IPL 2021 : ભારતનો આ ખેલાડી IPLમાં ઈતિહાસ રચવાથી માત્ર 4 પગલા દુર, જાણો કોણ છે આ ભારતીય ખેલાડી ?

|

Sep 18, 2021 | 12:54 PM

IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 3 ભારતીયો ટોપ 5માં સામેલ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ત્રણેય સ્પિનર ​​છે અને બે વિદેશી ઝડપી બોલર છે.

IPL 2021 : ભારતનો આ ખેલાડી IPLમાં ઈતિહાસ રચવાથી માત્ર 4 પગલા દુર, જાણો કોણ છે આ ભારતીય ખેલાડી ?
Amit Mishra

Follow us on

IPL 2021 : IPLની દરેક સીઝન એકબીજાથી અલગ હોય છે. દરેક સીઝનમાં કોઈ ને કોઈ મોટો રેકોર્ડ બને છે અથવા તોડી નાખવામાં આવે છે અને જે ખેલાડી આવું કરે છે તે ચમકે છે. IPL 2021 ના ​​UAE તબક્કામાં આ તક દિલ્હીના મિશ્રાજી એટલે કે અમિત મિશ્રા પાસે છે. અમિત મિશ્રા IPL (Indian Premier League)ના ઇતિહાસમાં સૌથી સફળ બોલર બનવાની નજીક છે. જો બોલરોની સફળતાનું માપ તેમની વિકેટ ગણવામાં આવે તો અમિત મિશ્રાએ તે મોટા રેકોર્ડને તોડવા માટે માત્ર 4 પગથિયા દુર છે.

IPL 2021 (Indian Premier League)ના ​​સૌથી સફળ બોલરનો ખિતાબ હાલમાં શ્રીલંકાના લસિથ મલિંગા પાસે છે. મલિંગાએ 122 મેચમાં 170 વિકેટ લીધી છે. પરંતુ, મલિંગાએ હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ (Retirement) લઈ લીધી છે. એટલે કે, અમિત મિશ્રા માટે સારી બાબત એ છે કે, મલિંગા પોતાની વિકેટની બ્લૂપ્રિન્ટ વધારવા માટે હવે મેદાન પર આવનાર નથી. મતલબ કે મિશ્રાજી માટે માર્ગ સ્પષ્ટ છે.

ફક્ત 4 પગલાં દુર પછી સૌથી મોટો રેકોર્ડ બનશે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અત્યાર સુધી અમિત મિશ્રાએ IPL (Indian Premier League)માં 154 મેચ રમી છે, જેમાં તેણે 23.97 ની સરેરાશથી 166 વિકેટ લીધી છે. એટલે કે, તે મલિંગાના 170 વિકેટના રેકોર્ડની બરાબરીથી માત્ર 4 વિકેટ દૂર છે, જ્યારે તેને તોડવા માટે તેને 5 વિકેટની જરૂર છે. અને, આ બધું મિશ્રા જી આઈપીએલ 2021 ની યુએઈમાં કરતા જોઈ શકાય છે.

અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, ભારતમાં રમાયેલા પ્રથમ તબક્કામાં તે 4 મેચમાં 6 વિકેટ લેતો જોવા મળ્યો છે અને પછી યુએઈમાં, દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ગ્રુપ સ્ટેજની તેમની વધુ 6 મેચ રમવાની બાકી છે. આ સિવાય ટીમને પ્લેઓફમાં પહોંચવાની પણ પુરી તકો છે. મતલબ અમિત મિશ્રા માટે 4-5 વિકેટ લેવાની વધુ તકો રહેશે.

ટોચના 5 બોલરોમાં 3 ભારતીય, તમામ સ્પિનર

IPL (Indian Premier League)માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 3 ભારતીયો ટોપ 5માં સામેલ છે અને આશ્ચર્યજનક બાબત એ છે કે, ત્રણેય સ્પિનર ​​છે અને બે વિદેશી ઝડપી બોલર (Fast bowler)છે. 156 વિકેટ સાથે મલિંગા અને અમિત મિશ્રા બાદ ત્રીજા નંબરે પીયૂષ ચાવલા (Piyush Chawla)છે. ડ્વેન બ્રાવોએ પણ પિયુષ ચાવલા (Piyush Chawla)ની જેમ 156 વિકેટ લીધી છે. આ સાથે જ હરભજન સિંહ 150 વિકેટના આંકડા સાથે આ યાદીમાં 5માં નંબરે છે.

ગત સિઝનની ફાઇનલમાં દિલ્હીની ટીમ સારી રીતે રમી હતી અને મુંબઇ ઇન્ડીયન્સ સામે હારી ગઇ હતી. આમ તે માત્ર એક પગલું ટાઇટલથી દૂર રહી ગઈ. આ વખતે તેની પાસે આ બંને પડકારોને પાર કરવાની સારી તક છે.

 

આ પણ વાંચો : PAK vs NZ: ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યો તો પાકિસ્તાનના ગૃહપ્રધાન લવારે ચઢ્યા, ષડયંત્ર રચ્યાનો આરોપ કરી ભારત પર દોષ ઢોળવાનો પ્રયાસ

Next Article