IPL 2021: દિલ્હી બાદ કોરોનાનુ સંક્રમણ હવે RCBની ટીમમાં પહોંચ્યુ, દેવદત્ત પડિક્કલ કોરોના સંક્રમિત

|

Apr 04, 2021 | 12:36 PM

આઇપીએલની 14મી (IPL 2021) સિઝન શરુ થવાને આડે હવે માંડ પાંચેક દિવસ જ રહ્યા છે, ત્યાં હવે કોરોના નો ખતરો વધતો જ જઇ રહ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી બાદ હવે વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની ધરાવતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમના ખેલાડીને પણ કોરોના પોઝિટીવ જણાયો છે.

IPL 2021: દિલ્હી બાદ કોરોનાનુ સંક્રમણ હવે RCBની ટીમમાં પહોંચ્યુ, દેવદત્ત પડિક્કલ કોરોના સંક્રમિત
દેવદત્ત પડિક્કલઃ દેવદત્ત પડિક્કલને ભારતના સૌથી પ્રતિભાશાળી યુવાનોમાંના એક ગણવામાં આવે છે. બે વર્ષમાં તે તેની ફ્રેન્ચાઈઝીનો મહત્વનો ખેલાડી બની ગયો. 2020 માં ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ જીત્યા પછી, તેણે ખાતરી કરી કે તે આગામી સિઝનમાં પણ તેનું સારું ફોર્મ ચાલુ રાખે. આરસીબીના ઓપનરે લીગની 14મી સિઝનમાં 14 મેચમાં 411 રન બનાવ્યા હતા. તેની બેટિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટ અનુક્રમે 31.61 અને 125.30 હતો. તેમાં એક પચાસ તેમજ એક સોનો સમાવેશ થાય છે. ટીમો તેમના ભવિષ્ય તરીકે તેમાં રોકાણ કરી શકે છે.

Follow us on

આઇપીએલની 14મી (IPL 2021) સિઝન શરુ થવાને આડે હવે માંડ પાંચેક દિવસ જ રહ્યા છે, ત્યાં હવે કોરોના નો ખતરો વધતો જ જઇ રહ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી બાદ હવે વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની ધરાવતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમના ખેલાડીને પણ કોરોના પોઝિટીવ જણાયો છે. RCB ની ટીમના બેટ્સમેન દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) કોવિડ પોઝિટીવ હોવાની જાણકારી સામે આવી છે. દેવદત્ત ને લક્ષણો જણાતા જ ટીમના અન્ય સભ્યો થી અલગ કરીને આઇસોલેટ કરી દેવામાં આવ્યો હતો.

આરસીબીની ટીમની પ્રથમ મેચ ચેન્નાઇમાં 9મી એપ્રિલે સિઝનની ઓપનીંગ મેચ સ્વરુપે રમાનારી છે. આરીસીબીની ટીમ પ્રથમ મેચ ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ટીમ સામે રમાનારી છે. પાછળની સિઝનમાં દેવદત્ત આરસીબી ના સ્ટાર બનીને સામે આવ્યો હતો. ટોપ ઓર્ડરમાં બેટીંગ કરતા તેણે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આરસીબી ને પ્લેઓફ માં પહોંચાડવામાં તેમનો મોટો હાથ હતો. હવે તેને કોરોના સંક્રમિત થવાને લઇને ટીમ માટે હવે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

આઇપીએલ 2020 માં ડેબ્યૂ કર્યુ હતુ
કોવિડ પોઝિટીવ થવા બાદ પડિક્કલને આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યો છે. ટીમ હાલમાં ચેન્નાઇમાં છે અને જ્યાં તે પોતાની પ્રથમ મેચની તૈયારીઓ કરવામાં લાગેલી છે. મુંબઇ સામેની મેચને લઇને હાલમાં ટીમ કમરકસી રહી છે, આ દરમ્યાન દેવદત્ત માટે શરુઆતની બે મેચ રમવી મુશ્કેલ લાગી રહી છે. પાછળની સિઝનમાં પોતાનુ ડેબ્યૂ કરનારા દેવદત્ત પડિક્કલ એ પોતાની બેટીંગ દ્રારા સૌ કોઇને ખૂબ પ્રભાવિત કરી દીધા છે. તેણે આરસીબીની ટીમ દ્રારા સૌથી વધારે રન બનાવ્યા હતા. તેણે આરસીબી વતી રમતા 15 મેચોમાં 31.53 ની સરેરાશ સાથે 473 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ 124.80 નો રહ્યો હતો. તેણે 5 અર્ધશતક લગાવ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પહેલા અક્ષર અને નિતીશ પણ પોઝિટીવ જણાયા હતા
આ પહેલા દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Akshar Patel) પણ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સે પ્રથમ મેચ 10 એપ્રિલ એ મુંબઇમાં રમવાની છે. કલકત્તાના નિતીશ રાણાને પણ કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો અને જે હાલમાં સ્વસ્થ થઇ ને તાલિમ માટે ટીમ સાથે જોડાઇ ચુક્યો છે.

Next Article