IPL 2021: હર્ષલ પટેલને જોઈ ધોનીએ જાડેજાને કરી જોરદાર કોમેન્ટ, સ્ટંપ માઈક ક્લીપ થઈ વાયરલ

|

Apr 26, 2021 | 7:31 PM

પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) જ્યારે ટીમ ઈન્ડીયા (Team India) તરફથી રમતો હતો, ત્યારે પણ વિકેટ પાછળની તેમની કોમેન્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી હતી.

IPL 2021: હર્ષલ પટેલને જોઈ ધોનીએ જાડેજાને કરી જોરદાર કોમેન્ટ, સ્ટંપ માઈક ક્લીપ થઈ વાયરલ
MS Dhoni

Follow us on

પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) જ્યારે ટીમ ઈન્ડીયા (Team India) તરફથી રમતો હતો, ત્યારે પણ વિકેટ પાછળની તેમની કોમેન્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી હતી. ધોની હંમેશા વિકેટ પાછળ રહીને પૂરી રમતને નિયંત્રણ કરવા માટે જાણીતો છે. ફિલ્ડ સેટીંગથી લઈને બોલર્સને સલાહ આપવા સુધીને કેપ્ટન તરીકેની તમામ ભૂમિકાઓ ખૂબી પૂર્વક નિભાવતો હતો. વિકેટકિપીંગ કરતીવેળા જ્યારે પણ આમ કરતો હતો ત્યારે, અનેક વખત સ્ટંપ માઈક પર તેની કોમેન્ટ રેકોર્ડ થઈ જતા હતા.

 

આવુ જ કંઈક રવિવારે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ RCBની સામે રમવા માટે ઉતરી હતી. આ મેચમાં ચેન્નાઈએ આરસીબીને હરાવ્યુ હતુ. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ચાર મેચથી જીત મેળવી રહેલા આરસીબીના વિજય રથને રોકી લીધો હતો. આ મેચમાં ધોનીએ સ્ટંપ માઈકમાં રેકોર્ડ થયેલ કોમેન્ટ વાયરલ થવા લાગી છે.

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

 

મેચ દરમ્યાન વાયરલ થયો વીડિયો

મેચ દરમ્યાન જાડેજાને એબી ડિવિલિયર્સને ક્લિન બોલ્ડ કર્યો હતો. તેના બાદ જેવુ ધોનીએ જોયુ કે, નવો બેટ્સમેન હર્ષલ પટેલ ક્રિઝ તરફ આવી રહ્યો છે તો ધોનીએ જાડેજા (Ravindra Jadeja)ને કહ્યુ, હિન્દીમાં નથી બોલી શકતો. એબી ડિવિયલયર્સના સમય પર ધોની હિન્દીમાં બોલીને જાડેજાની મદદ કરી રહ્યો હતો, જોકે જ્યારે હર્ષલ પટેલ આવ્યો, ત્યારે તે આમ નહોતો કરી શકતો. જ્યારે ધોનીએ આવી વાત જાડેજા સાથે કરી તો કોમેન્ટેટર પણ હસવા લાગ્યા હતા. ધોનીનો આ વીડિયો સોશિયલ મિડીયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

 

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનું શાનદાર પ્રદર્શન

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પાછળની સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન બાદ એક વાર ફરીથી પોતાના રંગમાં નજર આવી રહી છે. આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર તે સામેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે રવિવારે સિઝનની પોતાની પાંચમી મેચ રમી હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 69 રને હરાવ્યુ હતુ. આરસીબી સામે મેચમાં રવિન્દ્ર જાડેજા છવાયેલો રહ્યો હતો. જેણે હર્ષલ પટેલની ઓવરમાં 37 રન બનાવ્યા હતા.

 

આ પણ વાંચો: PBKS VS KKR, LIVE SCORE, IPL 2021: કોલકાતાએ જીત્યો ટોસ, પહેલા કરશે બોલિંગ

Next Article