IPL 2021 CSKvsKKR: ચેન્નાઈ સુપર કિંગ્સનું પલડુ કલકત્તા નાઈટ રાઈડર્સ સામે ભારે, જોકે બંને માટે જીત જરુરી

|

Apr 21, 2021 | 6:29 PM

આઇપીએલની 14મી સીઝનમાં આજે બુધવારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Chennai Super Kings vs Kolkata Knight Riders) વચ્ચે રમાનારી છે.

IPL 2021 CSKvsKKR: ચેન્નાઈ સુપર કિંગ્સનું પલડુ કલકત્તા નાઈટ રાઈડર્સ સામે ભારે, જોકે બંને માટે જીત જરુરી
Chennai vs Kolkata

Follow us on

આઇપીએલની 14મી સીઝનમાં આજે બુધવારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Chennai Super Kings vs Kolkata Knight Riders) વચ્ચે રમાનારી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને વચ્ચે ટક્કર જામનારી છે. જેમાં ચેન્નાઈનું પલડુ ભારે લાગી રહ્યુ છે. આંકડા આમ તો જોઈએ તો બંને વચ્ચે 23 મેચ રમાઈ છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 14 મેચ જીતી ચુક્યુ છે. જ્યારે કલકત્તા નાઈટ રાઈડર્સ માત્ર 8 જ મેચ જીતી શક્યુ છે. જ્યારે એક મેચ અનિર્ણીત રહી હતી. IPL 2021માં બંને ટીમો ફાઈનલમાં આમને સામને થઈ હતી. જેમાં કલક્તાની ટીમે ફાઈનલ મેચ જીતીને ટાઈટલ મેળવ્યુ હતુ.

 

પાછળની પાંચ મેચોની વાત કરવામાં આવે તો એમએસ ધોની (MS Dhoni)ની ટીમ ચેન્નાઈની ટીમ હાવી રહી છે. ચેન્નાઈને ચાર મેચોમાં જીત મળી છે તો ઈયોન મોર્ગન (Eoin Morgan)ની કેપ્ટનશીપ વાળી કલકત્તા નાઈટ રાઈડર્સ મેચ જીતી શકે છે. પાછળના વર્ષે આઈપીએલ 2020માં બંને ટીમોનું પ્રદર્શન સારુ રહ્યુ નહોતુ. બંને ટીમો પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

પાછળના વર્ષે કોરોના સંક્રમણને લઈને આઈપીએલનું આયોજન યુએઈમાં થયુ હતુ. બંને ટીમોએ એક બીજા સામે એક એક મેચ જીતી હતી. પ્રથમ મેચમાં 20 ઓવરમાં 167 રન કલકત્તાએ બનાવ્યા હતા. જેમાં રાહુલ ત્રિપાઠીએ 51 બોલમાં 81 રનની ઈનીંગ રમી હતી. જવાબમાં ચેન્નાઇની ટીમે 5 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. કલકત્તાની ટીમ 10 રનથી મેચ જીતી હતી.

 

બીજી વાર બંને ટીમો સામ સામે રમતા ચેન્નાઈએ શાનદાર જીત મેળવી હતી, ટીમે છ વિકેટે કલકત્તાને હાર આપી હતી. પ્રથમ બેટીંગ ઈનીંગ રમતા કલકત્તાએ ચેન્નાઈને 173 રનનું લક્ષ્ય આપ્યુ હતુ. નિતીશ રાણાએ 87 રનની ઈનીંગ રમી હતી. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે 53 બોલ પર શાનદાર 72 રનની ઈનીંગ રમી હતી અને ટીમ 6 વિકેટથી વિજેતા થઈ હતી.

 

આ પણ વાંચો: IPL 2021:રોહિત શર્માના જબરદસ્ત ઉંચા છગ્ગાને, શિખર ધવન દંગ રહીને જોતો જ રહી ગયો, વાયરલ થયો વિડીયો

Next Article