AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ચેતન સાકરીયાને એકટ્રેસ અનન્યા પાંડેની સાથે બીચ ડેટ પર જવુ છે, જુઓ આકાશસિંહ સાથેનો મજેદાર વીડિયો

આઇપીએલની શરુઆત સાથે ટીમો અને ખેલાડીઓની મસ્તી પણ શરુ થઈ છે. આઈપીએલની ફ્રેન્ચાઈઝી પોત પોતાના ફેન્સથી કનેક્ટ થવાને લઈને અનેક પ્રકારના ફંડા અપનાવી રહી છે.

IPL 2021: ચેતન સાકરીયાને એકટ્રેસ અનન્યા પાંડેની સાથે બીચ ડેટ પર જવુ છે, જુઓ આકાશસિંહ સાથેનો મજેદાર વીડિયો
Chetan Sakaria-Ananya Pandey
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 14, 2021 | 11:55 PM
Share

આઇપીએલની શરુઆત સાથે ટીમો અને ખેલાડીઓની મસ્તી પણ શરુ થઈ છે. આઈપીએલની ફ્રેન્ચાઈઝી પોત પોતાના ફેન્સથી કનેક્ટ થવાને લઈને અનેક પ્રકારના ફંડા અપનાવી રહી છે. આવામાં રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં બે યુવા બોલરો આકાશસિંહ (Akash Singh) અને ચેતન સાકરીયા (Chetan Sakariya)એ મસ્તી ભરી વાત કરી છે. બંનેએ પોતાની પસંદ ના પસંદ અને પોતાના સપનાઓ વિશે વાત કરી છે. આ દરમ્યાન આકાશ સિંહે બતાવ્યુ હતુ કે, તે અંબાણી બનવા ઈચ્છે છે

ત્યારે ચેતન સાકરીયાએ કહ્યુ કે તે અનન્યા પાંડે (Ananya Panday)ને ડેટ પર લઈ જવા ઈચ્છે છે. આકાશ અને ચેતન બંને ડાબોડી બોલર છે. આકાશ રાજસ્થાનનો રેહવાસી છે. તે 2020માં અંડર 19 વિશ્વકપની ફાઈનલ સુધી પહોંચનારી ભારતીય ટીમ (Team India)નો હિસ્સો હતો. જ્યારે ચેતન સાકરીયા ગુજરાતના ભાવનગરનો છે. તે સૌરાષ્ટ્રની ટીમ વતી ઘરેલુ ક્રિકેટ રમે છે. તેણે પંજાબ કિંગ્સ સામે પોતાનું આઈપીએલ ડેબ્યૂ કર્યુ હતુ.

આકાશ સિંહે વાતચીત દરમ્યાન ચેતનને કહ્યુ હતુ કે, યુવરાજ સિંહ તેના આદર્શ છે. તેણે કહ્યું કે બાળપણમાં જે છગ્ગા લગાવતો હતો, તે પસંદ આવતા હતા. એટલે જે તેને યુવરાજ સિંહ પસંદ છે, ચેતન સાકરિયાએ બતાવ્યુ કે, તેણે પણ બેટ્સમેનના રુપમાં જ ક્રિકેટમાં રમત શરુ કરી હતી. તેણે એ પણ કહ્યુ કે તારે જમીન પર ફિલ્મ જોઈ તે રડી પડ્યો હતો. કારણ કે તે ફિલ્મ ખૂબ જ ઈમોશનલ લાગી હતી. તેનાથી તે કનેકટેડ મહસૂસ કરી રહ્યો હતો. ચેતને કહ્યુ હતુ કે તે અનન્યા પાંડેને ડેટ પર લઈ જવા માંગે છે. તે ખૂબ જ ખૂબસુરત છે. અનન્યાની સાથે તે બીચ પર ડેટ પર જવા ઈચ્છે છે, જ્યાં તેની સાથે કોફી પીશે.

ચેતન સાકરિયાએ કહ્યુ હતુ કે, તે પોતાના માતા પિતાના તમામ સપનાઓને પુરા કરવા માંગે છે. આકાશ અને ચેતન વચ્ચે એક બીજાના બોલ પર સૌથી વધારે રન બનાવવા ના સવાલ પર ખૂબ મસ્તી મજાક થઈ હતી. બંનેએ કહ્યુ હતુ કે તે જ જીતશે અને તેઓ જ વધારે છગ્ગા લગાવશે. આ દરમ્યાન બંને એ નક્કી કર્યુ હતુ કે, તેમના વચ્ચે એક એક ઓવરનો મુકાબલો થશે.

અંબાણીની જીંદગી જીવવા ઈચ્છે છે આકાશ સિંહ

આકાશ સિંહે પોતાના વિશે બતાવતા કહ્યુ હતુ કે, તેને કૂતરાંઓથી ખૂબ ડર લાગે છે. તેણે તેનાથી જોડાયેલો બાળપણનો એક કિસ્સો પણ સંભળાવ્યો હતો. તેમાં તેણે કહ્યુ હતુ કે, એકવાર ગામમાં એક કુતરો પાછળ પડ્યો હતો. મોટી મુશ્કેલીથી તેણે દોડીને જીવ બચાવ્યો હતો. જ્યારે તેને પુછવામાં આવ્યુ કે તે કેવી વ્યક્તિ જેવી જીંદગી જીવવા માંગે છે? તેના જવાબમાં તેણે આકાશ અને અંબાણીનું નામ લીધુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, જોવા માંગુ છું કે, તેમની શું મઝા છે.

તો ચેતને પણ તેના આ જવાબથી ખુશ થઈ ગયો હતો. તેણે આકાશની પસંદગીના વખાણ કર્યા હતા. તેને આગળ એ પણ પૂછવામાં આવ્યુ કે જો તે એક દિવસ માટે અંબાણી બની ગયો તો તે શું કરશે. આકાશે આ સવાલને હસતા હસતા ટાળી દીધો હતો. તેણે કહ્યુ હતુ કે, તે આ નહીં બતાવી શકે એમ. આકાશ એ આગળ એ પણ કહ્યુ કે, સ્પેશિયલ ઓપ્સ તેની પસંદીદ વેબ સિરીઝ છે. સાથે જ અક્ષય કુમારની હોલીડે ફિલ્મ ને તે પોતાની પસંદગીની ફિલ્મ ગણાવી હતી.

આ પણ વાંચો: IPL 2021 RCBvsSRH: બેંગ્લોરના શાહબાઝની એક ઓવરે હૈદરાબાદના હાથમાં રહેલી બાજી પલટી દેતા 6 રને જીત

g clip-path="url(#clip0_868_265)">