IPL 2021: બાયોબબલમાં રહી ટુર્નામેન્ટ Live કરનારા બ્રોડકાસ્ટર્સ મેમ્બરના કરાશે 10 હજાર કોરોના ટેસ્ટ

|

Apr 08, 2021 | 2:41 PM

આવતીકાલે શુક્રવારની સાંજ ક્રિકેટ જગતના માટે ઉત્સાહિત કરનારી હશે. ક્રિકેટ ચાહકોને IPL 2021 ભરપુર મનોરંજન પુરુ પાડશે અને દેશ વિદેશના ચાહકોની આતુરતાનો અંત આવશે.

IPL 2021: બાયોબબલમાં રહી ટુર્નામેન્ટ Live કરનારા બ્રોડકાસ્ટર્સ મેમ્બરના કરાશે 10 હજાર કોરોના ટેસ્ટ
IPL

Follow us on

આવતીકાલે શુક્રવારની સાંજ ક્રિકેટ જગતના માટે ઉત્સાહિત કરનારી હશે. ક્રિકેટ ચાહકોને IPL 2021 ભરપુર મનોરંજન પુરુ પાડશે અને દેશ વિદેશના ચાહકોની આતુરતાનો અંત આવશે. જોકે દરમ્યાનમાં કોરોનાનુ સંક્રમણ દેશમાં વધી રહ્યુ છે, બીજી તરફ આઇપીએલનુ આયોજન BCCI માટે પડકાર થી કમ નથી. IPL 2021 ને સફળ બનાવવા માટે BCCI એ બ્રોડકાસ્ટર માટે બાયોબબલ ખૂબ લાંબુ અને ખૂબજ આકરુ બનાવ્યુ છે. કારણ કે પુરી ટુર્નામેન્ટમાં ક્રિકેટરોની સૌથી વધારે નજીક બ્રોડકાસ્ટર (IPL Broadcasters) સ્ટાફ હશે. જેને ધ્યાને રાખીને પુરી ટુર્નામેન્ટમાં બ્રોડકાસ્ટીંગ ટીમના 10 હજાર થી વધારે RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. સાથે જ તેમના માટે ચાર બાયોબબલ એક સાથે કામ કરી રહ્યા છે. શરદી ખાંસી જેવા સામાન્ય વર્તનમાં પણ આઇસોલેટ કરવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

આઇપીએલની અધિકૃત બ્રોડકાસ્ટ સંસ્થા ના સંજોગ ગુપ્તા (Sanjog Gupta) એ કહ્યુ હતુ કે, ક્રિકેટરો સિવાય 750 જેટલા બ્રોડકાસ્ટીંગ ક્રૂ મેમ્બર્સ અને કોમેન્ટેટર હાલમાં બાયોબબલમાં છે. આઇપીએલના પ્રથમ તબક્કામાં ચાર બાયોબબલ એક સાથે કામ કરી રહ્યા છે. એક ચેન્નાઇમાં અને ત્રણ મુંબઇમાં છે. ચેન્નાઇ અને મુંબઇની મેચ બાદ અમદાવાદ અને દિલ્હીમાં બાયોબબલ રહેશે. જોકે મુંબઇમાં બે બાયોબબલ પુરી ટુર્નામેન્ટ દરમ્યાન ચાલુ રહેશે.

બાયોબબલમાં પ્રવેશ પહેલા કોવિડ રિપોર્ટ નેગેટીવ હોવો જોઇએ, ત્યાર બાદ પણ હોટલમાં સાત દિવસ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવી રહ્યા છે. અહી તમામના ત્રણ RT PCR ટેસ્ટ કરવામાં આવે છે. ત્યાર બાદ બાયોબલ પ્રવેશ મળે છે. અહી તમામના કલર ઝોન નક્કી કરવામાં આવ્યા છે. જેના માટે જે ઝોન નક્કિ કરવામાં આવ્યા છે તે, તેમાં જ રહી શકે છે. જેના થી આંતરીક સંપર્ક ઘટાડી શકાય છે. આમ સંક્રમણ લાગે તો તેને વધારે પ્રસરતુ અટકાવી શકાય છે. દિવસમાં બે વાર તમામ ઉપકરણોને સેનીટાઇઝ કરવામાં આવી રહ્યા છે, સાથે દર ત્રીજા દિવસે પરીક્ષણ કરવામાં આવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

IPL 2021 ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ક્રિકેટરો કરતા પણ વધારે લાંબા સમયનુ છે બ્રોડકાસ્ટર્સ બાયોબબલ. આઇપીએલ ટુર્નામેન્ટ 53 દિવસ ચાલતી હોય છે, જ્યારે બ્રોડકાર્સ્ટર્સ બાયોબબલ 70 થી 90 દિવસ લાંબો ચાલવાની યોજના ઘડવામાં આવે છે. ટુર્નામેન્ટ શરુ થવાના 15 દિવસ પહેલા થી જ ક્રૂ ટીમ ને નિયત સ્થળે બોલાવી લેવામાં આવે છે. આમ ક્રિકેટરો કરતા પણ વધારે લાંબો સમય બાયોબબલમાં ક્રૂ મેમ્બર ગાળતા હોય છે. ક્રૂ મેમ્બર પર કામનો ભાર ટુર્નામેન્ટ દરમ્યાન વધારે રહેતો હોય છે. બ્રોડકાસ્ટીંગનો સંપુર્ણ કાર્યક્રમ ખૂબ જટીલ રહેતો હોય છે.

બ્રોડકાસ્ટર્સના બાયોબબલમાં 750 સભ્યો રહેતા હોય છે, જયારે બીસીસીઆઇ ના બાયોબબલમાં 100 થી 150 લોકો રહેતા હોય છે. આયોજન સ્થળ પર બાયોબબલ બીસીસીઆઇ અને બ્રોડકાસ્ટર્સ સંસ્થા મળીને કરતા હોય છે. જેમાં ચેન્નાઇ અને મુંબઇમાં બાયોબબલ વેન્યૂ આવેલા છે. જે બીસીસીઆઇ અને બ્રોડકાસ્ટર્સે સાથે મળીને તૈયાર કર્યા છે. હાલમાં ચાર બાયોબબલ ક્રૂ મેમ્બર્સ માટે એક સાથે કામ કરી રહ્યા છે, જે પૈકી બે બાયોબબલ બ્રોડકાસ્ટર્સે પોતાના તૈયાર કર્યા છે. કારણ કે સેન્ટ્રલ પ્રોડકશન મુંબઇ થી થતુ હોય છે, જેને લઇને અહી નિયમીત બાયોબબલ રાખવામા આવી રહ્યુ છે. બાકીના સ્થળો પર જરૂરીયાત મુજબ બાયોબબલ બદલતા રહેવામાં આવે છે.

Next Article