IPL2020: દિલ્હીના મિડલ ઓર્ડરે અપેક્ષાઓ પર ફેરવ્યું પાણી, શરુઆત પણ ધીમી રહેતા પંજાબને જીતવા માટે 158 રનનું લક્ષ્ય

|

Sep 20, 2020 | 10:27 PM

આઈપીએલની બીજી મેચ દરમ્યાન દિલ્હી કેપીટલ્સે નજીવો સ્કોર પંજાબ સામે રાખી દીધો છે. ગઈ સિઝનમાં બંને વચ્ચે થયેલી મેચમાં એક એક મેચ બંને જીત્યા હતા. શરુઆતમાં 8 ઓવર સુધી ધીમી રમત રહ્યા બાદ 9મી ઓવરમાં 13 રન ફટકારતા મેચનું સ્કોર બોર્ડ ફરશે તેમ લાગતુ હતુ. પરંતુ ત્યારબાદ પણ રનની રફતાર કંઈ ખાસ થઈ શકી નહીં. […]

IPL2020: દિલ્હીના મિડલ ઓર્ડરે અપેક્ષાઓ પર ફેરવ્યું પાણી, શરુઆત પણ ધીમી રહેતા પંજાબને જીતવા માટે 158 રનનું લક્ષ્ય

Follow us on

આઈપીએલની બીજી મેચ દરમ્યાન દિલ્હી કેપીટલ્સે નજીવો સ્કોર પંજાબ સામે રાખી દીધો છે. ગઈ સિઝનમાં બંને વચ્ચે થયેલી મેચમાં એક એક મેચ બંને જીત્યા હતા. શરુઆતમાં 8 ઓવર સુધી ધીમી રમત રહ્યા બાદ 9મી ઓવરમાં 13 રન ફટકારતા મેચનું સ્કોર બોર્ડ ફરશે તેમ લાગતુ હતુ. પરંતુ ત્યારબાદ પણ રનની રફતાર કંઈ ખાસ થઈ શકી નહીં. પંજાબે આજે ટોસ જીતીને પહેલા જ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પોતાના આ નિર્ણય પર સફળ રહ્યું હોય એમ તે દિલ્હીને મોટા સ્કોરથી કાબૂમાં રાખી શક્યુ હતુ. પંજાબ સામે દિલ્હી 158 રનનું લક્ષ્ય રાખ્યું હતુ. દિલ્હીના મુખ્ય પાંચ બેટ્સમેન જ 15 રનમાં જ પેવેલિયન પરત ફરી ગયા હતા.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પહેલી ઓવરમાં જ શિખર ધવને પણ પોતે વિચાર્યુ પણ ના હોય એ પ્રમાણે ટીમનો સ્કોર માત્ર 6 રનનો હતો, ત્યારે જ ધવન રન આઉટ થયો હતો. ધવન માત્ર 0 રને જ પેવેલીયન પરત ફરવા માટે મજબુર બન્યો હતો. ત્યાર પછી પૃથ્વી શો 9 રને અને શિમરોન 13 રનના સ્કોર પર જ પરત ફર્યા હતા. મોહમંદ શામીએ જાણે કે દિલ્હીની કમર તોડી નાંખી હોય એમ શરુઆતમાં જ બે વિકેટ ઝડપી હતી. મુશ્કેલ સમયમાં કપ્તાન ઐયર અને રુષભ પંતે અપેક્ષા પ્રમાણે જ રમત દાખવી હતી અને સ્કોરને વધારવા માટે અને સાથે જ વિકેટ ટકાવી રાખવા માટે પ્રયાસ કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બંને સફળતા પુર્વક જ અપેક્ષાઓને સાબિત કરી દેખાડી હતી. જો કે રુષભને 31 રન પર રવિ બિસ્નોઈએ બોલ્ડ કરી દીઘો હતો. શ્રેયસ ઐયર પણ આઉટ થતાં પેવેલીયન પરત ફર્યો હતો. 19મી ઓવરમાં સ્ટોઈનિસે પંજાબના બોલરોને રીતસરના ઝુડી નિકાળ્યા હોય એમ બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. જો કે તેણે 20 બોલમાં જ વ્યક્તિગત 50 રન પુરા કર્યા હતા અને જે સ્કોરને ઉપર લઈ જવા મદદગાર રહ્યા હતા. તેણે 53 રન બનાવી છેલ્લા બોલે રન આઉટ થયો હતો જે નો બોલ હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:13 pm, Sun, 20 September 20

Next Article