IPL 2021: મેચ હારવા છતાં પણ ટીમને લઇને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને કહી મોટી વાત

|

Apr 30, 2021 | 11:52 AM

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ માટે અત્યાર સુધી કંઇજ ખાસ રહ્યુ નથી. ટીમ એ કુલ છ મેચ રમી છે, જેમાં માત્ર બે મેચમાં જ જીત નસીબ થઇ છે.

IPL 2021: મેચ હારવા છતાં પણ ટીમને લઇને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને કહી મોટી વાત
Rajasthan Royals

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ માટે અત્યાર સુધી કંઇજ ખાસ રહ્યુ નથી. ટીમ એ કુલ છ મેચ રમી છે, જેમાં માત્ર બે મેચમાં જ જીત નસીબ થઇ છે. ગુરુવારે મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાને સાત વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ સંજૂ સેમસને (Sanju Samson) બતાવ્યુ હતુ કે, આ હાર બાદ પણ તેને પોતાની ટીમ પર ગર્વ છે.

અનેક સ્ટાર ક્રિકેટરો ને અલગ અલગ કારણો થી ગુમાવવા બાદ પણ સેમસને કહ્યુ હતુ કે, તેમની ટીમ ની નજર હવે મેચ જીતવા પર ટકેલી છે. અમે અમારા ખેલાડીઓ પર ભરોસો કરી રહ્યા છીએ અને અમારી ટીમ પર પણ. અમને ખ્યાલ છે કે, મુશ્કેલ સમય થી પસાર થઇ રહ્યા છીએ, સ્ટાર ખેલાડી ખેલાડી અમારી સાથે નથી, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, લિયામ લિવિંગસ્ટોન નો તેમા સમાવેશ થાય છે. જોકે સાથે મને અમારી ટીમ પર ગર્વ છે કે, માહોલ પોઝિટીવ છે, અમારી નજર હવે આવનારી મેચની જીત પર ટકેલી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સેમસને સાથે જ કહ્યુ હતુ કે, ટીમ ના ખેલાડીઓમાં દેશમાં હાલમાં કોવિડ 19 ની વર્તમાન પરિસ્થિતીની ચર્ચા કરાઇ હતી. સેમસને કહ્યુ હતુ કે, અમે આ મેચમાં 20 થી 25 રન ઓછા બનાવ્યા હતા. અમે બેટીંગ માં સારુ પ્રદર્શન કરી રહ્યા છીએ, જોકે ફિનીશ સારી રીતે નથી કરી રહ્યા. બોલર્સ પણ પોતાનુ કામ સારી રીતે કરી રહ્યા છે, જોકે બેટ્સમેન ના રુપે અમારે તેમનો બચાવ કરવા માટે સારો સ્કોર આપવો પડશે. આ વિકેટ સારી હતી. અને બેટ પર સારી રીતે બોલ આવી રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સ એ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં ચાર વિકેટ પર 171 રન બનાવ્યા હતા. જવામાં મુંબઇ ઇન્ડીયન્સ એ 18.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 173 રન બનાવીને મેચ જીતી હતી.

Next Article