IPL 2021: ક્રિસ મોરીસને સ્ટ્રાઇક નહી આપવાનો વિવાદ, સંજૂ સેમસને કહ્યુ હું 100 વાર પણ સિંગલ ના લેતે

|

Apr 16, 2021 | 1:27 PM

આઇપીએલ 2021 માં ગુરુવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે ત્રણ વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન ના ક્રિસ મોરિસ (Chris Morris) એ 18 બોલમાં અણનમ 36 રન બનાવીને છગ્ગો લગાવીને ટીમને જીત અપાવી હતી.

IPL 2021: ક્રિસ મોરીસને સ્ટ્રાઇક નહી આપવાનો વિવાદ, સંજૂ સેમસને કહ્યુ હું 100 વાર પણ સિંગલ ના લેતે
Rajasthan vs Punjab

Follow us on

IPL 2021 માં ગુરુવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનના ક્રિસ મોરિસ (Chris Morris) એ 18 બોલમાં અણનમ 36 રન બનાવીને છગ્ગો લગાવીને ટીમને જીત અપાવી હતી.

ક્રિસ મોરિસ એ પોતાની ઇનીંગ દરમ્યાન ચાર છગ્ગા લગાવ્યા હતા અને દિલ્હી કેપિટલ્સ પાસેથી જીત છીનવી લીધી હતી. મેચ બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસન (Sanju Samson) એ જ્યારે પંજાબ કિંગ્સ સામે મેચ દરમ્યાન, ક્રિસ મોરિસને અંતિમ બોલ પર સ્ટ્રાઇક નહી આપવાના નિર્ણય વિશે સવાલ પુછવા મા આવ્યો હતો. તો તેણે કહ્યુ હતુ કે, 100 વખત પણ તે મેચ રમવામાં આવે તો સિંગલ ના જ લેતો.

સંજૂ સેમસન એ પજાબ કિંગ્સ સામે 119 રનની શાનદાર ઇનીંગ રમી હતી. અંતિમ બે બોલ પર જીત માટે 5 રનની જરુર હતી. પાંચમાં બોલ પર સિંગલ લેવાનો મોકો હતો, જોકે સંજૂ સેમસન એ એમ નહોતુ કર્યુ અને મોરિસને સ્ટ્રાઇક નહોતી આપી. મોરિસ એ દિલ્હી કેપિટલ્સ ની સામે જે રિતે બેટીંગ કરી હતી. તેના બાદ થી એક વખત ફરી થી ચર્ચા જાગી ઉઠી છે કે, શુ સંજૂ સેમસનનો નિર્ણય યોગ્ય હતો કે કેમ. સેમસન એ કહ્યુ હતુ કે, હું હંમેશા બેસીની પોતાની ગેમનુ રિવ્યુ કરુ છુ. જો 100 વાર પણ એ મેચ રમુ તો પણ હું સિંગલ નહી લેતે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સેમસન એ કહ્યુ હતુ કે, 42 રન પર પાંચ વિકેટ ગુમાવવા બાદ તેને જીતની રાહ મુશ્કેલ લાગી રહી હતી. સેમસન એ કહ્યુ હતુ કે, ઇમાનદારી થી કહુ તો 40 રન પર પાંચ વિકેટ ગુમાવવા બાદ મે વિચાર્યુ હતુ કે હવે મુશ્કેલ થશે. અમારી પાસે ડેવિડ મિલર અને ક્રિસ મોરિસ હતા જોકે આમ છતાં હું વિચારતો હતો કે મુશ્કેલ રહેશે. હું અંદર બેસીને પ્રાર્થના કરી રહ્યો હતો કે, મોરિસ તુ એક છગ્ગો વધારે લગાવી દે.

Next Article