IPL 2021: આંદ્રે રસેલ છગ્ગા વરસાવી રહ્યો હતો, એક ભૂલને લઇ નિરાશ થઇ લાંબો સમય સીડીમાં ગૂમસૂમ બેસી રહ્યો

|

Apr 22, 2021 | 8:28 AM

ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે IPL 2021 ની મેચ બુધવારે મુંબઇમાં રમાઇ હતી. આ મેચમાં આંદ્રે રસેલ (Andre Russell) ની વિસ્ફોટક બેટીંગનો નજારો જોવા મળ્યો હતો.

IPL 2021: આંદ્રે રસેલ છગ્ગા વરસાવી રહ્યો હતો, એક ભૂલને લઇ નિરાશ થઇ લાંબો સમય સીડીમાં ગૂમસૂમ બેસી રહ્યો
Andre Russell

Follow us on

ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે IPL 2021 ની મેચ બુધવારે મુંબઇમાં રમાઇ હતી. આ મેચમાં આંદ્રે રસેલ (Andre Russell) ની વિસ્ફોટક બેટીંગનો નજારો જોવા મળ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના આ બેટ્સમેને 22 બોલમા 3 ચોગ્ગા અને 6 છગ્ગા ની મદદ થી 54 રન ફટકારી દીધા હતા. તેણે આ રન આએવા સમયે કર્યા હતા જ્યારે કલકત્તા મુશ્કેલ સ્થિતીમાં હતુ. જે અંદાજ થી તેણે રમતને આગળ વધારી હતી, તે જોઇને ચેન્નાઇના હાથમાંથી બાજી સરકતી લાગવા લાગી હતી.

આ દરમ્યાન જ જે થયુ એ જોઇને સૌ દંગ રહી ગયા. ચેન્નાઇ સુપર કિંગ્સના સેમ કરને (Sam Curran) આંદ્રે રસેલને એક ચાલાક બોલ પર ક્લીન બોલ્ડ કરી દીધો હતો. જે રીતે રસેલ આઉટ થયો તેની પર તેને ભરોસો જ ના રહ્યો. તે નિરાશ થઇને પરત ફર્યો હતો, પરંતુ ડ્રેસિંગ રુમ સુધી પહોંચવાને બદલે તે સીડીઓમાં જ બેસી ગયો હતો. લાંબા સમય સુધી તે કોઇજ પ્રતિક્રિયા વિના જ ત્યાં બેસી રહ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચેન્નાઇ એ 221 રનનુ લક્ષ્યાંક કલકત્તા ને આપ્યુ હતુ, જેનો પિછો કરતા કલકત્તાની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. 31 રનમાં જ કેપ્ટન ઇયોન મોર્ગન સહિત પાંચ મહત્વના ખેલાડીઓ આઉટ થઇ ચુક્યા હતા. આવામાં આંદ્રે રસેલ અને દિનેશ કાર્તિકે ટીમની જવાબદારી સંભાળી લીધી હતી. રસેલે બાજી પલટતી બેટીંગની શરુઆત કરી હતી. લુંગી એનગીડી અને દિપક ચાહરની ઓવરમાં જ મોટા શોટ લગાવી દીધા હતા. ત્યાર બાદ શાર્દૂલ ઠાકૂર ની ઓવરમાં 3 છગ્ગા સાથે 24 રન ફટકાર્યા હતા. જે ઓવરમાં બે બોલ વાઇડ રહી હતી. એવામાં કલકત્તા નાઇટ રાઇડર્સનો સ્કોર ઝડપ થી 97 રન પર પહોંચી ગયો હતો. રસેલ નુ એટેક જારી જ રહ્યુ હતુ, રવિન્દ્ર જાડેજા ના બાલ પર છગ્ગા સાથે તેણે 21 બોલમાં જ એર્ધશતક પુરુ કર્યુ હતુ. આ સિઝનમા તેનો આ શ્રેષ્ઠ સ્કોર હતો.

https://twitter.com/urmilpatel30/status/1384916639246917632?s=20

આંદ્રે રસેલ ની સાથે બીજી બાજુ થી દિનેશ કાર્તિક પણ હુમલો કરી રહ્યો હતો. આવામાં કલકત્તાનુ પલડુ એકાએક જ ભારે થઇ ગયુ હતુ. સૌની નજર પણ રસેલ પર લાગી ગઇ હતી. જોકે અહી જ મહેન્દ્રસિંહ ધોનીએ બોલીંગમાં બદલાવ કરીને સેમ કરનને બોલીંગ આપી હતી. ઇંગ્લેંડના આ બોલરે આવતા સાથે જ જાણે જાદુ કરી દીધો હતો. તેણે 12 મી ઓવરની બીજા બોલ પર જ રસેલને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. રસેલ જે અંદાજમાં આઉટ થયો હતો તે આશ્વર્ય જનક જ હતુ. તેણે વિચાર્યુ હતુ કે, કરન ઓફ સાઇડમાં વાઇડ એંગલ પર બોલ નાંખશે. આ વિચારીને જ તેણે શોટ રમવાનો વિચાર કર્યો, પરંતુ બોલ લેગ સ્ટંપ લાઇન પર પડ્યો અને રસેલ થાપ ખાઇ ગયો. તેણે બોલને વાઇડ સમજીને છોડ્યો અને તે ક્લીન બોલ્ડ થઇ ગયો હતો. તે બોલ ની લાઇનને પૂરી રીતે મિસ જજ કરી ગયો હતો.

Next Article