IPL 2021: બોલીવુડ અભિનેતા એ ‘ગુગલી બોલીંગ’ કરી, ક્રિકેટ માહોલ વચ્ચે શેર કરેલો વિડીયો થયો ખૂબ વાયરલ

|

Apr 16, 2021 | 11:43 AM

હાલમાં ઇન્ડીયન પ્રિમીયર લીગ 2021 (IPL 2021) નો ફિવર પણ ક્રિકેટ ચાહકોમાં ફેલાવા લાગ્યો છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે આકર્ષણ ધરાવતી આઇપીએલ ટુર્નામેન્ટ ની શરુઆત બાદ 7 મેચ રમાઇ ચુકી છે.

IPL 2021: બોલીવુડ અભિનેતા એ ગુગલી બોલીંગ કરી, ક્રિકેટ માહોલ વચ્ચે શેર કરેલો વિડીયો થયો ખૂબ વાયરલ
Bollywood actor 'googly bowling'

Follow us on

હાલમાં ઇન્ડીયન પ્રિમીયર લીગ 2021 (IPL 2021) નો ફિવર પણ ક્રિકેટ ચાહકોમાં ફેલાવા લાગ્યો છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે આકર્ષણ ધરાવતી આઇપીએલ ટુર્નામેન્ટ ની શરુઆત બાદ 7 મેચ રમાઇ ચુકી છે. આ દરમ્યાન બોલીવુડમાં પણ આઇપીએલ અને ક્રિકેટનુ આકર્ષણ જોવા મળી રહ્યુ છે. બોલીવુડ (Bollywood) ના મશહૂર અભિનેતા સુનિલ શેટ્ટી (Suniel Shetty) એ પણ પોતાના ક્રિકેટ રમતો એક વિડીયો શેર કર્યો છે. સુનિલ શેટ્ટી આ વિડીયોમાં ગુગલી બોલ (Googly Ball) ફેંકતા નજરે આવી રહ્યા છે. જે વિડીયો તેમણે સોશિયલ મિડીયા પર શેર કર્યો છે અને જેને ફેંસ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

અભિનેતા સુનિલ શેટ્ટી ને આ વિડીયોમાં જોઇ શકાય છે કે, બેટ્સમેન ને ગુગલી બોલ ફેંકે છે. જે ગુગલી બોલ પર બેટ્સમેન કેચ આપી બેસે છે. વિ઼ડીયોના કેપ્શનમાં તેણે લખ્યુ હતુ કે, ગુગલી હંમેશા કામ કરતી હોય છે. આઇપીએલ 2021 ના માહોલ વચ્ચે સુનિલ શેટ્ટીનો આ વિડીયો હાલમાં ખૂબ જોવાઇ રહ્યો છે. આમ પણ ક્રિકેટ થી ખૂબ આકર્ષણ સુનિલ શેટ્ટી ધરાવે છે. તે જ્યારે પણ મોકો મળે ત્યારે ક્રિકેટ રમી લેતો હોય છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સુનિલ શેટ્ટીના  આ વિડીયોને 6 લાખ થી વધારે વખત જોવાાં આવ્યો છે. સુનિલ શેટ્ટીના બોલીવુડ કેરિયરની વાત કરવામાં આવે તો, તે લગભગ 120 ફિલ્મોમાં કામ કર્યુ છએ. તેમણે બોલીવુડ માં પોતાનુ સ્થાન એકશન હિરોના રુપમાં બનાવ્યુ છે. સુનિલ શેટ્ટી એ ફિલ્મ બલવાન થી પોતાની ફિલ્મી કેરિયરની શરુઆત કરી હતી. આજે તે સફળ અભિનેતા સાથે સાથે એક સફળ બિઝનેશમેન પણ ઉભરી ચુક્યો છે. સુનિલ શેટ્ટી એ બલવાન, વક્ત હમારા, દિલવાલે, મોહરા, ગોપી કિશન, સુરક્ષા, વિશ્વાસઘાત, કૃષ્ણા, બોર્ડર, રક્ષક, હેરાફેરી, રેફ્યુઝી, ધડકન જેવી ફિલ્મોમાં પણ પોતાનો અભિયન આપી ચુક્યા છે.

Next Article