IPL 2020 બાદ કિંગ્સ ઈલેવન પંજાબની માલિક પ્રીતિ ઝીંટા કરી રહી છે ઘરેલુ ખેતી, જુઓ VIDEO
IPL 2020માં કિંગ્સ ઈલેવન પંજાબનું પ્રદર્શન આશાઓ પ્રમાણે રહ્યુ નહોતુ. કેએલ રાહુલની ટીમ ટુર્નામેન્ટમાં પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. હવે પંજાબની ટીમની સહ માલિક પ્રિતી ઝિંટા આ ગમને ભુલાવીને અમેરીકા પહોંચી ચુકી છે, જ્યાં તે નવા જ અવતારમાં જોવા મળી રહી છે. પ્રિતી ઝિંટા એ ટ્વીટર પર પોતાનો વિડીયો શેર કર્યો હતો અને લખ્યુ હતુ […]
IPL 2020માં કિંગ્સ ઈલેવન પંજાબનું પ્રદર્શન આશાઓ પ્રમાણે રહ્યુ નહોતુ. કેએલ રાહુલની ટીમ ટુર્નામેન્ટમાં પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. હવે પંજાબની ટીમની સહ માલિક પ્રિતી ઝિંટા આ ગમને ભુલાવીને અમેરીકા પહોંચી ચુકી છે, જ્યાં તે નવા જ અવતારમાં જોવા મળી રહી છે. પ્રિતી ઝિંટા એ ટ્વીટર પર પોતાનો વિડીયો શેર કર્યો હતો અને લખ્યુ હતુ કે, હું ઘરની ખેતી તરફ પહોંચી ગઈ છુ. કારણ કે લોસ એન્જલસમાં ત્રણ સપ્તાહનું લોકડાઉન લગાવવામાં આવ્યુ છે.
Back to my घर की खेती ❤️ Now that LA is in a 3 week lockdown I’m loving getting back to gardening & being one with nature. It’s my way of staying positive, appreciating the simpler things in life & connecting with the earth. pic.twitter.com/uIq8mejyyS
— Preity G Zinta (@realpreityzinta) December 4, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મને પસંદ એવુ ગાર્ડનીંગનું કામ અને પ્રકૃતી તરફ ફરી છુ. આ મારો પોતાનો પ્રયાસ છે હકારાત્મક રહેવાનો. નાની નાની વાતો અને જમીનથી જોડાયેલા રહેવાને માટે આભારી છુ. સાથે પ્રિતી ઝીંટાએ એમ પણ કહ્યુ કે, હવે જીદંગીએ આપને લીંબુ આપ્યા છે તો આપણે લીંબુ પાણી અને લીંબુનું અથાણું બનાવવુ જોઈએ. મને ખાતરી છે કે મારી માતા ખૂબ ખુશ થશે, જ્યારે આ વિડીયો જોશે. કારણ કે તે મારી પ્રેરણાસ્ત્રોત રહી છે. આભાર માં, લવ યુ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો