IPL 2021: ધોનીએ લગાવેલી ડાઇવે ફેન્સને તેની આખરી ઇનીંગની યાદ અપાવી દીધી, જુઓ

|

Apr 20, 2021 | 2:15 PM

IPL 2021 માં સોમવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની સામે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન મહેન્દ્રસિંહ (MS Dhoni) એ તેની કેપ્ટનશીપમાં કમાલનો રેકોર્ડ બનાવી દીધો છે.

IPL 2021: ધોનીએ લગાવેલી ડાઇવે ફેન્સને તેની આખરી ઇનીંગની યાદ અપાવી દીધી, જુઓ
MS Dhoni

Follow us on

IPL 2021 માં સોમવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની સામે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન મહેન્દ્રસિંહ (MS Dhoni) એ તેની કેપ્ટનશીપમાં કમાલનો રેકોર્ડ બનાવી દીધો છે. તેણે કેપ્ટન તરીકે પોતાની 200મી મેચ રમી હતી. જે એક રેકોર્ડ છે. જે અન્ય કોઇ ખેલાડી બનાવી શક્યાો નથી. આ મેચમાં બેટીંગ કરવાનો તેને મોકો મળ્યો હતો અને તેણે 17 બોલમાં 18 રન પણ બનાવ્યા હતા. ધોની ની બેટીંગ દરમ્યાન ઘણી ઓછી વાર જોવા મળ્યુ છે કે, ક્રિઝ પર પહોંચવા માટે ડાઇવ લગાવી હોય. જોકે રાજસ્થાન ની સામે ધોની ડાઇવ લગાવતો જોવા મળ્યો હતો. તેના ફેન્સ પણ આ જોઇને 2019ના વિશ્વકપની સેમીફાઇનલ મેચને યાદ કરવા લાગ્યા હતા, જોકે ત્યારે ધોનીના રન આઉટ થી ટીમ ઇન્ડીયા (Team India) ટુર્નામેન્ટ ની બહાર થઇ ગઇ હતી.

રાજસ્થાન રોયલ્સ ની સામે આ મેચમાં ધોની સાતમાં સ્થાન પર બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તેણે તે સમયે ક્રિઝ પર પગ રાખ્યો હતો જ્યારે સુરેશ રૈના અને અંબાતી રાયડૂની સેટ વિકેટ ગુમાવી દીધી હતી. ચેન્નાઇની ઇનીંગની 15મી ઓવરમાં ધોનીએ રાહુલ તેવટીયાના બોલ પર કવર તરફ રમીને સિંગલ લેવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલા રવિન્દ્ર જાડેજાએ રન લેવા થી ના પાડી હતી. આ દરમ્યા અડધી પીચ પર પહોંચેલ ધોનીએ પરત ફરવુ પડ્યુ હતુ. ક્રિઝમાં પહોંચવા માટે ધોનીએ ડાઇવ લગાવવી પડી હતી, જેના થી તે રન આઉટ થતો બચી ગયો હતો. ધોનીએ આ મેચમાં જેવી ડાઇવ લેગાવી એવી જ ફેન્સને બે વર્ષ પહેલાનો ક્રિકેટ વિશ્વકપ યાદ આવી ગયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બતાવી દઇ એ કે 2019 માં ઇંગ્લેંડ માં રમાયેલી વિશ્વકપમાં ન્યુઝીલેન્ડ ની સામે સેમિફાઇનલ મેચમાં ધોની રન આઉટ થયો હતો. આ મેચમાં ધોની એ ટીમની ઇનીંગને વિખેરાવા સમયે જાળવી લીધી હતી અને બાદમાં તે જીત નજીક મેચને લઇને પહોંચ્યો હતો. મેચમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગુપ્ટીલે તેને રન આઉટ કરીને ભારતીય ક્રિકેટ ચાહકોનુ દિલ તોડી દીધુ હતુ. બાદમાં ધીની માટે તે તેની અંતિમ આંતર રાષ્ટ્રીય ઇનીંગ સાબીત થઇ હતી.

 

https://twitter.com/umarakmalparody/status/1384165960609763328?s=20

 

Next Article