IPL 2021: દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન ઋષભ પંત ઓછી વયે જવાબદારી મેળવનારા પાંચ કેપ્ટનમાં સામેલ થયો

|

Mar 31, 2021 | 2:08 PM

શ્રેયસ ઐયર (Shreyas Iyer) ને ઇંગ્લેંડ (England) સામેની વન ડે શ્રેણી દરમ્યાન ખભામાં ઇજા પહોંચવાને લઇને સર્જરી કરવાની સ્થિતી સર્જાઇ હતી. આ સંજોગોમાં IPLની આગામી સિઝન માટે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમને એક સફળ કેપ્ટનને બહાર રાખવાની સ્થિતી સર્જાઇ હતી.

IPL 2021: દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન ઋષભ પંત ઓછી વયે જવાબદારી મેળવનારા પાંચ કેપ્ટનમાં સામેલ થયો
Rishabh Pant

Follow us on

શ્રેયસ ઐયર (Shreyas Iyer) ને ઇંગ્લેંડ (England) સામેની વન ડે શ્રેણી દરમ્યાન ખભામાં ઇજા પહોંચવાને લઇને સર્જરી કરવાની સ્થિતી સર્જાઇ હતી. આ સંજોગોમાં IPL ની આગામી સિઝન માટે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમને એક સફળ કેપ્ટનને બહાર રાખવાની સ્થિતી સર્જાઇ હતી. આમ નવા કેપ્ટન તરીકે દિલ્હી કેપિટલ્સના ચેરમેન અને સહ માલિક કિરણકુમાર ગાંધી (Kirankumar Gandhi) એ મંગળવાર સાંજે નવા કેપ્ટનની ઘોષણા કરી હતી. ઓસ્ટ્ર્લીયા પ્રવાસ અને ઇંગ્લેંડ સામેની તાજેતરની ક્રિકેટ શ્રેણી દરમ્યાન જબરદસ્ત પ્રદર્શન કરનારા ઋષભ પંત (Rishabh Pant) ને કેપ્ટન તરીકે પસંદ કરાયો હતો. 23 વર્ષીય પંતે કેપ્ટનશીપ મળતા કહ્યુ હતુ કે, દિલ્હીની કેપ્ટનશીપ કરવી મારા માટે એક સપનુ હતુ, જે માટે ટીમના માલિકો નો આભારી છું કે, તેમણે મને આ ભૂમિકા માટે મને યોગ્ય સમજ્યો.

દિલ્હી કેપિટલ્સ ની કેપ્ટનશીપ મળવા સાથે જ ઋષભ પંત એક ખાસ ક્લબમાં સામેલ થઇ ચુક્યો છે. ઋષભ પંત આઇપીએલમાં ઓછી વયમાં કેપ્ટન તરીકે જવાબદારી મેળવનારો પાંચમાં યુવા ક્રિકેટર છે. આ પહેલા ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સ્ટીવ સ્મિથ અને સુરેશ રૈના પણ આઇપીએલમાં ઓછી વયે કેપ્ટનશીપ કરનારા યુવાન ખેલાડીઓ છે. કોહલી અને સ્મીથ 22 વર્ષની ઉંમરે કેપ્ટનશીપ મેળવી હતી. જ્યારે, રૈના અને ઐયર એ 23 વર્ષે કેપ્ટનશીપ મેળવી હતી. હવે ઋષભ પંતને પણ 23 વર્ષની વયે જ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ ની જવાબદારી મળી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શ્રેયસ ઐયરે પણ પંતને કેપ્ટનશીપ મળતા શુભેચ્છાઓ પાઠવી હતી. ઋષભ પંત એ પણ કેપ્ટન તરીકેની ભૂમિકા મળ્યા બાદ કહ્યુ હતુ કે, દિલ્હી થી આઇપીએલની સફર છ વર્ષ પહેલા શરુ કરી હતી. આ ટીમના કેપ્ટન બનવુ એ મારા માટે એક સપનુ હતુ. હું મારા ટીમના માલિકોનો ખૂબ આભારી છુ. જેમણે મને આ જવાબદારી માટે યોગ્ય સમજ્યો છે. મારી આસપાસ આટલા સારા અને મોટા લોકો છે કે હું પોતાની ટીમના માટે પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવા માટે રાહ જોઇ નથી શકતો.

Next Article