IPL 2020: શું છે બાયો-બબલ અને તેને તોડવાની શું છે સજા, જાણો કોરોનાથી રક્ષણ કરતા સુરક્ષા ચક્રવ્યુહને

|

Sep 18, 2020 | 11:42 PM

એમ કહી શકાય કે હવે જાણે આઈપીએલની જોવાતી રાહ પુર્ણ થઈ રહી છે. રોમાંચક કહેવાતી વિશ્વની આ સુપર ડુપર ટુર્નામેન્ટ શનિવારથી શરુ થઈ રહી છે. કોરોનાકાળની મધ્યે જ શરુ થઈ રહેલી આ ટુર્નામેન્ટનું આયોજન અનેક રીતે આશ્વર્ય પમાડે તેવુ છે. જો કે બીસીસીઆઈએ એ જ પ્રકારે આઈપીએલને લઈ આશ્વર્ય પામી જવાય તેવુ મુશ્કેલ મિશન સ્વરુપ […]

IPL 2020: શું છે બાયો-બબલ અને તેને તોડવાની શું છે સજા, જાણો કોરોનાથી રક્ષણ કરતા સુરક્ષા ચક્રવ્યુહને

Follow us on

એમ કહી શકાય કે હવે જાણે આઈપીએલની જોવાતી રાહ પુર્ણ થઈ રહી છે. રોમાંચક કહેવાતી વિશ્વની આ સુપર ડુપર ટુર્નામેન્ટ શનિવારથી શરુ થઈ રહી છે. કોરોનાકાળની મધ્યે જ શરુ થઈ રહેલી આ ટુર્નામેન્ટનું આયોજન અનેક રીતે આશ્વર્ય પમાડે તેવુ છે. જો કે બીસીસીઆઈએ એ જ પ્રકારે આઈપીએલને લઈ આશ્વર્ય પામી જવાય તેવુ મુશ્કેલ મિશન સ્વરુપ આયોજન કર્યુ છે. જેમાં સૌથી પહેલા જ કોરોનાકાળને ધ્યાને રાખી આઈપીએલને યુએઈમાં રમાડવાનું નક્કી કરવામાં આવ્યુ અને બીજુ કે આઈપીએલના તમામ ખેલાડીઓથી માંડીને કોચ, સપોર્ટીંગ સ્ટાફ સહિત મેચ અધિકારીઓ માટે એક ખાસ બાયો બબલ વાતાવરણ ઘડી કાઢવામાં આવ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

કોરોના મહામારી દરમ્યાન જ આમ તો ક્રિકેટના ચાહકો ને ઈકો બબલ અને બાયો બબલના નામ ઈંગ્લેન્ડમાં હાલમાં યોજાયેલી શ્રેણી દરમ્યાન સાંભળવા મળ્યા હશે. જેનો ઉપયોગ હવે આઈપીએલ માટે પણ કરાઇ રહ્યો છે તો સવાલ એ વાતનો પણ થતો હશે કે શું છે આ બાયો બબલ તો એ વાત પણ અહીં જાણી લો કે બાયો બબલ શું છે અને કેવી રીતે તે સુરક્ષાનું કામ કરે છે, બબલ એટલે કે પરપોટાથી ઓળખાતા આ નામ ધારી સરક્ષા ચક્રની બહાર જવા કેમ કોઈ ખેલાડી કે સ્ટાફને મંજુરી અને જો તેની રેખા ઓળંગે તો શુ  મળી શકે છે સજા.

બાયો બબલ અને ઈકો બબલ 

દુનિયાથી અલિપ્ત રાખવા જેવો આ ખાસ પ્રકારનું એક સુરક્ષા ચક્ર સમાન વાતાવરણ ઘડી કાઢવામાં આવ્યુ છે. જે વાતાવરણમાં પ્રવેશ મેળવનાર ત્યારબાદ ઈવેન્ટ પુરી ના થાય કે ઈવેન્ટથી ખેલાડી કે સ્ટાફને દુર ના કરવામાં આવે, ત્યાં સુધી ફરજીયાત તે ઘેરામાં રહેવુ પડે છે. ટુંકમાં સરળ રીતે એમ કહી શકાય કે એકવાર પ્રવેશ બાદ તમારે ફિઝિકલી બહારની દુનિયા સાથે સંપર્ક કાપી નાંખવા પડે છે. આઈપીએલમાં ભાગ લેનાર તમામ ખેલાડી, કોચ અને સહાયક સ્ટાફ, હોટલ સ્ટાફ સહિત નક્કી કરેલા તમામ અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં સફળ નિવડનારને બબલમાં પ્રવેશ આપવામાં આવે છે.

