IPL 2021: ક્રિસ ગેઈલ અને યુઝવેન્દ્ર ચહલ ક્રિકેટ બાદ બોડી બિલ્ડીંગ પોઝિશનમાં નજર આવ્યા, જુઓ તસ્વીર

|

May 01, 2021 | 10:46 PM

ક્રિસ ગેઈલ (Chris Gayle) અને યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) વચ્ચે મેદાનમાં આમને સામને થયા હતા. મેચમાં ગેઈલે પોતાની બેટીંગ વડે ચહલ પર હાવી રહ્યો હતો અને તેની સામે દમદાર શોટ પણ રમ્યા હતા.

IPL 2021: ક્રિસ ગેઈલ અને યુઝવેન્દ્ર ચહલ ક્રિકેટ બાદ બોડી બિલ્ડીંગ પોઝિશનમાં નજર આવ્યા, જુઓ તસ્વીર
Chris Gayle-Yuzvendra Chahal

Follow us on

આઈપીએલ 2021માં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers
Bangalore) વચ્ચે શુક્વારે મેચ રમાઈ હતી. જેમાં ક્રિસ ગેઈલ (Chris Gayle) અને યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) વચ્ચે મેદાનમાં આમને સામને થયા હતા. મેચમાં ગેઈલે પોતાની બેટીંગ વડે ચહલ પર હાવી રહ્યો હતો અને તેની સામે દમદાર શોટ પણ રમ્યા હતા.

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મેચ ખતમ થયા બાદ યુનિવર્સ બોસ એટલે કે ગેઈલ અને ચહલ વધુ એક બાબતમાં કોમ્પિટીશન કરતા નજરે ચઢ્યા હતા. ચહલ અને ગેઈલ બંને વચ્ચે બોડી દેખાડવાની હોડ મચી હતી અને બંને બોડી બિલ્ડરોની માફક પોઝ આપતા જોવા મળ્યા હતા. જે તસ્વીરો સોશિયલ મીડિયા પર તેના ફોટા ખૂબ વાયરલ થવા લાગ્યા છે.

 

તસ્વીર જોઈને જાણે એમ લાગે કે બોડી બિલ્ડીંગની જ કોમ્પિટીશન ક્રિકેટ ના મેદાનમાં યોજાઈ રહી હશે. ક્રિસ ગેઈલ અને યુઝવેન્દ્ર ચહલ બંને શર્ટ ઉતારીને બોડી પોઝ આપી રહ્યા છે. જ્યારે આરસીબીનો એક ખેલાડી પણ તે બંનેની તસ્વીર લેતો જોવા મળી રહ્યો છે. ચેહલ અને ગેઈલ ફોટોમાં સ્માઈલ કરી રહ્યા છે.

 

 

પંજાબ કિંગ્સે એક તરફી મેચમાં રોયલ ચેલેન્જર્સને 34 રનથી હરાવ્યુ હતુ. પંજાબ તરફથી કેપ્ટન કેપ્ટન કેએલ રાહુલે 91 રનની અણનમ ઈનીંગ રમી હતી. બોલીંગમાં હરપ્રિત બ્રારે જબરદસ્ત બોલીંગ કરતા ચાર ઓવરમાં 19 રન આપીને ત્રણ મોટી વિકેટ ઝડપ હતી. જ્યારે રવિ કિશને પણ 2 વિકેટ ઝડપી હતી.

 

હરપ્રિત બ્રારે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલને સળંગ બે બોલમાં ક્લીન બોલ્ડ કર્યા હતા. જ્યારે આગળની ઓવરમાં પ્રથમ બોલ પર જ એબી ડિવિલીયર્સની વિકેટ પણ ઝડપી હતી. આમ આ રીતે પંજાબ કિંગ્સ સામે આ બોલરે લગભગ 7 બોલમાં જ કોહલી, મેક્સવેલ અને ડિવિલીયર્સને પેવેલિયન મોકલી આપ્યા હતા. 180 રનના લક્ષ્યનો પીછો કરતા 8 વિકેટ ગુમાવી 145 રન જ બેંગ્લોર બનાવી શક્યુ હતુ. પંજાબની આ સિઝનમાં ત્રીજી જીત છે, જ્યારે આરસીબીએ આ બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

 

આ પણ વાંચો: MI VS CSK, LIVE SCORE, IPL 2021 :3 ઓવરમાં 3 વિકેટ, ડીકોક, રોહિત શર્મા અને સૂર્ય કુમાર OUT

Next Article