IPL 2020: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઐયરે પોતાની સફળતાનો શ્રેય આ બે મહાન પૂર્વ કેપ્ટનને આપ્યો

|

Sep 18, 2020 | 1:44 PM

દિલ્હી કેપિટલ્સની ટીમના કેપ્ટન અને ભારતીય ટીમના યુવા બેટ્સમેન શ્રેયસ ઐયરે તેમની સફળતાનો શ્રેય બે મહાન ખેલાડીઓને આપ્યો છે. ગૌતમ ગંભીર દ્વારા 2018માં દિલ્હી કેપિટલની કેપ્ટનશીપ છોડ્યા બાદ ઐયરને ટીમની કમાન સોંપવામાં આવી હતી. વર્ષ 2012 પછી ઐયરની કેપ્ટનશીમાં 2019માં પ્લે ઓફમાં પહેલીવાર દિલ્હી કેપિટલ્સની ક્વોલીફાઈ થઈ હતી. તે સિઝનમાં ટીમ ત્રીજા નંબરે રહી હતી. […]

IPL 2020: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઐયરે પોતાની સફળતાનો શ્રેય આ બે મહાન પૂર્વ કેપ્ટનને આપ્યો

Follow us on

દિલ્હી કેપિટલ્સની ટીમના કેપ્ટન અને ભારતીય ટીમના યુવા બેટ્સમેન શ્રેયસ ઐયરે તેમની સફળતાનો શ્રેય બે મહાન ખેલાડીઓને આપ્યો છે. ગૌતમ ગંભીર દ્વારા 2018માં દિલ્હી કેપિટલની કેપ્ટનશીપ છોડ્યા બાદ ઐયરને ટીમની કમાન સોંપવામાં આવી હતી. વર્ષ 2012 પછી ઐયરની કેપ્ટનશીમાં 2019માં પ્લે ઓફમાં પહેલીવાર દિલ્હી કેપિટલ્સની ક્વોલીફાઈ થઈ હતી. તે સિઝનમાં ટીમ ત્રીજા નંબરે રહી હતી. કેપ્ટન તરીકેની તેની પહેલી મેચમાં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 40 બોલમાં 93 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. ઐયરે આ ઈનિંગ્સ પછી પાછળ જોયું નહીં. આઈપીએલમાં કેપ્ટન તરીકેની સહનશક્તિ બતાવ્યા બાદ તેણે ભારતીય ક્રિકેટ ટીમમાં પણ પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

ઐય્યરે કહ્યું હતું કે, 2019ની સિઝનમાં તેમની સાથે સૌરવ ગાંગુલી અને રિકી પોન્ટિંગ આ બે મહાન પૂર્વ કેપ્ટન હતા. તેઓએ મારું કાર્ય સરળ બનાવ્યું હતુ. ગાંગુલી માર્ગદર્શક તરીકે દિલ્હી કેપિટલ સાથે સંકળાયેલા હતા અને પોન્ટિંગ ટીમના મુખ્ય કોચ હતા. ટીમ ઈન્ડિયામાં ચોથા નંબર પર બનાવી છે. ઐય્યરે વધુમાં કહ્યું કે બંને દિગ્ગજોને કારણે મારું કામ ખૂબ જ સરળ થઈ ગયું. તેમની સાથે હોવાથી મારામાં આત્મવિશ્વાસ પેદા થયો કે હું પણ મારી રમતથી લોકોના હૃદયમાં સ્થાન બનાવી શકું છું અને ટીમ ઈન્ડિયા માટે પણ દાવો રજૂ કરી શકું છું. જ્યારે ઐય્યરને દિલ્હી કેપિટલ્સની કમાન સોંપવામાં આવી હતી, ત્યારે ભારતીય ટીમમાં તેને સ્થાન મળ્યું ન હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હવે તે ટીમ ઈન્ડિયા તરફથી ચોથા નંબર પર રમનાર મહત્વપૂર્ણ બેટ્સમેન બની ગયો છે. આર.અશ્વિન, શિખર ધવન, ઈશાંત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ પણ આ સિઝનમાં દિલ્હીની ટીમમાં હાજર છે. તેમણે સિનિયર ખેલાડીઓથી ભરેલી ટીમની કપ્તાની કરવા વિશે કહ્યું કે, બધા ખેલાડીઓ લાજવાબ છે. ક્યારેય કોઈએ ફરિયાદ કરી નથી. દરેક મારા નિર્ણયને સમર્થન આપે છે. તેઓ જાણે છે કે હું એક યુવાન કેપ્ટન છું. તેમની સલાહ મારા માટે ખૂબ મહત્વની છે. હું તેમની સલાહ લેતો જ રહ્યો છું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:05 pm, Wed, 16 September 20

Next Article