INDvsENG: સ્પિનરો સામે ટકવા ઇંગ્લેંડના ઓપનરો માટે દ્રવિડના ‘ગુરુ મંત્ર’ એવા ