IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સ એ પંજાબ સામે આસાન જીત મેળવતા જ પોઇન્ટ ટેબલ લગાવી છલાંગ

|

Apr 17, 2021 | 11:46 AM

આઇપીએલ 2021 ની આઠમી મેચ શુક્રવારે પંજાબ કિંગ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings vs Punjab Kings) વચ્ચે રમાઇ હતી. જે મેચને એમએસ ધોની (MS Dhoni) ની ટીમ CSK એ એક તરફી રીતે 6 વિકેટે જીતી લીધી હતી.

IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સ એ પંજાબ સામે આસાન જીત મેળવતા જ પોઇન્ટ ટેબલ લગાવી છલાંગ
Chennai Super Kings

Follow us on

આઇપીએલ 2021 ની આઠમી મેચ શુક્રવારે પંજાબ કિંગ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings vs Punjab Kings) વચ્ચે રમાઇ હતી. જે મેચને એમએસ ધોની (MS Dhoni) ની ટીમ CSK એ એક તરફી રીતે 6 વિકેટે જીતી લીધી હતી. કેએલ રાહુલ (KL Rahul) ની કેપ્ટનશીપમાં પંજાબ ની આ હાર થી ટીમને પોઇન્ટના મામલામાં ખાસ્સુ નુકશાન પહોંચ્યુ છે. પંજાબ હવે પોઇન્ટ ટેબલમાં 7માં સ્થાન પર સરકી ગયુ છે. તો ચેન્નાઇ ની ટીમ એક જીત થી આઠમાંથી સીધા બીજા સ્થાન પર પહોંચી ગઇ છે. તેનુ કારણ એ છે કે, પંજાબ સામે સીએસકે એ વિશાળ જીત નોંધાવી છે.

આ પોઇન્ટ ટેબલમાં અન્ય ટીમો પર નજર દોડાવવામાં આવે તો ચાર પોઇન્ટ સાથે વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી RCB ટોપ પર છે. જ્યારે મુંબઇ ઇન્ડીયન્સ 2 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. પાછળની મેચમાં જીતની નજીક પહોંચીને હારવા વાળી ટીમ દિલ્હી કેપિટલ્સ 2 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે.

આઇપીએલ 2021 ના પોઇન્ટ ટેબલમાં ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ વાળી સનરાઇઝર્સ હૈદરાબાદ એક માત્ર એવી ટીમ છે, જે બે મેચ રમવા છતાં એક પણ મેચ હજુ સુધી જીતી શકી નથી. ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં કોઇ જ પોઇન્ટ વિના સૌથી અંતિમ સ્થાન પર છે. સાથે જ તેનો નેટ રન રેટ પણ સૌથી ખરાબ છે. ટુર્નામેન્ટમાં શનિવારે પાંચ વખતની આઇપીએલ ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Mumbai Indians vs Sunrisers Hyderabad) વચ્ચે મેચ રમાનારી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
IPL 2021 પોઇન્ટ ટેબલ
ક્રમ ટીમ મેચ જીત હાર નિર્ણિત નેટ રન રેટ પોઇન્ટસ
1 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2 2 0 0 +0.175 4
2 ચેન્નાઇ સુપર કિંગ્સ 2 1 1 0 +0.616 2
3 મુંબઇ ઇન્ડીયન્સ 2 1 1 0 +0.225 2
4 દિલ્હી કેપિટલ્સ 2 1 1 0 +0.195 2
5 રાજસ્થાન રોયલ્સ 2 1 1 0 +0.052 2
6 કલકત્તા નાઇટ રાઇડર્સ 2 1 1 0 +0.000 2
7 પંજાબ કિંગ્સ 2 1 1 0 -0.909 2
8 સનરાઇઝર્સ હૈદરાબાદ 2 0 2 0 -0.400 0

IPL 2021 પોઇન્ટ ટેબલ ક્લિક કરો અને દરેક ટીમના નેટ રનરેટ સાથેના પોઈન્ટ નિહાળો

Next Article