આઇપીએલ 2020એ ગૂગલ સર્ચમાં સૌને પાછળ પાડી દીધા, અમેરીકાની ચુંટણી આઇપીએલથી પાછળ રહી
ક્રિકેટના પ્રત્યેનો ભારતનો પ્રેમ વિશેષ છે અને જે ભારતીય પ્રિમીયર લીગમાં પણ જોવા મળ્યો હતો. ગૂગલ પર સર્ચિંગ ટ્રેંડમાં સૌથી વધુ આઇપીએલ ને સર્ચ કરવામાં આવ્યુ છે. ઘરેલુ ક્રિકેટના સૌથી મોટા ટુર્નામેન્ટને કોરોના મહામારીને લઇને ચાલુ સાલે યુએઇમાં આયોજીત કરવામાં આવ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓએ કોરોના વાયરસને મહામારી ઘોષીત કરી હતી. યુરોપીયન […]
ક્રિકેટના પ્રત્યેનો ભારતનો પ્રેમ વિશેષ છે અને જે ભારતીય પ્રિમીયર લીગમાં પણ જોવા મળ્યો હતો. ગૂગલ પર સર્ચિંગ ટ્રેંડમાં સૌથી વધુ આઇપીએલ ને સર્ચ કરવામાં આવ્યુ છે. ઘરેલુ ક્રિકેટના સૌથી મોટા ટુર્નામેન્ટને કોરોના મહામારીને લઇને ચાલુ સાલે યુએઇમાં આયોજીત કરવામાં આવ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓએ કોરોના વાયરસને મહામારી ઘોષીત કરી હતી. યુરોપીયન ચેંમ્પિયનશિપ 2020 અને ટોક્યો ઓલંપિક 2020 સહિત અનેક મહત્વપુર્ણ રમત પ્રતિયોગિતાઓને સ્થગિત કરી દેવાઇ હતી અથવા મોડી કરી દેવાઇ હતી. આ વચ્ચે સ્થગિત કરાયેલી આઇપીએલ પણ 19 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર વચ્ચે યુએઇમાં રમાઇ હતી.
ગૂગલના સર્ચ કેલેન્ડર વર્ષ 2020માં આઇપીએલની 13 મી સીઝનના વિષયમાં ઇન્ટરનેટ પર સૌથી વધુ કેરી થયુ છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સે, શ્રેયસ ઐયરની આગેવાની વાળી દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં હરાવીને પાંચમી વાર ટાઇટલ જીત્યુ હતુ. આઇપીએલ 2020 ના કેવળ ટોપ ટ્રેડીંગ કેરી ચાર્ટમાં ઉપર રહ્યો હતુ, પરંતુ સૌથી વધારે સર્ચ થયેલી ઇવેન્ટ પણ રહ્યુ હતુ. આઇપીએલ ઉપરાંત, અમેરીકા રાષ્ટ્રપતિ ચુંટણી, બિહાર ઇલેકશન પરીણામ અને દિલ્હી ચુંટણી પરીણામ પણ લોકોએ વધારે સર્ચ કર્યા હતા. કંપનીના હવાલા થી કહેવાયુ છે કે, વૈશ્વિક મહામારી થી લઇને ઐતિહાસિક અમેરિકન ચુંટણી પણ આ વર્ષે ટોપ સર્ચમાં રહ્યા હતા. દિલચસ્પ વાત એ છે કે, આઇપીએલ 2020 રેકોર્ડ તોડતા દર્શક સંખ્યામાં 28 ટકાનો વધારો થયો છે.
આઇપીએલ ઉપરાંત પણ સર્ચ એંજીન પર યુઇએફ ચેંમ્પિયન લીગ, ઇંગ્લીશ પ્રિમીયર લીગ, ફ્રેંચ ઓપન અને સ્પેનિશ ફુટબોલ લીગને પણ સર્ચ કરવામાં આવ્યુ છે. બતાવી દઇએ કે આઇપીએલ 2020 આ વર્ષ માર્ચમાં રમાનાર હતો, પરંતુ કોરોના વાયરસને લઇને તેને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો