IPL 2021: ચેન્નાઇ સામે દિકરીઓ અને પત્નિના નામ લખેલા શૂઝ પહેરી બેટીંગ કરતા ડેવિડ વોર્નર ચર્ચામાં

|

Apr 29, 2021 | 8:55 AM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) ની બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે મેચ રમાઇ હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમ ખાતે રમાયેલી મેચમાં હૈદરાબાદે ચેન્નાઇ સામે 7 વિકેટે હાર મેળવી હતી.

IPL 2021: ચેન્નાઇ સામે દિકરીઓ અને પત્નિના નામ લખેલા શૂઝ પહેરી બેટીંગ કરતા ડેવિડ વોર્નર ચર્ચામાં
David Warner

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) ની બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે મેચ રમાઇ હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમ ખાતે રમાયેલી મેચમાં હૈદરાબાદે ચેન્નાઇ સામે 7 વિકેટે હાર મેળવી હતી. જે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner) 57 રનની ઇનીંગ રમી હતી. જોકે તેણે આ માટે 55 બોલ ની રમત રમી હોવાને લઇને તેની આલોચના પણ થઇ હતી. મેચ દરમ્યાન વોર્નર બેટીંગ સિવાય પણ એક વાત ને લઇને ચર્ચામાં રહ્યો હતો. જે તેના શૂઝને લઇને ચર્ચામાં રહ્યો હતો. તેણે તેના શૂઝ પર પોતાની ત્રણ દિકરીઓ અને પત્નિનુ નામ લખ્યુ હતુ.

જેની તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થવા લાગી છે. વોર્નર ની ત્રણ દિકરીઓના નામ ઇવી, ઇન્ડી અને ઇસીયા છે, તો તેની પત્નિનુ નામ કેંડિસ વોર્નર છે. વોર્નર પોતાના પરિવાર ને લઇને ખૂબ જોડાયેલો રહે છે, સોશિયલ મિડીયામાં પણ અનેર વાર તે પોતાની પુત્રીઓ અને પત્નિ સાથે વિડીયો-ફોટો શેર કરતો રહે છે. ફેન્સ ને પણ વોર્નરના શૂઝ ખૂબ પસંદ આવ્યા હતા અને તેના પર કેટલીક કોમેન્ટ પણ લખી હતી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

https://twitter.com/aawara_engynar/status/1387427554689110021?s=20

https://twitter.com/ryandesa_07/status/1387427597215158272?s=20

https://twitter.com/BeingUk7/status/1387427257682042886?s=20

મેચની વાત કરવામાં આવે તો હૈદરાબાદ એ 20 ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવીને 171 રન કર્યા હતા. જવાબમાં 19મી ઓવરમાં જ ચેન્નાઇએ ત્રણ વિકેટ ગુમાવીને વિજયી લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ. આ સાથે જ ચેન્નાઇ હવે ટેબલ પોઇન્ટમાં નંબર બન બની ચુક્યુ છે. મેચ બાદ વોર્નરે પોતાને જ હારના દોષી બતાવીને પોતાની ધીમી બેટીંગ ને પણ જવાબદાર ગણાવી હતી. આમ હાર માટે પુરી રીતે જવાબદારી પોતાના શિરે સ્વિકારી લીધી હતી.

Next Article