળતરની રકમને પણ રોકી દેવી જોઇએ. આ સાથે જ તેમણે બોર્ડને તેવા ખેલાડીઓને પસંદ નહી કરવા માટે પણ આગ્રહ કર્યો હતો, કે જે પૂરી શ્રેણી નથી રમી શકતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આઇપીએલ 30 મે એ સમાપ્ત થઇ રહી છે. જ્યારે ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 2 જૂન થી શરુ થઇ રહી છે. બીજી ટેસ્ટ મેચ 10 થી 14 જૂન વચ્ચે રમાનારી છે. ઇંગ્લેંડ તરફ થી બેન સ્ટોક્સ, જોસ બટલર, જોફ્રા આર્ચર, મોઇન અલી, ઇયોન મોર્ગન સહિત 13 ખેલાડીઓ આઇપીએલમાં રમનારા છે. જો આ ખેલાડીઓની ટીમ પ્લેઓફમાં પહોંચી જાય છે તો, તેવા ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ નથી રમી શકતા. આમ તો સામાન્ય રીતે જ ઇંગ્લેંડ ના ખેલાડીઓ મે ના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં ઘરેલુ શ્રેણીમાં ભાગ લેવા માટે આઇપીલ ને અધવચ્ચે જ છોડી દેતા હતા. આ વખતે બોર્ડે પોતાના ખેલાડીઓને પુરી સિઝન આઇપીએલમાં રમવા માટે છુટ આપી છે.

Next Article