IPL 2021: કોરોનાને લઇ ટુર્નામેન્ટ છોડી ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા પરત ફરી શકે છે

|

Apr 27, 2021 | 12:36 PM

આઇપીએલની વર્તમાન સિઝન પર સંકટ મંડરાવવા લાગ્યુ છે. ટુર્નામેન્ટ શરુ થવા બાદ થી અત્યાર સુધીમાં ચાર ખેલાડીઓ પોતાના નામ ટુર્નામેન્ટ થી પરત લઇ ચુક્યા છે. ભારતમાં વધતા જતા કોરોના વાયરસને લઇને વધુ બે દિગ્ગજ ખેલાડીઓ આઈપીએલ છોડીને સ્વદેશ પરત ફરી શકે છે.

IPL 2021: કોરોનાને લઇ ટુર્નામેન્ટ છોડી ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા પરત ફરી શકે છે
David Warner and Steve Smith

Follow us on

આઇપીએલની વર્તમાન સિઝન પર સંકટ મંડરાવવા લાગ્યુ છે. ટુર્નામેન્ટ શરુ થવા બાદ થી અત્યાર સુધીમાં ચાર ખેલાડીઓ પોતાના નામ ટુર્નામેન્ટ થી પરત લઇ ચુક્યા છે. ભારતમાં વધતા જતા કોરોના વાયરસને લઇને વધુ બે દિગ્ગજ ખેલાડીઓ આઈપીએલ છોડીને સ્વદેશ પરત ફરી શકે છે. રિપોર્ટનુસાર દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના ખેલાડી સ્ટીવ સ્મિથ (Steve Smith) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના કેપ્ટન ડેવિડ વોર્નર (David Warner)ટુર્નામેન્ટ થી નામ પરત લઇને ઓસ્ટ્રેલીયા તરફ જવા ફરી શકે છે. આ પહેલા પણ ઓસ્ટ્રેલીયાના ત્રણ ક્રિકેટર ટુર્નામેન્ટ છોડીને વતન પરત ફર્યા છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેન રિચર્ડસન અને એડમ ઝંપા તેમજ રાજસ્થાન રોયલ્સના એન્ડ્ર્યુ ટાય સામેલ છે.

મિડીયા રિપોર્ટનુસાર, ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સહિત ઓસ્ટ્રેલીયા ના ક્રિકેટર બોર્ડર બંધ થવા પહેલા સ્વદેશ પરત ફરવાની આશા કરી રહ્યા છે. એટલુ જ નહી રિપોર્ટ મુજબ એ પણ જાણકારી મળી રહી છે કે, ફક્ત ખેલાડી જ નહી પરંતુ, તેમના સિવાય કોચ, કોમેન્ટેટર સહિત ના આઇપીએલમાં મોજૂદ 30 જેટલા ઓસ્ટ્રેલીયનો ભારત થી પરત ફરવા માટે ઇચ્છુક છે. કારણ કે હાલમાં ભારતમાં સ્થિતી પ્રતિદિન બગડતી જઇ રહી છે. કોરોનાના વધતા કેસોને લઇને ઓસ્ટ્રેલીયાની સરકાર તમામ બોર્ડરોને સીલ કરવા માટે વિચાર કરી રહી છે. આ દિશામાં પગલા ભરવાની કાર્યવાહી પણ શરુ કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતમાં 8 હજાર જેટલા ઓસ્ટ્રેલિયન નાગરિકો ફસાયેલા છે
ઓસ્ટ્રેલીયાના ગૃહ પ્રધાન કેરન એન્ડ્રુયઝ એ કહ્યુ હતુ કે, ભારતમાં અમારા 8 હજાર થી વધારે નાગરીકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. બતાવી દઇએ કે ક્વીસલેન્ડ ના પ્રિમિયર અનાસ્તાસિયા પલાસઝુક એ ભારત થી આવનારી તમામ ફ્લાઇટસને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સતત પાંચવા દિવસે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યાનો આંકડો 3 લાખ થી વધારે રહ્યો છે. તો સમાચાર એવા પણ આવી રહ્યા છે કે, મુંબઇ ઇન્ડીયન્સના બેટ્સમેન ક્રિસ લીન એ આઇપીએલ ખતમ થવા પર ઓસ્ટ્રેલીયન સરકાર પાસે એક ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જેથી તમાં ઓસ્ટ્રેલીયાઇ ખેલાડીઓ સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફરી શકે. આ ઉપરાંત મુંબઇના ઝડપી બોલર નાથન કૂલ્ટરે નાઇલે કહ્યુ હતુ કે, દરેકનો પોતાનો મત હોય. જો કે આઇપીએલ ના બાયો સિક્યોર બબલમાં સુરક્ષિત અનુભવુ છુ. કૂલ્ટર એ તો ત્યાં સુધી કહ્યુ કે, ઝમ્પા અને એન્ડ્યુ ટાયના સ્વદેશ પરત ફરવાના નિર્ણયથી આશ્વર્ય થયુ છે.

Next Article