IPL 2021: દિલ્હી કેપિટલ્સને લાગી શકે છે મોટો ઝટકો, ઇજાને લઇને શ્રેયસ ઐયરનાં આઇપીએલ રમવા પર સંદેહ,

|

Mar 24, 2021 | 10:45 AM

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર ( Shreyas Iyer) તેના ખભાના હાડકુ ખસકી જવાને લઇને ઇજા પામ્યો છે. પુણે (Pune) માં રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન શ્રેયસ ને ઇજા પહોંચી હતી.

IPL 2021: દિલ્હી કેપિટલ્સને લાગી શકે છે મોટો ઝટકો, ઇજાને લઇને શ્રેયસ ઐયરનાં આઇપીએલ રમવા પર સંદેહ,
Shreyas Iyer Injury

Follow us on

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર ( Shreyas Iyer) તેના ખભાનાં હાડકુ ખસકી જવાને લઇને ઇજા પામ્યો છે. પુણે (Pune) માં રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન શ્રેયસ ને ઇજા પહોંચી હતી. જેને લઇને હવે આગામી 9મી એપ્રિલ થી શરુ થનારી ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL 2021) માં રમવાને લઇને હવે શંકાજનક સ્થિતિ પેદા થઇ ગઇ છે. આમ આ ઇજાને લઇને હવે ટીમ ઇન્ડીયા (Team India) ની સાથે સાથે હવે દિલ્હી કેપીટલ્સ (Delhi Capitals) ને પણ મોટો ઝટકો લાગી છે.

આ ઘટના ઇંગ્લેંડની બેટીંગ ઇનીંગની આઠમી ઓવરની છે. જ્યારે શાર્દુલ ઠાકુર ના બોલ પર જોની બેયરસ્ટોના શોટ પર બોલને રોકવા માટે શ્રેયસ ઐયર એ ડાઇવ લગાવી હતી. તે દર્દ થી ખૂબ પિડાવા લાગ્યો હતો. અને ખભાને પકડીને મેદાન થી બહાર જવા લાગ્યો હતો. શ્રેયસ ઐયર આઇપીએલ માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. બીસીસીઆઇ એ મેડિકલ અપડેટમાં કહ્યુ છે કે, શ્રેયસ ઐયરના ડાબા ખભામાં ઇજા પહોંચી છે. આઠમી ઓવરમાં ફીલ્ડીંગ દરમ્યાન તેના ડાબા ખભાનુ હાડકું ખસકી ગયુ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોહિત શર્માને પણ બેટીંગ દરમ્યાન જમણી કોણીમાં ઇજા પહોંચી હતી. તેને પણ પિડા થઇ આવવાને લઇને તે ફિલ્ડીંગ થી દુર રહ્યો હતો. શ્રેયસ ની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ પાછળની આઇપીએલ સિઝનમાં ફાઇનલ સુધી ટીમ પહોંચી શકી હતી. ખભાનુ હાડકુ ખસકવાને લઇને સ્વસ્થ થવાાં છ સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. તેમજ સર્જરી કરવા પર તેના થી પણ વધારે સમય લાગી શકે છે. આમ હવે તેના આઇપીએલ રમવાને લઇને સંદેહ પેદા થઇ ચુક્યો છે.

Next Article