IPL 2021: શાહરુખ ખાનની માફી ભરી ટ્વીટ અને નિરાશા સામે આંન્દ્રે રસેલે આપ્યો કંઈક આવો જવાબ

|

Apr 14, 2021 | 10:00 PM

કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)એ મંગળવારે મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) સામે 10 રનથી શરમજનક હારનો સામનો કર્યો હતો. જેને લઈને KKR ફેન્ચાઈઝીના સહ માલિક અને બોલીવુડના સ્ટાર શાહરુખ ખાન (Shahrukh Khan) પણ નિરાશ થયા હતા.

IPL 2021: શાહરુખ ખાનની માફી ભરી ટ્વીટ અને નિરાશા સામે આંન્દ્રે રસેલે આપ્યો કંઈક આવો જવાબ
Andre Russell-Shah Rukh Khan

Follow us on

કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)એ મંગળવારે મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) સામે 10 રનથી શરમજનક હારનો સામનો કર્યો હતો. જેને લઈને KKR ફેન્ચાઈઝીના સહ માલિક અને બોલીવુડના સ્ટાર શાહરુખ ખાન (Shahrukh Khan) પણ નિરાશ થયા હતા. જીતની બાજી હારી જવાને લઈને તેમણે KKRના ફેન્સની માફી પણ માંગી હતી. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં આન્દ્રે રસેલ (Andre Russell)એ શાહરુખ ખાનની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રસેલે કહ્યુ હતુ કે, તે આ ટ્વીટને સપોર્ટ કરે છે, પરંતુ એક મેચ વિશ્વનો અંત નથી હોઈ શકતો. તેણે કહ્યુ કે, અમે બઘા આ હારથી નિરાશ છીએ, જોકે આવનારા સમયમાં કેકેઆર દમદાર વાપસી કરશે. આંદ્રે રસેલે શાહરુખ ખાનની ટ્વીટ પર પ્રતિક્રિયા આપવા ઉપરાંત પીચને પણ જવાબદાર ઠેરવી હતી. ઈયોન મોર્ગનની આગેવાનીવાળી કેકેઆરની ટીમ લગભગ પુરી મેચ દરમ્યાન દબદબો બનાવી રાખ્યો હતો. પરંતુ 153 રનના લક્ષ્ય પર પહોંચવા દરમ્યાન અંતિમ પાંચ ઓવરોમાં કલક્તાએ ઘુંટણ ટેકવી દીધા હતા.

 

કેકેઆરએ અંતિમ 27 બોલમાં ફક્ત 30 રન કરવાના હતા. પરંતુ રસેલ અને દિનેશ કાર્તિક જેવા મેચ ફિનિશર ટીમને જીત અપાવવાથી નિષ્ફળ નિવડ્યા હતા. 15 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફરેલા રસેલે મેચ બાદ કહ્યુ, આ બેટીંગ માટે મુશ્કેલ વિકેટ હતી. નવા બેટ્સમેન માટે ક્રિઝ પર ઉતરીને પહેલા બોલથી જ શોટ રમવા શરુ કરવુ એ સરળ નહોતુ. જે ખૂબ જ પડકારજનક હતુ. તેણે કહ્યુ હતુ કે, અસમાન ઉછાળ હતી જે બેટ્સમેનો માટે આસાન નહોતી. તમે કેટલા પણ સારા કેમ ના હોય, પરંતુ લયમાં આવવા માટે કેટલાક બોલ રમવા જરુરી હોય છે.

 

રસેલે આગળ પણ કહ્યુ હતુ કે, દિનેશ કાર્તિક જેવા સારા ફિનિશરના બેટ પર બોલ નહોતો આવી રહ્યો. મને લાગે છે કે, જો અમે કેટલીક બાઉન્ટ્રી ઝડી દેતા તો જીતી જતા. શાહરુખ ખાનની ટ્વીટને લઈને પૂછવામાં આવેલા સવાલ પર રસેલે કહ્યુ હતુ કે, હું તે ટ્વીટને સપોર્ટ કરુ છુ. નિશ્વિત રીતે અમે નિરાશ છીએ, પરંતુ હજુ બધુ ખતમ નથી ગયુ. આ અમારી બીજી મેચ હતી. રસેલે કહ્યુ ભૂલોથી જ શીખીશું અને આગળની મેચમાં વાપસી કરીશુ. અમે ફરીથી રણનિતી તૈયાર કરીશુ. અમે નિશ્વીત રુપે ટીમના રુપમાં સારી રીતે ક્રિકેટ રમી રહ્યા છે. હવે અમારે આ મેચને છોડીને લગાતાર મજબૂત થવાનુ છે.

 

આ પણ વાંચો: IPL 2021: DCને મોટો ઝટકો, ઝડપી બોલર એનરિચ નોર્ત્ઝે કોરોનાથી સંક્રમિત

Next Article