IPL 2021: મુંબઈમાં વકરતા જતા કોરોનાને લઈ BCCIએ તૈયાર કર્યો પ્લાન-B, આ શહેર હોઈ શકે નવુ યજમાન

|

Apr 03, 2021 | 8:10 PM

IPL 2021 શરુ થવાના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યાં જ હવે કોરોના પણ શરુઆત પહેલા જ IPLને હચમચાવવા લાગ્યો. ત્રણ ટીમો અને વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં કોરોના સંક્રમણ ફેલાયુ છે.

IPL 2021: મુંબઈમાં વકરતા જતા કોરોનાને લઈ BCCIએ તૈયાર કર્યો પ્લાન-B, આ શહેર હોઈ શકે નવુ યજમાન
IPL 2021

Follow us on

IPL 2021 શરુ થવાના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યાં જ હવે કોરોના પણ શરુઆત પહેલા જ IPLને હચમચાવવા લાગ્યો. ત્રણ ટીમો અને વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં કોરોના સંક્રમણ ફેલાયુ છે. કોરોનાએ BCCIની આ મહત્વની લીગ સાથે જોડાયેલા ખેલાડીઓ અને સ્ટાફને નિશાને લીધા છે. IPL 2021નું આયોજન ભારત ના છ શહેરોમાં કરવામાં આવ્યુ છે, જે પૈકી મુંબઈ (Mumbai) પણ એક શહેર આયોજનનો હિસ્સો છે. કોરોનાનું સૌથી વધુ સંક્રમણ વધી રહ્યુ છે. પાછળના કેટલાક દિવસથી અહીં 40,000 કેસ રોજ સામે આવી રહ્યા છે. હવે ડર એ વાતનો છે કે, ક્યાંક ટુર્નામેન્ટની શરુઆત બાદ કોરોના સંક્રમણ મુંબઈમાં થનારી મેચ માટે રુકાવટના બની જાય. જોકે તેને ધ્યાને રાખીને BCCIએ પણ પ્લાન બી તૈયાર કર્યો છે.

 

દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને BCCIની નજર હવે વધુ તેજ બની ગઈ છે. કારણ કે તેના માટે સૌથી મોટો ચિંતાનો વિષય મુંબઈને લઈને છે. કોરોના ક્યાંક તેના મહત્વના વેન્યૂને ટુર્નામેન્ટમાંથી છીનવી ના લે તેની ચિંતા બીસીસીઆઈને સતાવી રહી છે. ટુર્નામેન્ટના રોમાંચને ફિકો ના પાડી દે એ માટે જ બીસીસીઆઈએ હવે પ્લાન બી બનાવી લીધો છે. તેમણે મુંબઈના સ્થાનને બદલે હૈદરાબાદને બેકએપ પ્લાન તરીકે તૈયાર રાખ્યુ છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

હકીકતમાં બીસીસીઆઈને બેકઅપના સ્વરુપે તૈયાર કરી દેવાનો આઈડીયા બીસીસીઆઈને સૂઝવાનું પણ કારણ હતુ. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે શુક્રવારે રાજ્યને સંબોધિક કરનારા હતા અને લોકડાઉન લગાવવાનો સંકેત આપ્યો હતો. તેનાથી બીસીસીઆઈને બેકઅપ પ્લાન વિશે વિચારવાની સ્થિતી સર્જાઈ હતી. જોકે એમ કહેવામાં આવી રહ્યુ છે કે, બીસીસીઆઈને મહારાષ્ટ્ર સરકાર તરફથી એમ કહેવામાં આવ્યુ છે કે, લોકડાઉનની સ્થિતી વચ્ચે પણ આઈપીએલના આયોજનને કોઈ જ અસર નહીં પહોંચે. કારણ કે ટીમ બાયોબબલમાં હશે. ભારતીય ક્રિકેટ બોર્ડે જોકે પોતાની તૈયારીઓ પણ તમામ બાબતોને ધ્યાન રાખીને કરી લીધી છે.

 

આ દરમ્યાન ક્રિકઈન્ફો સાથેની વાતચીત દરમ્યાન કેટલીક ફેન્ચાઈઝીઓએ બતાવ્યુ હતુ કે, તેમને પણ હાલમાં હૈદરાબાદ મુવ કરવાને લઈને જાણકારી બોર્ડ તરફથી મળી નથી. જોકે તેઓ આશ્વત છે કે, ટુર્નામેન્ટ છ શહેરોમાં જ યોજવામાં આવશે.

 

આ પણ વાંચો: ICC: કોરોનાકાળની કપરી સ્થિતીને લઈ તકલીફ ભોગવતા ક્રિકેટ બોર્ડને ICC આર્થિક સહાય કરશે

Next Article