IPL 2021 Auction: ધોની, ફ્લેંમીંગ અને પોન્ટીંગ જેવા દિગ્ગજો રહેશે ગેરહાજર, ચેન્નાઈની બદલાઈ પરંપરા

|

Feb 18, 2021 | 10:15 AM

કોરોના વચ્ચે આ વર્ષે આઈપીએલ 2021 ઓકશન (IPL 2021 Auction) ચેન્નાઈમાં ગુરુવારે યોજાનાર છે. ટીમોના માલિક, કોચ અને મેનેજમેન્ટ ટીમના લોકો પહેલાથી જ ચેન્નાઈ પહોંચી ચુક્યા છે.

IPL 2021 Auction: ધોની, ફ્લેંમીંગ અને પોન્ટીંગ જેવા દિગ્ગજો રહેશે ગેરહાજર, ચેન્નાઈની બદલાઈ પરંપરા

Follow us on

કોરોના વચ્ચે આ વર્ષે આઈપીએલ 2021 ઓકશન (IPL 2021 Auction) ચેન્નાઈમાં ગુરુવારે યોજાનાર છે. ટીમોના માલિક, કોચ અને મેનેજમેન્ટ ટીમના લોકો પહેલાથી જ ચેન્નાઈ પહોંચી ચુક્યા છે. આ વખતે ઓક્શનમાં 292 ખેલાડીઓની કિસ્મતનો ફેંસલો થવાનો છે. ફેન્સ એ વાતને લઈને ખૂબ ઉત્સાહિત હતા કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુકેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) આ વખતે ઓકશનમાં હિસ્સો લઈ શકે છે. જોકે ટીમના CEO કાશી વિશ્વનાથને એ વાતની પુષ્ટી કરી હતી કે,ફક્ત ધોની જ નહીં પણ પરંતુ ટીમના કોચ સ્ટીફન ફ્લેંમીગ પણ ઓકશનનો હિસ્સો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઘરેલુ શહેરમાં થનારી ઓકશનમાં ફેન્સને કેપ્ટન ધોની આવવાની આશા હતી.

 

આમ તો મહેન્દ્રસિંહ ધોનીએ અત્યાર સુધી આઈપીએલ ઓકશનમાં હિસ્સો નથી લીધો. પરંતુ જોકે સ્ટીફન ફ્લેંમીગ ઓક્શનમાં નહીં હોવુ એ ટીમ માટે મોટી મુશ્કેલી છે. ફ્લેમીંગ વર્ષ 2009થી લઈને અત્યાર સુધી ઓકશનમાં હિસ્સો રહ્યા છે. ભારત આવવા પર ફલેમિંગ એ ક્વોરન્ટાઈન નિયમોનું પાલન કરવુ પડતુ, જેને લઈને તેણે ઓકશનમાં હાજરીને ટાળી દીધી છે. ટીમના સીઈઓએ ઈનસાઇડ સ્પોર્ટ્સને કહ્યુ છે કે, ફ્લેંમીગ અને ધોની આઈપીએલ ઓકશન માટે ચેન્નાઈ નથી આવી રહ્યા, પરંતુ તેઓ સતત અમારા સંપર્કમાં રહેશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

CSKએ સિઝનની શરુઆત પહેલા હરભજનસિંહ, કેદાર જાદવ અને પિયુષ ચાવલા જેવા દિગ્ગજોને રીલીઝ કરી દીધા છે. આ ખેલાડીઓના જવાને લઈને ટીમમાં સ્પિનર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોને કમી વર્તાઈ ગઈ છે કે જે જરુરીયાતના સમયે બોલીંગ કરી શકે. ધોનીની ટીમ ઈને સ્લોટને ભરવા માટે 6 ભારતીય અને એક વિદેશી ખેલાડીને ખરીદી શકે છે. ચેન્નાઈએ રોબિન ઉથ્થપાને રાજસ્થાન રોયલ્સથી લઈને પહેલાથી જ પોતાનો બેઝ મજબુત કરી દીધો છે.

 

દિલ્હી કેપીટલ્સના કોચ રિકી પોન્ટીંગ અને કેપ્ટન શ્રેયસ ઐયર પણ ચેન્નાઈમાં થનારા ઓકશનમાં હિસ્સો નહીં લે. પાછલા વર્ષે દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી. આ ઉપરાંત મહંમદ કેફ અને પ્રવિણ આમરે ઓકશન ટેબલ પર મોજૂદ હશે. તો RCB ના ડાયરેક્ટર માઇક હસન પણ ઓકશનમાં સામેલ હશે.

Published On - 11:51 pm, Wed, 17 February 21

Next Article