IPL 2021: માલદિવથી ઓસ્ટ્રેલીયાનાં ખેલાડીઓ સ્વદેશ પરત પહોંચશે, પહોંચ્યા બાદ આનું ધ્યાન રાખવુ પડશે

|

May 15, 2021 | 12:07 PM

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ને કોરોના સંક્રમણ (Corona virus) ને લઇને 29 મેચ બાદ સ્થગીત કરી દેવી પડી હતી. જેને લઇને વિદેશી ખેલાડીઓને પરત સ્વદેશ ફરવાને લઇને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

IPL 2021: માલદિવથી ઓસ્ટ્રેલીયાનાં ખેલાડીઓ સ્વદેશ પરત પહોંચશે, પહોંચ્યા બાદ આનું ધ્યાન રાખવુ પડશે
Australian player

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ને કોરોના સંક્રમણ (Corona virus) ને લઇને 29 મેચ બાદ સ્થગિત કરી દેવી પડી હતી. જેને લઇને વિદેશી ખેલાડીઓને પરત સ્વદેશ ફરવાને લઇને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને ઓસ્ટ્રેલીયાની સરકારે (Australian Government) ભારતથી આવતા પ્રવાસીઓ માટે આકરા નિયમો અને બોર્ડર સીલ કરવાને લઇ ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો (Australian cricketers) ની મુશ્કેલી વધી ગઇ હતી. જોકે ભારતથી માલદિવ (Maldives) પહોંચી રોકાયેલા ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો રવિવારે હવે સ્વદેશ પરત પહોંચી જશે.

પ્રતિબંધોને લઇને આઇપીએલ નો હિસ્સો રહેલા ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, કોમેન્ટેટર માઇકલ સ્લેટર સહિતના ખેલાડીઓ માલદિવમાં રોકાઇને દિવસો પસાર કરી રહ્યા હતા. આ ક્રિકેટરો માલદિવ થી જ ઓસ્ટ્રેલીયા પહોંચશે. આઇપીએલનો હિસ્સો રહેલા 35 ઓસ્ટ્રેલીયન મેમ્બરો પોતાના દેશ પરત પહોંચશે, જ્યાં તેમને વીઆઇપીએ ટ્રીટમેન્ટ પુરી પાડવામાં આવશે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મીડિયા રિપોર્ટસ મુજબ રિપોર્ટ નુ મુજબ, ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને બ્રોડકાસ્ટીંગ ટીના સદસ્યો જ્યારે સ્વદેશ પહોંચશે ત્યારે તેમને વીઆઇપી ટ્રીટમેન્ટ અપાશે. માલદિવ થી ઓસ્ટ્રેલીયા પહોંચનાર તમામ સભ્યોને સિડનીની હોટલમાં 14 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેશે. તો ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓના હવાઇ પ્રવાસનો ખર્ચ બીસીસીઆઇ ઉઠાવશે. ઓસ્ટ્રેલીયાનો આ સમુહ રવિવારે સિડનીની ત્રણ હોટલોમાં ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવશે.

કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમોમાં કોરોના સંક્રમણ ને લઇને આઇપીએલ ટુર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલીયા એ કોરોના મહામારીની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહેલા ભારત થી ઓસ્ટ્રેલીયા આવી રહેલા પ્રવાસીઓ માટે 15 મે સુધી પ્રતિબંધ લગાવાયો હતો. જે નિર્ણય ઓસ્ટ્રેલીયા એ આઇપીએલ સ્થગીત કરવા પહેલા જ આ પ્રતિબંધ મુક્યો હતો.

Next Article