IPL 2020: દિલ્હી કેપીટલ ટીમને મેચ પહેલા ઝટકો, ટીમનો આસિસ્ટન્ટ ફિઝીયોથેરાપિસ્ટ કોરોના પોઝિટીવ

|

Sep 18, 2020 | 6:56 PM

દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ કોવિડ -19 પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. ફ્રેન્ચાઇઝીએ એક નિવેદન બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી. ફ્રેન્ચાઇઝીએ કહ્યું છે કે દુબઈ પહોંચ્યા પછી તેના પ્રથમ બે પરીક્ષણો નેગેટીવ આવ્યા હતા, પરંતુ ત્રીજી ટેસ્ટ દરમિયાન પોઝિટીવ આવ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, ‘દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટની કોરોના ટેસ્ટ પોઝિટીવ […]

IPL 2020: દિલ્હી કેપીટલ ટીમને મેચ પહેલા ઝટકો, ટીમનો આસિસ્ટન્ટ ફિઝીયોથેરાપિસ્ટ કોરોના પોઝિટીવ
http://tv9gujarati.com/ipl-2020-dilhi-c…-korona-positive/

Follow us on

દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ કોવિડ -19 પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. ફ્રેન્ચાઇઝીએ એક નિવેદન બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી. ફ્રેન્ચાઇઝીએ કહ્યું છે કે દુબઈ પહોંચ્યા પછી તેના પ્રથમ બે પરીક્ષણો નેગેટીવ આવ્યા હતા, પરંતુ ત્રીજી ટેસ્ટ દરમિયાન પોઝિટીવ આવ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, ‘દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટની કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

 જોકે તેઓ ફરજિયાત ક્વોરેન્ટાઇનમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને દુબઇ આવ્યા બાદ પ્રથમ બે કોરોના સંબંધીત ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા, પરંતુ ત્રીજા ટેસ્ટ વખતે તેઓ પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ છે. ચિંતાજનક સમાચાર દરમિયાન રાહતની વાત એ પણ છે કે સહાયક ફિઝીયોથેરાપિસ્ટ કોઈના સંપર્કમાં આવ્યા નહોતા.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “તે હજી ખેલાડીઓની મુલાકાત લેવાના હતા, પરંતુ એ પહેલા જ તેઓનો ટેસ્ટ કરવામાં આવતા રીપોર્ટ સામે આવી ચુક્યો હતો. આમ તેઓ કોઈ પણ ખેલાડી અથવા સ્ટાફ સાથે સંપર્કમાં આવ્યો નહતો.”  રીપોર્ટ બાદ તેઓ તુરત અલગ થઈ ગયા છે, અને તે હાલમાં દુબઈમાં આઈપીએલની ઉભી કરાયેલી વ્યવસ્થા મુજબ આઇસોલેશન હેઠળ છે અને આવનારા 14 દિવસ અહીં રોકાશે.  દિલ્હી કેપિટલ્સ ટીમમાં જોડાવા માટે બે કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોવા જોઈએ. તેમની સાથે  ફ્રેન્ચાઇઝીની તબીબી ટીમ સતત સંપર્કમાં છે. ”
આ પહેલા પણ ચેન્નઈ સુપર કિંગ્સના 13 સભ્ય અને બે ખેલાડીઓ કોરોના પોઝિટીવ થયા હતા. કોરોના મહામારીને લઇને, આ વખતે ભારતની જગ્યાએ યુએઈમાં આઇપીએલ યોજવામાં આવી રહી છે. આઈપીએલ 2020 માં 8 ટીમો વચ્ચે કુલ 60 મેચ રમાનારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:46 pm, Fri, 11 September 20

Next Article