IPL 2021 CSK vs DC: ઋષભ પંત તેના ગુરુ ધોની સામે આપશે કેપ્ટનશીપની પરિક્ષા, ધોની માટે પણ સ્વમાનનો જંગ

|

Apr 10, 2021 | 3:41 PM

ઋષભ પંત (Rishabh Pant) ની આજે કેપ્ટનશીપની શરુઆત સાથે જ આકરી કસોટી થનારી છે. આજે શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Chennai Super Kings vs Delhi Capitals) વચ્ચે જંગ રમાનારો છે.

IPL 2021 CSK vs DC: ઋષભ પંત તેના ગુરુ ધોની સામે આપશે કેપ્ટનશીપની પરિક્ષા, ધોની માટે પણ સ્વમાનનો જંગ
Rishabh Pant-MS Dhoni

Follow us on

ઋષભ પંત (Rishabh Pant) ની આજે કેપ્ટનશીપની શરુઆત સાથે જ આકરી કસોટી થનારી છે. આજે શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Chennai Super Kings vs Delhi Capitals) વચ્ચે જંગ રમાનારો છે. જેમાં એક તરફ વિશ્વના સફળ કેપ્ટન પૈકીના એમએસ ધોની (MS Dhoni) હશે તો, બીજી તરફ કેપ્ટન તરીકે કેરિયરની શરુઆત કરનારા ઋષભ પંત હશે. કિપીંગ સહિતની બાબતોની શિખ આમ પંત ધોની પાસે મેળવતો રહે છે, આમ હવે આજે બંને વચ્ચે મુકાબલો જામી પડશે.

દિલ્હી ની ટીમ યુએઇ માં ગત વર્ષની સિઝનમાં રનર્સ ટ્રોફી વિજેતા રહી હતી. આ વખતે ગત સિઝનનુ અધુરૂ રહી ગયેલુ સપનુ પુરુ કરવાના લક્ષ્ય સાથે આજે મેદાનમાં ઉતરી સિઝનની શરુઆત કરશે. તો ત્રણ વખથની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ ગઇ સિઝનમાં આઠ માંથી સાતમાં સ્થાન પર રહી ગઇ હતી. તેના કંગાળ પ્રદર્શનને લઇને તે પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. તેનુ આ ખરાબ પ્રદર્શન ભૂલાવવા માટે આઇપીએલની ધૂરંધર ગણાતી ટીમ જીત સાથે સિઝનની શરુઆત કરવા ઇચ્છશે.

નિયમીત કેપ્ટન ઇજાગ્રસ્ત શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી રહેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ પોતોના ફોર્મના અનુરુપ દિલ્દીને વિજય માર્ગે લઇ જવા ઇચ્છશે. તેણે કહ્યુ હતુ કે, કેપ્ટનના રુપમાં મારી પ્રથમ મેચ માહી ભાઇ સામે છે. મારા માટે તે એક સારો અનુભવ હશે, કારણ કે મે તેમના થી ખૂબ શિખ્યુ છે. હું મારા અનુભવો અને તેમના થી મળેલી શીખનો પૂરો ઉપયોગ કરીશ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

દિલ્હી પાસે શિખર ધવન, પૃથ્વી શો, અજીંક્ય રહાણે, સ્ટીવ સ્મિથ અને ઋષભ પંત જેવા બેટ્સમેન છે. ધવન ગઇ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં બીજા ક્રમે રહ્યો હતો. તેણે ગઇ સિઝનમાં 618 રન બનાવ્યા હતા. તો હાલમાં જ તેણે ઇંગ્લેંડ સામે વન ડે શ્રેણીમાં પણ સારુ પ્રદર્શન કર્યુ હતુ. પૃથ્વી શો એ વિજય હજારે ટ્રોફીમાં 827 રન બનાવ્યા હતા. આવામાં એવી સંભાવના છે કે, શિખર ધવન સાથે તે ઇનીંગની શરુઆત કરશે. કેપ્ટન ઋષભ પંત શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, તેણે ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેંડ સામે પણ મેચ વિનર ભૂમિકા ભજવી હતી.

દિલ્હી પાસે માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર અને સેમ બિલીંગ્સ જેવા ઓલરાઉન્ડર પણ છે. જોકે ટીમ સંયોજન મોટી સમસ્યા રહેશે. કારણ કે અંતિમ ઇલેવનમાં ચાર વિદેશી ખેલાડી હોઇ શકે છે. બોલીંગમાં તેની પાસે ઇશાંત શર્મા, કાગીસો રબાડા, ઉમેશ યાદવ, ક્રિસ વોક્સ અને એનરિક નોર્ત્જે છે. રબાડા અને નોર્ત્જે ક્વોરન્ટાઇ હેઠળ હોવાને લઇને પ્રથમ મેચમાંથી બહાર રહેશે તો પણ દિલ્હીનુ બોલીંગ આક્રમણ ખૂબ મજબૂત રહેશે. સ્પિન નો દારોમદાર અશ્વિન અને અમિત મિશ્રા પર રહેશે. કારણ કે અક્ષર પટેલ કોરોના પોઝિટીવ જણાયો હતો.

બીજી તરફ ચેન્નાઇની ટીમમાં અનુભવી બેટ્સમેન સુરેશ રૈના પરત ફર્યો છે. જે આઇપીએલ માં 5368 રન બનાવી ચુક્યો છએ. તે સર્વાધીક રન બનાવનારાની યાદીમાં બીજા સ્થાન પર છે. ચેન્નાઇના ટોપ ઓર્ડર માટે ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ અને અંબાતી રાયડૂ છે. યુવા સેમ કરન, મોઇન અલી અને ધોની મધ્યમક્રમને મજબૂત બનાવશે. બોલીંગમાં શાર્દુલ ઠાકુર શાનદાર ફોર્મમાં છે. દિપક ચાહર અને રવિન્દ્ર જાડેજા બેટ્સમેનમાં પણ યોગદાન આપી શકે છે.

દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટ્મિયર, માર્કસ સ્ટોઇનિસ, ક્રિસ વોક્સ, આર અશ્વિન, અમિત મિશ્રા, લલિત યાદવ, પ્રવીણ દુબે, કાગીસો રબાડા, એનરિક નોર્ત્જે, ઇશાંત શર્મા, આવેશ ખાન , સ્ટીવ સ્મિથ, ઉમેશ યાદવ, રિપલ પટેલ, વિષ્ણુ વિનોદ, લુકમાન મેરીવાલા, એમ સિદ્ધાર્થ, ટોમ કરન, સેમ બિલિંગ્સ.

ચેન્નાઈ સુપરકિંગ્સ: મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેએમ આસિફ, દિપક ચાહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુપ્લેસિસ, ઇમરાન તાહિર, એન જગદીશન, કર્ણ શર્મા, લુંગી એનગીડી, મિશેલ સેટનર, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, આર સાઇ કિશોર, મોઇન અલી, કે ગૌતમ, ચેતેશ્વર પૂજારા, હરીશંકર રેડ્ડી, કે ભગત વર્મા, સી હરિ નિશાંત.

Next Article