IPL 2021: આકાશ ચોપરાએ કરી ભવિષ્ય વાણી, ઓકશનમાં સૌથી મોંઘો વેચાઇ રેકોર્ડ તોડશે આ ખેલાડી

|

Jan 26, 2021 | 11:31 AM

IPL 2021 ના માટે ટીમોએ પોતાના જે ખેલાડીઓને રિટેન કરવાના હતા તે કરી લીધા છે. જેમને રિલીઝ કરવાના છે, તેને કરી પણ લીધા છે. હવે જે ખિલાડીઓ રિલીઝ કર્યા છે, તેમની બોલી ફેબ્રુઆરી માસ માં થનારા ઓક્શનમાં લગાવવામાં આવશે.

IPL 2021: આકાશ ચોપરાએ કરી ભવિષ્ય વાણી, ઓકશનમાં સૌથી મોંઘો વેચાઇ રેકોર્ડ તોડશે આ ખેલાડી
Commentator Aakash Chopra

Follow us on

IPL 2021 ના માટે ટીમોએ પોતાના જે ખેલાડીઓને રિટેન કરવાના હતા તે કરી લીધા છે. જેમને રિલીઝ કરવાના છે, તેને કરી પણ લીધા છે. હવે જે ખિલાડીઓ રિલીઝ કર્યા છે, તેમની બોલી ફેબ્રુઆરી માસ માં થનારા ઓક્શનમાં લગાવવામાં આવશે. 14 મી IPL સિઝને માટે ખેલાડીઓનુ ઓકશન ભલે ફેબ્રુઆરીમાં થાય, પરંતુ કોમન્ટેટર આકાશ ચોપરા (Aakash Chopra) એ તો અત્યાર થી જ ભવિષ્યવાણી કરી દીધી છે. કે IPL ની નવી સિઝન માટે સૌથી વધુ બોલી સાથે કોણ હશે મોંઘો ક્રિકેટર.

આકાશ ચોપરાએ એક ટ્વીટ કર્યુ છે, જેમાં તેમણે એવા ખેલાડીઓના નામ લખ્યુ છે કે, જે ફેંન્ચાઝીઓના રડાર પર છે. એટલે કે આ ખેલાડીઓ ઓકશન દરમ્યાન ખૂબ જ મોંઘા ખરીદાઇ શકે છે. એટલુ જ નહી આ પૂર્વ ભારતીય ઓપનરે તો ખેલાડીઓના નામ સામે તેમની ખરિદ કિંમત પણ લખી છે. જેટલી કિંમત થી તેઓ ખરીદાઇ શકે છે તે પ્રમાણે તે અંદાજ મુક્યો છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આકાશ ચોપરાની ટ્વીટ મુજબ સૌથી ઉપર અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાન (Mujib Ur Rehman) નુ નામ લખ્યુ છે. આકાશના ટ્વીટ મુજબ 14 મી સિઝનના ઓકશન મુજબ 7-8 કરોડની કિંમતે તે ખરીદાઇ શકે છે. તેના બાદ ભારત સામે હાલમાં જ ડેબ્યુ મેચ રમનાર કેમરુન ગ્રીન (Cameron Green) નુ પણ નામ લખ્યુ છે, તે 5-6 કરોડ રુપિયામાં ખરીદાઇ શકે છે. આકાશ ચોપરાની ટ્વીટ માનીએ તો આ વર્ષે ઓક્શનમાં ઓસ્ટ્રેલીયાનો ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક (Mitchell Starc) IPL ઇતિહાસનો સૌથી મોંઘા ખેલાડીનો કિર્તિમાન સ્થાપી શકે છે. સ્ટાર્ક પર બોલી કેટલી લાગી શકે છે, તેનો અંદાજ ચોપરાએ નથી લખ્યો. આ બધાના સિવાય પણ કાઇમ જેમિસન (Kime Jamison) 5-7 કરોડ અને જેસન રોય (Jason Roy) 4-6 કરોડ રુપિયામાં ખરીદાઇ શકવાનો અંદાજ મુક્યો છે.

મિશેલ સ્ટાર્ક આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘોદાટ પ્લેયર બની શકવાની ભવિષ્ય વાણી આકાશ ચોપરાએ કરી છે. તે મિશેલ સ્ટાર્ક અત્યાર સુધીમાં 27 આઇપીએલ મેચ રમી ચુક્યો છે. જેમાં તે 20.38 ની સરેરાશ થી 34 વિકેટ ઝડપી છે. એટલે કે જોવામાં આવે તો આકાશ ચોપડાનુ અનુમાન યોગ્ય સાબિત પણ થઇ શકે છે.

Next Article