Gujarati News » Sports » Ipl 2020 ma training thi lai ne practise match sudhi medan ma parsevovahavti mumbai indians mumbai indians team is practising in the net for upcoming ipl season
IPL-2020: ટ્રેનીંગથી લઈને પ્રેકટીસ મેચ સુધી, મેદાનમાં પરસેવો વહાવી રહી છે ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સ કે જે સતત 4 વાર લીગમાં ચેમ્પિયન્સ રહ્યું છે તેના ખેલાડીઓ આ વર્ષે પણ ઈતિહાસ રચવાનાં મૂડમાં જ રમવા માટે ઉતરશે અને એટલે જ અત્યારથી તે મેદાનમાં પરસેવો વહાવવા લાગી છે. કલાકો સુધીનું પ્રેકટીસ સેશન હાલમાં ખેલાડીઓ દ્વારા એટેન્ડ કરવામાં આવી રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની બોલીંગ માટેવી સૌથી મજબૂત કડી છે ઝડપી બોલર […]
મુંબઈ ઈન્ડિયન્સ કે જે સતત 4 વાર લીગમાં ચેમ્પિયન્સ રહ્યું છે તેના ખેલાડીઓ આ વર્ષે પણ ઈતિહાસ રચવાનાં મૂડમાં જ રમવા માટે ઉતરશે અને એટલે જ અત્યારથી તે મેદાનમાં પરસેવો વહાવવા લાગી છે. કલાકો સુધીનું પ્રેકટીસ સેશન હાલમાં ખેલાડીઓ દ્વારા એટેન્ડ કરવામાં આવી રહ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સની બોલીંગ માટેવી સૌથી મજબૂત કડી છે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ કે જેના પર લસિથ મલિંગાની ગેરહાજરીમાં ઘણી મોટી જવાબદારી રહેશે
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાછલી ઘણી સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો છે અને ફરી એકવાર તે ટીમની જીતની ભૂમિકામાં આગળ રહેવા તૈયાર છે
IPL 2020ની તૈયારીઓ માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટ્રેનીંગ સાથે બે ભાગમાં વહેચાઈને પ્રેકટીસ મેચ પણ રમી રહી છે જેથી ટુર્નામેન્ટ શરૂ થવા પર ખેલાડીઓમાં સ્ફુર્તિ રહે
ટ્રેનીંગ અને પ્રેકટીસ સેશન વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સનાં ખેલાડીઓ વચ્ચે વચ્ચે મસ્તી કરતા પણ દેખાયા હતા
ટીમનાં મુખ્ય કોચ મહેલા જયવર્ધને લગાતાર ટીમનાં ખેલાડીઓ સાથે મેદાનમાં પરસેવો વહાવી રહ્યા છે જેથી કરીને ટુર્નામેન્ટમાં ખેલાડીઓને તૈયાર કરી શકે.
મુંબઈ ઈન્ડિયન્સ IPLની સૌથી સફળ ટીમ છે અને તેની સફળતામાં ખેલાડીઓ સાથે કોચિંગ સ્ટાફનો પણ મોટો રોલ છે જેમાં ઝહીરખાન જેવા દિગ્ગજ પૂર્વ બોલર છે
નોંધ- તમામ તસવીરોનું સૌજન્ય–ट्विटर/@mipaltan)
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો