IPL 2021: ઓરેન્જ કેપની રેસમાં ધવનને કેએલ રાહુલે પાછળ છોડ્યો, હર્ષલ પટેલ પર્પલ કેપમાં આગળ

|

May 01, 2021 | 11:48 AM

પંજાબ કિંગ્સ (Punjab Kings) એ શુક્રવારે આઇપીએલ 2021 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને હરાવીને સિઝનની ત્રીજી જીત મેળવી હતી. પંજાબ કિંગ્સ માટે આ એક શાનદાર જીત ગણી શકાય.

IPL 2021: ઓરેન્જ કેપની રેસમાં ધવનને કેએલ રાહુલે પાછળ છોડ્યો, હર્ષલ પટેલ પર્પલ કેપમાં આગળ
KL Rahul

Follow us on

પંજાબ કિંગ્સ (Punjab Kings) એ શુક્રવારે આઇપીએલ 2021 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને હરાવીને સિઝનની ત્રીજી જીત મેળવી હતી. પંજાબ કિંગ્સ માટે આ એક શાનદાર જીત ગણી શકાય. તેણે બોલીંગ, ફિલ્ડીંગ અને બેટીંગ તમામ રીતે બેંગ્લોર પર હાવી થઇને મેચને જીતી હતી. બેંગ્લોર ને 34 રન હરાવીને પંજાબે મેચને જીતી લીધી હતી.

પંજાબ કિંગ્સે પ્રથમ બેટીંગ કરતા 179 રન કર્યા હતા. જેના જવાબમાં સ્ટાર ખેલાડીઓ થી ભરેલી RCB ની ટીમ 20 ઓવર માં 145 જ રન બનાવી શકી હતી. પંજાબને એક મોટા સ્કોર સુધી પહોંચાડવામાં કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) નુ યોગદાન મહત્વનુ રહ્યુ હતુ, જેણે ઓપનીંગ બેટીંગ કરીને અણનમ 91 રનની ઇનીંગ રમી હતી. તેણે 7 ચોગ્ગા અને 5 છગ્ગા ઇનીંગ દરમ્યાન ફટકાર્યા હતા. આ સાથે જ કેએલ રાહુલ ટુર્નામેન્ટમાં વ્યક્તિગત રન ના મામલામાં સૌથી આગળ થઇ ચુક્યો છે. આમ તેની પાસે હવે ઓરેન્જ કેપ (Orange Cap) આવી ગઇ છે. તેણે દિલ્હીના શિખર ધવન (Shikhar Dhawan) ને પાછળ મુકી દીધો છે.

IPL 2021 માં સૌથી વધારે રન કરનાર બેટ્સમેન
રેન્ક ખેલાડી ટીમ રન
1 કેએલ રાહુલ પંજાબ કિંગ્સ 331
2 શિખર ધવન દિલ્હી કેપિટલ્સ 311
3 ફાફ ડુ પ્લેસિસ ચેન્નાઇ સુપર કિંગ્સ 270
4 પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સ 269
5 સંજૂ સેમસન રાજસ્થાન રોયલ્સ 229

પર્પલ કેપની વાત કરવામાં આવે તો, હજુ પણ આરસીબીનો હર્ષલ પટેલ (Harshal Patel) અડીખમ છે. પર્પલ કેપ હજુ પણ તેના માથા પર સજાવેલી છે. તેના ખાતામાં 17 વિકેટ નોંધાયેલી છે. જોકે પંજાબ કિંગ્સ સામે હર્ષલ પટેલે 4 ઓવર માં 53 રન લુટાવ્યા હતા અને એક પણ વિકેટ મળી શકી નહોતી.આ લીસ્ટમાં દિલ્હી કેપિટલ્સના યુવા આવેશખાન બીજા સ્થાન પર છે. જેના નામે 13 વિકેટ નોંધાયેલી છે. ત્રીજા અને ચોથા નંબર પર રાહુલ ચાહર અને ક્રિસ મોરિસ છે. તેઓએ 11-1 વિકેટ ઝડપી છે. આ લિસ્ટમાં પાંચમા સ્થાન પર હૈદરાબાદનો સ્પિનર રાશિદ ખાન છે. જેણે 9 વિકેટ ઝડપી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
IPL 2021 માં સૌથી વધારે વિકેટ લેનાર બોલર્સ
રેન્ક ખેલાડી ટીમ વિકેટ
1 હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 17
2 આવેશ ખાન દિલ્હી કેપિટલ્સ 13
3 રાહુલ ચાહર મુંબઇ ઇન્ડીયન્સ 11
4 ક્રિસ મોરિસ રાજસ્થાન રોયલ્સ 11
5 રાશિદ ખાન સનરાઇઝર્સ હૈદરાબાદ 9
Next Article