IPL 2021: માલદિવમાં રોકાયેલા કેવિન પિટરસને શરીર સૌષ્ઠવનો ફોટો શેર કર્યો, ગેઇલે બરાબરની ઉતારી ફિરકી

|

May 09, 2021 | 12:15 PM

યુનિવર્સ બોસ તરીકે તરીકે ઓળખવામાં આવતા ક્રિસ ગેઇલ (Chris Gayle) એ ટ્વીટર પર કેવિન પિટરસન (Kevin Pietersen) ના ફોટો પર મજેદાર જવાબ આપ્યો છે. જેને લઇને ફેંસ પણ પોતાનુ હસવુ રોકી શકતા નથી.

IPL 2021: માલદિવમાં રોકાયેલા કેવિન પિટરસને શરીર સૌષ્ઠવનો ફોટો શેર કર્યો, ગેઇલે બરાબરની ઉતારી ફિરકી
Kevin Pietersen

Follow us on

યુનિવર્સ બોસ તરીકે તરીકે ઓળખવામાં આવતા ક્રિસ ગેઇલ (Chris Gayle) એ ટ્વીટર પર કેવિન પિટરસન (Kevin Pietersen) ના ફોટો પર મજેદાર જવાબ આપ્યો છે. જેને લઇને ફેંસ પણ પોતાનુ હસવુ રોકી શકતા નથી. ઇંગ્લેંડ ના પૂર્વ કેપ્ટન કેવિન પિટરસન એ માલદિવ ની પોતાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ક્રિસ ગેઇલે તુરત જ કોમેન્ટ કરીને ઇંગ્લીશ ક્રિકેટર ના શરીરને મજાક બનાવ્યુ છે.

ક્રિસ ગેઇલ અને કેવિન પિટરસન વચ્ચેની મસ્તીભરી કોમેન્ટ ફેંસને ખૂબ પસંદ આવી રહી છે. કેવિન પિટરસને શનિવારે માલદિવ નો પોતાનો એક શર્ટલેસ ફોટો પોષ્ટ કર્યો હતો. જિમ થી પરત ફરતા 40 વર્ષિય કેવિન પિટરસન એ કેમેરા સામે થંબ્સ અપ નો ઇશારો કર્યો હતો અને તડકામાં પોતાના સમયનો આનંદ ઉઠાવ્યો હતો. અનેક ફેન્સને તેની તસ્વીર પસંદ પણ આવી રહી હતી. સાથે જ તેની નિવૃત્તી બાદ પણ બોડીને જોઇને ફેન્સ એ વખાણ પણ કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જોકે ક્રિસ ગેઇલ એ પોતાના મજેદાર અંદાજ સાથએ કોમેન્ટસ વડે ફેન્સને આશ્વર્યમાં મુકી દીધા હતા. ટ્વીટનો જવાબ આપતા ક્રિસ ગેઇએ મજાકમાં દાવો પણ કર્યો કે, પિટરસન તડકામાં પોતાના પેટની ફાંદને પીગળાવી રહ્યો છે. જેથી પોતાની શરિરની બનાવટ સારી થઇ શકે.

ગેઇલ એ સાથે જ કહ્યુ હતુ કે, કેવન પિટરસન ના એબ્સ વ્યક્તિગત રીતે જોવામાં આવે તો ખૂબ જ ખરાબ દેખાય છે. કેવિન પિટરસને પોતાની ફોટો સાથે ધ રેડ લિસ્ટ લખ્યુ છે, જેનો સંબંધ ઇંગ્લેંડ સાથે છે. મતલબ કે, ઇંગ્લેંડ પરત ફરવા વાળા સભ્ય એ માલદિવમાં આઇસોલેશનમાં રહેવુ પડશે. ત્યાર બાદ તેમને ઇંગ્લેંડમાં પ્રવેશ મળી શકશે. ક્રિસ ગેઇલ એ જવાબ આપ્યો કે, લોકો મારા પર વિશ્વાસ કરો કે તેણે તેની દુંદ ને છુપાવી છે. વ્યક્તિગત રુપે જોવામાં આવે તો તે વધારે ખરાબ દેખાય છે. આપ રેડ લિસ્ટમાં છો કેવિન પિટરસન. આ મારા થી પણ ઓછી વયનો છે.

પિટરસન ઇંગ્લેંડના ઇયોન મોર્ગન સહિત અનેક લોકો સાથે હાલમાં માલદિવ છે. તે આઇપીએલ 2021 માં કોમેન્ટ્રી કરી રહ્યો હતો. ટુર્નામેન્ટ સ્થગીત થતા હવે તે સ્વદેશ પરત ફરવાના ભાગરુપે માલદિવ અન્ય ખેલાડીઓ સાથે પહોંચ્યો છે.

Next Article