INDvsENG: T20 શ્રેણી માટે વધુ દાવેદારોને લઇ ટીમ મેનેજમેન્ટ માટે પ્લેયીંગ ઇલેવન પસંદગી માથાનો દુખાવો

|

Mar 09, 2021 | 4:32 PM

ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ઇંગ્લેંડ (England) સામે રમાનારી આગામી પાંચ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના માટે ટીમ પસંદગી એ મુંઝવતી સમસ્યા છે. જેમાં ટીમ આ વર્ષે ઘર આંગણે રમાનારા T20 વિશ્વકપ (World Cup) ની પણ તૈયારીઓ શરુ કરશે. પસંદગી માટે 19 ખેલાડીઓ પણ ઉપલબ્ધ છે.

INDvsENG: T20 શ્રેણી માટે વધુ દાવેદારોને લઇ ટીમ મેનેજમેન્ટ માટે પ્લેયીંગ ઇલેવન પસંદગી માથાનો દુખાવો
Team India

Follow us on

ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ઇંગ્લેંડ (England) સામે રમાનારી આગામી પાંચ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના માટે ટીમ પસંદગી એ મુંઝવતી સમસ્યા છે. જેમાં ટીમ આ વર્ષે ઘર આંગણે રમાનારા T20 વિશ્વકપ (World Cup) ની પણ તૈયારીઓ શરુ કરશે. પસંદગી માટે 19 ખેલાડીઓ પણ ઉપલબ્ધ છે. જેમાં દરેક સ્થાન માટે 2-2 દાવેદાર ખેલાડીઓ છે. શુક્રવાર થી અમદાવાદ (Ahmedabad) માં શરુ થનાર પાંચ T20 મેચોની શ્રેણી માટે પ્લેયીંગ ઇલેવન પસંદ કરાશે. જે એક સંકેત પણ હશે કે હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) , કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બોલીંગ કોચ ભરત અરુણ આગામી આયોજન માટે કેવુ વિચારી રહ્યા છે.

તેઓ શ્રેણી માટે પ્લેયીંગ ઇલેવન પસંદ કરશે તેમાં એ પણ જોવા મળશે કે તેઓ શાની પર ફોકસીંગ કરી રહ્યા છે. જેમકે તેઓ શ્રેણી જીતવા પર ફોકસ કરી રહ્યા છે, કે પ્રયોગ કરવા માટે ના સમીકરણને રચી રહ્યા છે. તો વળી તેઓ ખેલાડીઓને પણ પારખવા માટે ઓછા અનુભવી ખેલાડીઓને પણ મેદાનમાં ઉતારશે. જોકે ટીમ માટે પરિણામ પણ ખૂબ મહત્વ ધરાવે છે. એટલા માટે જ આશા કરી શકીએ છીએ કે પ્રથમ ત્રણ T20 મેચ માટે નિયત પ્લેયીંગ ઇલેવન ની પસંદગી કરવામાં આવશે. કારણ કે તમામ મેચ એક સ્ટેડિયમમાં સમાન પિચ પર રમાનારી છે. ઋષભ પંતની શાનદાર વાપસીને લઇને ટોપ ઓર્ડરમાં બાબતો ખૂબ રસપ્રદ રહેશે. પંત ના શામેલ થવાનો મતલબ એ રહેશે કે લોકેશ રાહુલને નહી રમાડવામાં આવે, જે કેટલાક સમય પહેલા વિકેટકીપર ઓપનર બેટ્સમેન તરિકે પ્રથમ પસંદ રહેતો હતો. શિખર ધવન અને રોહિત શર્મા અત્યાર સુધી વ્હાઇટ બોલ ક્રિકેટમાં સંતુલીત ઓપનર જોડી હતી. પરંતુ રાહુલની વ્હાઇટ બોલ ક્રિકેટ નિષ્ણાંત તરીકે ઉભરવા થી સ્પર્ધા વધી ગઇ છે.

શિખર ધવન એ હાલમાં જ દિલ્હી માટે વિજય હજારે ટ્રોફીમાં 150 આસપાસ રન કર્યા છે. જ્યારે રોહિત શર્માની તો ચર્ચાની કોઇ જરુર જ નથી. તો હવે ટીમ મેનેજમેન્ટ રાહુલ ને ક્યા ફિટ બેસાડશે તે એક મુંઝવણ છે. જે એક આઇપીએલનો સફળ બેટસમેન રહ્યો છે. તેને મધ્યમક્રમમાં પણ રમાડવા માટે વિચારી શકાશે કે કેમ તે પણ પ્રશ્ન છે, જો કે શુ તે નિચલા ક્રમે રમી શકે છે કે કેમ તે પણ સવાલ પજવી રહ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા અને પંત અને હાર્દીક પંડ્યા પાંચમાં અને છઠ્ઠા નંબર પર આવે છે, જેમની પાસે મોટા શોટની અપેક્ષા રખાય છે. આવી સ્થિતીમાં રાહુલ ક્યાં ફિટ બેસશે તે પણ સવાલ થવા લાગ્યા છે. જોકે તેના માટે માત્ર ચોથા નંબર નુ સ્થાન પર વિચારવાની જગ્યા રહે છે. તે સ્થાન માટે પણ શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ પણ આ સ્થાન માટે સ્પર્ધામાં છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

આજ પ્રકારે બોલીંગ વિભાગમાં પણ ભૂવનેશ્વર કુમાર લાંબા સમય બાદ પરત ફરી રહ્યો છે. તેની દિપક ચાહર અને શાર્દુલ ઠાકુર સાથે સ્પર્ધા રહેશે ભૂવનેશ્વર જોકે પોતાના અનુભવ અને ડેથ ઓવરમાં શાનદાર પ્રદર્શનને લઇને તે આગળ રહેશે, જોકે તેણે મુશ્તાક અલી મેચો સિવાય વધારે ક્રિકેટ નથી રમી. યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ જેવા ત્રણ સ્પિનર પણ છે. જેમનો મોટેરા ની પિચ પર રમવુ વધારે આશાજનક છે. તો ટી નટરાજન પાસે પોતાની યોર્કરની વિવિધતાના કારણે નવદિપ સૈની કરતા વધારે તક છે. આમ ટીમ માટે ઘણાં સારા ખેલાડીઓ હાજર છે, જોકે સૌને યોગ્ય રીતે ફીટ બેસાડવા માટે સ્થાન ઓછા છએ. જેમાં ત્રણ ખેલાડીઓ નિશ્વિત ખેલાડીઓ પણ ઇજાથી સ્વસ્થ થયા છે. જેમાં મહંમદ શામી, રવિન્દ્ર જાડેજા પણ હવે સ્વસ્થ થઇ ચુક્યા છે. જો હવે તે પણ પરત ફરશે એટલે ટીમ મેનેજમેન્ટ માટે ટીમ પસંદગી વધારે માથાનો દુખાવો બની રહેશે.

Next Article