IPL 2021: અમિત મિશ્રાએ ચાલુ મેચમાં કોરોના ગાઇડલાઇન્સનો કર્યો ભંગ, અમ્પાયરે આપી ચેતવણી

|

Apr 28, 2021 | 10:54 AM

આઇપીએલ 2021 ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સ્પિનર બોલર અમિત મિશ્રા (Amit Mishra) થી ભૂલ થઇ ગઇ હતી.

IPL 2021: અમિત મિશ્રાએ ચાલુ મેચમાં કોરોના ગાઇડલાઇન્સનો કર્યો ભંગ, અમ્પાયરે આપી ચેતવણી
Amit Mishra

Follow us on

આઇપીએલ 2021 ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સ્પિનર બોલર અમિત મિશ્રા (Amit Mishra) થી ભૂલ થઇ ગઇ હતી. અમિત મિશ્રા એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ઇનીંગ દરમ્યાન બોલ પર લાળ લગાવતો હોવાનુ નજરે આવ્યુ હતુ. જેના બાદ બોલને સેનેટાઇઝ કરવો પડ્યો હતો. દિલ્હીના સ્પિનર અમિત ને તેની આ હરકતને પગલે અંપાયરે પણ વોર્નિંગ આપી હતી. RCB એ ટોસ ગુમાવીને પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 171 રન કર્યા હતા. જેના જવાબમાં દિલ્હી એ 170 રન કર્યા હતા, આમ બેંગ્લોરનો માત્ર એક રને રોમાંચક વિજય થયો હતો.

બેંગ્લોરની ઇનીંગની સાતમી આવરની શરુઆતમાં જ અમિત મિશ્રાએ પોતાની આ ભૂલ કરી હતી. તેણે બોલ પર લાળ લગાવતા અંપાયરે તેને ટોક્યો હતો અને બોલને સેનેટાઇઝ કરવાાં આવ્યો હતો. સાથે જ અંપાયરે અમિત મિશ્રાને વોર્નીંગ પણ આપી હતી. આઇપીએએલની એસઓપી મુજબ કોઇ પણ બોલરને બોલ પર લાળ લગાવવાની મંજૂરી નથી. અમિત મિશ્રાએ શાનદાર બોલીંગ કરીને પોતાની ત્રણ ઓવરમાં 27 રન આપી એક મોટી વિકેટ પણ મેળવી હતી. અમિત મિશ્રાએ આઇપીએલમાં સૌથી વધારે વિકેટ ઝડપનારો બીજો પ્લેયર છે. સૌથી વધુ વિકેટ ઝડપવામાં તેની આગળ માત્ર લસિથ મલિંગા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ટોસ ને ગુમાવીને મેદાને બેટીંગ કરવા માટે ઉતરેલી આરસીબીની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલે પાવર પ્લે વખતે જ 30 રનમાં જ પોતાની વિકેટો ગુમાવી દીધી હતી. એબી ડિવિલીયર્સે શાનદાર ઝડપી રમત રમીને ટીમનો સ્કોર ઉપર લઇ જવા સફળ પ્રયાસ કર્યો હતો. તેણે 42 બોલમાં જ 75 રન કર્યા હતા. જવાબમાં દિલ્હીએ લક્ષ્યનો પિછો કરતા નિયમીત રીતે પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી, જોકે બાદમાં ઋષભ પંત અને શિમરોન હેયટમેરે રમત સંભાળી ને સ્કોર લક્ષ્યાંક સુધી પહોંચાડ્યો હતો. બંને ફીફટી કરી હતી, પરંતુ એક રને ટીમે હાર સહન કરવી પડી હતી.

Next Article