IPL 2021 DC vs SRH Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ

|

Apr 25, 2021 | 6:54 PM

આઇપીએલ 2021 માં રવિવારે બીજી મેચ પાછળની સિઝનની ઉપવિજેતા દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાનારી છે.

IPL 2021 DC vs SRH Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ
Mumbai-Indians

Follow us on

આઇપીએલ 2021 માં રવિવારે બીજી મેચ પાછળની સિઝનની ઉપવિજેતા દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાનારી છે. દિલ્હી કેપિટલ્સ હાલમાં સારા ફોર્મમાં જોવા મળી રહી છે, તો હૈદરાબાદની ટીમ એ ત્રણ હાર બાદ પ્રથમ જીત હાંસલ કરી છે. દિલ્હી એ અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે. જે પૈકી દિલ્હીએ ત્રણ મેચ જીતી છે. હૈદરાબાદના આંકડા તેના થી ઉલટા છે. હૈદરાબાદ એ ચાર મેચમાં એક માં જીત હાંસલ કરી છે, જ્યારે ત્રણમાં તેને હાર મળી છે. દિલ્હી છેલ્લે મુંબઇ ઇન્ડીયન્સને હરાવી ચુક્યુ છે. જ્યારે હૈદરાબાદ એ પોતાની અંતિમ મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યુ હતુ.

બંને ટીમો પોતાના વિજયી ક્રમને બરકરાર રાખવા ઇચ્છશે. દિલ્હીના યુવાન કેપ્ટન ઋષભ પંતની કેપ્ટનશીપમાં અત્યાર સુધીમાં રમાયેલી મેચમાં તમામ રીતે સારુ પ્રદર્શન દર્શાવ્યુ છે. તો હૈદરાબાદ એ પાછળની મેચ છોડીને દરેક મેચમાં સંઘર્ષની સ્થિતીમાં જોવા મળી હતી. હૈદરાબાદ ની તાકાત એની બોલીંગ છે, જેની ધરી લેગ સ્પિનર રાશિદ ખાન છે. રાશિદ ખાન T20 દિગ્ગજ બોલર માનવામાં આવે છે. દિલ્હી ના બેટ્સમેન ખાસ કરીને શિખર ધવન આ સમયે સારા ફોર્મમાં છે. તેની પર હૈદરાબાદના બોલીંગ આક્રમણને નબળુ કરવાની જવાબદારી રહેશે.

ક્યારે રમાશે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ?
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રવિવારે, 25 એપ્રિલે રમાશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ ની મેચ કયા સમયે શરુ થશે?
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ ની મેચ ભારતીય સમયાનુસર સાંજે 7.30 કલાકે રમાશે. ટોસ દિવસે 7.00 કલાકે થશે.

ક્યાં રમાશે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ?
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ ચેન્નાઇ ના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે.

ક્યા થશે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચનુ લાઇવન પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમીંગ?
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચનુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે લાઇવ સ્ટ્રીમીંગ હોટસ્ટાર પર થશે.

Next Article