INDvsENG: ઇંગ્લેંડ સામેની વન ડે શ્રેણીમાટે સૂર્યકુમાર, પ્રસિદ્ધા, સિરાજ અને કૃણાલ પંડ્યાનો સમાવેશ

|

Mar 19, 2021 | 3:56 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાનારી ત્રણ વન ડે મેચો (ODI series) ની શ્રેણી માટે ટીમ ઇન્ડીયા (Team India)નુ એલાન કરવામાં આવ્યુ છે.

INDvsENG: ઇંગ્લેંડ સામેની વન ડે શ્રેણીમાટે સૂર્યકુમાર, પ્રસિદ્ધા, સિરાજ અને કૃણાલ પંડ્યાનો સમાવેશ
Team India

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાનારી ત્રણ વન ડે મેચો (ODI series) ની શ્રેણી માટે ટીમ ઇન્ડીયા (Team India)નુ એલાન કરવામાં આવ્યુ છે. T20 શ્રેણી બાદ વન ડે ટીમ (ODI Team) માં પણ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે કૃણાલ પંડ્યા (Krunal Pandya), મહંમદ સિરાજ (Mohammad Siraj) અને પ્રસિદ્ધા કૃષ્ણા (Prasidh Krishna) ને પણ પ્રથમ વાર વન ડે ટીમમાં સ્થાન મળ્યુ છે. ટેસ્ટ મેચોમાં ખરાબ ફોર્મ થી સંઘર્ષ કરી રહેલ શુભમન ગીલ (Shubman Gill) ને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે વન ડે શ્રેણી ની પ્રથમ મેચ 23 માર્ચે પૂણે (Pune) માં રમાનારી છે.

વન ડે ટીમમાં વોશિંગ્ટન સુંદર પણ પોતાનુ સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. T20 શ્રેણીમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા કેએલ રાહુલને પણ ટીમમા જાળવી રાખવામાં આવ્યો છે. જ્યારે ઋષભ પંત T20 બાદ વન ડે માં પણ પરત ફરવામાં કામયાબ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર ને પણ ટીમમાં સ્થાન અપાયુ છે. મહંમદ સિરાજ ને પણ ટેસ્ટ મેચોમાં લગાતાર સારા પ્રદર્શનનો લાભ મળ્યો છે. તો ચોથી T20 મેચમાં શાનદાર અર્ધશતકીય ઇનીંગ રમનારા સૂર્યકુમાર યાદવને પણ વન ડે ટીમમાં સ્થાન મળ્યુ છે. પોતાની ડેબ્યુ મેચમાં જ શાનદાર અર્ધશતક લગાવનારા ઇશાન કીશનને જોકે હાલમાં ટીમમાં સમાવાયો નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની T20 શ્રેણી હાલ 2-2 થી બરાબરી પર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી T20 મેચમાં ભારતીય ટીમ એ રોમાંચક મેચમાં 8 રન થી ઇંગ્લેંડની ટીમને હાર આપી હતી. ટીમ ઇન્ડીયાના તરફ થી સૂર્યકુમાર યાદવે પોતાની ડેબ્યુ ઇનીંગમાં 57 રનની ઇનીંગ રમ્યો હતો. જ્યારે શ્રેયસ ઐયર એ ધુંઆધાર બેટીગ કરીને 37 રન બનાવ્યા હતા. બોલર્સમાં ભારત તરફ થી શાર્દુલ ઠાકુરએ ત્રણ વિકેટ ઝડપી હતી. સિરીઝની પાંચમી અને અંતિમ મેચ 20 તારીખે અમદાવાદમાં રમાનારી છે..

ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મહંમદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર.

Next Article