IPL 2020: સૌથી વધુ સિક્સર ફટકારનાર ખતરનાક ક્રિકેટર કે જે ૧૦૦૦ સીક્સરથી માત્ર ૨૨ છગ્ગા દુર, કોણ છે આ ખેલાડી, જાણો તેના રેકોર્ડ

|

Sep 18, 2020 | 6:59 PM

ક્રિસ ગેલ IPL 2020માં કિંગ્સ ઇલેવન પંજાબનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણે કે પુરી રીતે તૈયાર છે. T20 ફોર્મેટના ક્રિકેટમાં ઘણા રેકોર્ડ ગેલ ના નામે લખાયેલા છે, જે રેકોર્ડ સાબિત કરે છે કે આ ખેલાડીઓ કેટલા ખતરનાક બેટ્સમેન છે.  ફરી એક વખત આ IPL દરમિયાન T20 ક્રિકેટમાં નવો ઇતિહાસ રચવાની તેની પાસે ઘણી સારી તક છે. […]

IPL 2020: સૌથી વધુ સિક્સર ફટકારનાર ખતરનાક ક્રિકેટર કે જે ૧૦૦૦ સીક્સરથી માત્ર ૨૨ છગ્ગા દુર, કોણ છે આ ખેલાડી, જાણો તેના રેકોર્ડ
http://tv9gujarati.com/ipl-2020-sahu-th…on-che-e-kheladi/

Follow us on

ક્રિસ ગેલ IPL 2020માં કિંગ્સ ઇલેવન પંજાબનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણે કે પુરી રીતે તૈયાર છે. T20 ફોર્મેટના ક્રિકેટમાં ઘણા રેકોર્ડ ગેલ ના નામે લખાયેલા છે, જે રેકોર્ડ સાબિત કરે છે કે આ ખેલાડીઓ કેટલા ખતરનાક બેટ્સમેન છે.  ફરી એક વખત આ IPL દરમિયાન T20 ક્રિકેટમાં નવો ઇતિહાસ રચવાની તેની પાસે ઘણી સારી તક છે.

ક્રિસ ગેલ IPLમાં સિક્સર (326) ફટકારવા માટેનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન મનાય છે, T20 ક્રિકેટમાં તેના નામે અત્યાર સુધીમાં 978 સિક્સર છે.  જો તે આ IPL દરમિયાન 22 સિક્સર ફટકારે છે, તો તે ક્રિકેટના T20  ફોર્મેટમાં 1000 સિક્સર ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બની શકે છે. એટલુ જ નહી T20 ક્રિકેટમાં ગેલે સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે, જેની સંખ્યા 1026 છે.  આઇપીએલમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર ફટકારનાર ગેલ IPL લીગની ચાર સીઝનમાં સૌથી વધુ સિક્સર મારી ચૂક્યો છે.  તેણે 2011 માં 44 સિક્સર,  2012 માં 59 સિક્સર,  2013 માં 51 સિક્સર અને 2015 માં 38 સિક્સર ફટકારી હતી.  છેલ્લી સીઝનમાં એટલે કે 2019 માં તેણે પંજાબ માટે 38 સિક્સર ફટકારી હતી.

IPL એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર લગાવવાનો રેકોર્ડ પણ તેના જ નામે છે. તેણે પૂણે સામે 2013 માં RCB તરફથી રમીને અણનમ 175 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે કુલ 17 છગ્ગા ફટકાર્યા હતા.  આટલું જ નહીં, કોઇ એક T20 મેચમાં સૌથી વધુ સિક્સર (18) ફટકારવાનો રેકોર્ડ પણ ગેલના નામે છે.  તેણે આ પરાક્રમ 2017 માં બાંગ્લાદેશ સામે કર્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
જો તમે T20 ક્રિકેટમાં ગેલના રેકોર્ડની વાત કરો તો, સૌથી સદી (22), સૌથી વધુ અર્ધશતક (82), એક ઇનિંગ્સનો શ્રેષ્ઠ સ્કોર (અણનમ 175), સૌથી ઝડપી સદી (30 બોલ), ઉપરાંત હારનાર ટીમ તરફથી મેચમાં સૌથી વધુ રન બનાવ્યા (151 અણનમ), કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન (2015 માં 1665), મેન ઓફ ધ મેચ (58) નો રેકોર્ડ પણ ગેલના નામે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:54 pm, Fri, 11 September 20

Next Article