IPL 2020: હિટ-મેન રોહિત શર્માએ પ્રેક્ટીસ દરમિયાન જ ફટકારી સિક્સર, બોલ ગયો સ્ટેડિયમ બહાર, જુઓ VIDEO

|

Sep 18, 2020 | 7:27 PM

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે પ્રેકટીસ કરી રહી છે. જો મુંબઈ ઈન્ડીયન્સની વાત કરવામાં આવે તો આ ટીમ IPL 2020ની સીઝન માટે સખત મહેનત કરી રહી છે. મુંબઈ ઈન્ડીયન્સ ટીમની પહેલી મેચ 19 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ દરમિયાન રમતના અલગ જ અંદાજમાં […]

IPL 2020: હિટ-મેન રોહિત શર્માએ પ્રેક્ટીસ દરમિયાન જ ફટકારી સિક્સર, બોલ ગયો સ્ટેડિયમ બહાર, જુઓ VIDEO

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે પ્રેકટીસ કરી રહી છે. જો મુંબઈ ઈન્ડીયન્સની વાત કરવામાં આવે તો આ ટીમ IPL 2020ની સીઝન માટે સખત મહેનત કરી રહી છે. મુંબઈ ઈન્ડીયન્સ ટીમની પહેલી મેચ 19 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ દરમિયાન રમતના અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે અને તેને જોઈને લાગે છે કે કોવિડ 19 રોગચાળાને લીધે તેને મળેલા લાંબા વિરામ બાદ પણ ફરીથી રમતની લય પ્રાપ્ત કરી લીધી છે. ચાર-ચાર વખત આઈપીએલનો ખિતાબ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમે કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જોરદાર છગ્ગો ફટકારતો નજરે પડી રહ્યો છે. આ છગ્ગાની લંબાઈ 95 મીટર હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

https://twitter.com/mipaltan/status/1303631583295885312?s=20

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શેર કરાયેલા આ વીડિયો તે સમયનો છે. જ્યારે મુંબઈની ટીમ અબુધાબીમાં પ્રેક્ટિસ કરી રહી હતી. આ વીડિયોમાં એ પણ સ્પષ્ટ નજરે ચઢી રહ્યુ છે કે તેણે કેટલા આરામથી છગ્ગાને ફટકાર્યો છે અને આ છગ્ગા દરમ્યાન દડો પણ આશ્ચર્યજનક રીતે સીધો જ રસ્તા પરથી પસાર થઈ રહેલી બસની છત પર જઈને પડે છે. આ વીડિયોને શેર કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સે કેપ્શન લખ્યું છે કે, “Batsmen smash sixes, Legends clear the stadium, Hitman smashes a six + clears the stadium + hits a moving,” હવે રોહિત શર્મા જે રીતે રમતમાં તેના જુસ્સાનો તાલમાં જોવા મળી રહ્યો છે તો જાણે લાગી રહ્યું છે કે વિરામ પૂર્વે તેણે જે રીતે ક્રિકેટની રમતથી દુર થયો હતો. તે પ્રકારના તે ફોર્મમાં નજર આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:20 pm, Wed, 9 September 20

Next Article