જો બબલના માહોલમાં પ્રવેશ મેળવી લીધો એકવાર પછી તમે બહાર જઈ શકતા નથી. ટીમના મેડીકલ સ્ટાફ કે જે કોરોના પરીક્ષણ સાથે સંકળાયેલા છે તે પણ બહાર નથી જઈ શકતા. આ માહોલમાં પ્રવેશ લેનાર તમામ વ્યક્તિએ કોરોના અંગેના તમામ પરીક્ષણો કરેલા હોય છે. જે પરીક્ષણમાંથી સફળતા પુર્ણ પસાર થયા બાદ જ પ્રવેશની મંજુરી આપવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

કેવી રીતે રચવામાં આવ્યું બબલ

આઈપીએલ માટે ભાગ લેવા માટે દુબઈ પહોંચતા પહેલા જ તમામ ખેલાડીઓએ, કોચ અને સપોર્ટ સ્ટાફે બે વાર કોરોના અંગેના ટેસ્ટ કરાવવા ફરજીયાત હતા. જે માટેની પ્રક્રિયા ગત વીસમી ઓગષ્ટથી જ શરુ કરી દેવાઈ હતી. દુબઈ પહોંચ્યા પછી પણ તમામે સાત દિવસ ક્વોરન્ટાઈન સમયગાળાને અનુસરવો ફરજીયાત હતો. ક્વોરન્ટાઈન સમય દરમ્યાન ત્રણ વાર કોરોના નેગેટીવ રીપોર્ટ મેળવ્યા બાદ જે તે વ્યક્તિને બબલના માહોલમાં પ્રવેશ અપાયો હતો. એકવાર બબલમાં પ્રવેશ મેળવી લીધા બાદ બબલમાં જેટલા લોકો સમાવેશ થયા છે, તે જ લોકો એક બીજાને મળી શકે છે. બબલમાં પ્રવેશ મેળવનાર ફક્ત હોટલ અને મેદાન બે જ નિયત કરેલા વિસ્તારમાં જ હરી ફરી શકે છે. ટુર્નામેન્ટ દરમ્યાન ચાહકો, મિત્રો અને સંબંધીઓને પણ મળવાની છુટછાટ પર બબલ નિયમ હેઠળ પ્રતિબંધ લગાવાયો છે.

પ્રસારણ અને સ્ટાફ માટે પણ અલગ બબલ

આઈપીએલમાં દર્શકોની ગેરહાજરી હોવાને લઈને ચાહકોને માટે એક માત્ર માધ્યમ લાઈવ પ્રસારણ છે. આમ આ વખતે પ્રસારણ માધ્યમની જરુરીયાત પણ ખાસ છે. પ્રસારણ કરવા માટેના સ્ટાફ અને ટીમ તેમજ મેચને લગતા અન્ય સ્ટાફ માટે પણ ખાસ બબલ અલગથી બનાવાયો છે. તેમને પણ ટુર્નામેન્ટ પુર્ણ ના થાય ત્યા સુધી બહાર જવા માટે પ્રતિબંધ કરવામાં આવ્યા છે. ખાસ સંજોગોમાં બહાર જવુ હોય તો પરત બબલમાં આવતા પહેલા ફરીથી તેમને ગાઈડલાન્સમાંથી પસાર થવુ પડશે.

સૌથી મહત્વની વાત, બબલનો ભંગ કર્યો તો શું?

આમ તો બીસીસીઆઈ તેની આચરસંહિતાઓને લઈને પણ જાણીતુ છે. સામાન્ય સંજોગોમાં પણ તે આકરી આચારસંહિતાનું પાલન કરવાના કિસ્સાઓ જોવા મળ્યા છે તો આઈપીએલ દરમિયાન ઘાતક મહામારીના ઘાતને ધ્યાને રાખીને આયોજકો પણ આકરા રહે તે સ્વાભાવિક છે. બીસીસીઆઈ બાયો બબલ તોડનારને આચારસંહિતા ભંગ બદલ દોષી ઠેરવાયેલા સભ્યને શિક્ષા કરવામાં આવે છે. જેમાં ખેલાડી માટે બેદરકારી દાખવવી તેના કરીયરને પણ ધક્કો પહોંચી શકે છે, બાયો બબલનો ભંગ તેના માટે કેટલીક મેચનો પ્રતિબંધ લાગે છે તો બીસીસીઆઈ જ નહીં પરંતુ ફ્રેન્ચાઈઝી પણ આ મામલે કડકાઈ દાખવી રહ્યુ છે, જેમાં આરસીબી એ તો બબલ તોડનાર ખેલાડીને કરાર તોડવા સમાન ગણાવી દેવાયો છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article