IPL 2020: RCBનું ચેમ્પિયન બનવાનું સપનું થશે પૂર્ણ? જાણો ટીમના રેકોર્ડ

|

Sep 18, 2020 | 6:45 PM

કોરોના મહામારીના માહોલ વચ્ચે પણ આઈપીએલ 2020 માટે યુએઈ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે તમામ ટીમો પણ યુએઈ પહોંચી ગઈ છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 21 સપ્ટેમ્બરથી આઈપીએલ -2020ની શરૂઆત કરશે. 2016માં આઈપીએલની ફાઈનલ આરસીબીએ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રમી હતી, તે મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદથી 8 રને આરસીબીને પરાજિત […]

IPL 2020: RCBનું ચેમ્પિયન બનવાનું સપનું થશે પૂર્ણ? જાણો ટીમના રેકોર્ડ

Follow us on

કોરોના મહામારીના માહોલ વચ્ચે પણ આઈપીએલ 2020 માટે યુએઈ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે તમામ ટીમો પણ યુએઈ પહોંચી ગઈ છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 21 સપ્ટેમ્બરથી આઈપીએલ -2020ની શરૂઆત કરશે. 2016માં આઈપીએલની ફાઈનલ આરસીબીએ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રમી હતી, તે મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદથી 8 રને આરસીબીને પરાજિત થવુ પડ્યુ હતુ. આરસીબીની ટીમ એક વાર પણ આ ખિતાબ જીતી શકી નથી અને તેના ચાહકોને આશા છે કે કદાચ આ વખતે કોહલીની કપ્તાની હેઠળ ટીમ કેટલાક કરિશ્મા મેળવી શકશે. બેંગ્લોરનો પહેલો મુકાબલો 21 સપ્ટેમ્બરે દુબઈમાં સન રાઇઝર્સ હૈદરાબાદ સામે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં આ સિઝનમાં સારા ખેલાડીઓ છે. આઈપીએલ હરાજી દરમિયાન શ્રેષ્ઠ કહી શકાય તેવા  ભારતીય અને વિદેશી ખેલાડીઓ ખરીદ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચાહકોની કોઈ જ કમી નથી. આ સ્થિતિમાં હવે, આઈપીએલમાં આરસીબીના તેના ઇતિહાસ અને ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓ પર એક નજર કરીએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)

કેપ્ટન: વિરાટ કોહલી

હોમ ગ્રાઉન્ડ: એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (બેંગ્લુરુ)

ટીમ માલિક: યુનાઇટેડ સ્પિરિટ્સ જૂથ

RCBની સ્થાપના

આરસીબીની સ્થાપના 20 ફેબ્રુઆરી, 2008 ના રોજ કરવામાં આવી હતી, ત્યારે તે વખતના લીકર કીંગ ગણાતા વિજય માલ્યાએ ટીમની હરાજીમાં 111.6 મિલિયન ડૉલર ચૂકવ્યા હતા. તે વખતે આરસીબીથી માત્ર મુંબઈ ઈન્ડિયન્સની જ હરાજી ઉંચી બોલાઈ હતી.સૌથી વધુ સ્કોર અને શરમજનક હારનો રેકોર્ડ પણ આરસીબીના નામે છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના નામે નોંધાયેલો છે. વર્ષ 2013માં, આરસીબીએ પુણે વોરિયર્સ સામે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જંગી કહી શકાય તેવા 263 રન બનાવ્યા હતા તો વળી, સૌથી ઓછા સ્કોર પર ઓલ આઉટનો રેકોર્ડ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે છે. કે.કે.આરની ટીમે  આરસીબીને માત્ર 49 રનમાં ધ્વસ્ત કરીને પેવેલીયન પરત મોકલી દીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આઈપીએલમાં આરસીબીની યાત્રા કેવી રહી.

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલના ઉદ્ઘાટન દરમ્યાન વર્ષ 2008માં 7માં ક્રમે રહી હતી.
  • વર્ષ 2009માં આરસીબી મજબૂત રમતના દેખાવ સાથે બીજા નંબરે પહોંચી શક્યુ.
  • વર્ષ 2010માં આરસીબી ત્રીજા સ્થાને રહી.
  • વર્ષ 2011માં આરસીબી ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ટાઈટલ જીતવામાં નિષ્ફળતા સાથે બીજો ક્રમ મેળવ્યો હતો.
  • વર્ષ 2012માં ટીમ પાંચમા સ્થાને રહી .
  • આ પછી, વર્ષ 2013માં ખૂબ જ નબળા પ્રદર્શનને કારણે આરસીબી છેલ્લે સ્થાને એટલે કે આઠમા ક્રમે રહી.
  • વર્ષ 2014માં આરસીબીનું પ્રદર્શનમાં કોઈ ખાસ સુધારો ના થયો અને સ્થિતિ પહેલા જેવી જ રહી અને ટીમ સાતમાં સ્થાને રહી.
  • વર્ષ 2015માં આરસીબીએ પ્રદર્શનમાં કેટલાક સુધારા કર્યા, જેના કારણે ટીમ ત્રીજા સ્થાને પહોંચી.
  • વર્ષ 2016માં કોહલીની આગેવાની હેઠળની ટીમ આરસીબી આઈપીએલ ચેમ્પિયન બનવામાં ચૂકી ગઈ અને બીજા સ્થાને રહી ગઈ.
  • વર્ષ 2017માં આરસીબીએ ફરી એકવાર ખરાબ પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને પહોંચ્યું.

આ વખતે દિગ્ગજોના શિરે રહેશે જવાબદારી

  • કેપ્ટન વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેયલના ખભા પર જવાબદારી રહેશે. આરસીબીને આ વખતે વધુ સારા પ્રદર્શન સાથે આઈપીલનો ખિતાબ જીતાડી આપવા માટે  પુરો દારોમદાર આ દીગ્ગજ ખેલાડીઓ પર રહેશે.
  • કેપ્ટન વિરાટ કોહલી આરસીબી તરફથી સૌથી વધુ મેચ રમ્યો છે. તેણે 164 મેચમાં 37.53ની સરેરાશથી કુલ 4,842 રન બનાવ્યા છે. કોહલીએ સીઝન 2016માં રેકોર્ડ 973 રન બનાવી ઓરેન્જ કેપ જીતી હતી.
  • એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેયલ અનુક્રમે 102 અને 91 મેચ રમીને બીજા અને ત્રીજા નંબર પર છે.
  • ક્રિસ ગેયલે આઈપીએલ સીઝન 2011 અને 2012માં બે વખત 608 અને 733 રન બનાવીને ઓરેન્જ કેપ હાંસલ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટીમના સૌથી મોંઘા ખેલાડી

વિરાટ કોહલી – 17 કરોડ

એબી ડી વિલિયર્સ – 11 કરોડ

ક્રિસ મોરિસ – 10 કરોડ

 

Published On - 11:46 pm, Fri, 11 September 20

Next Article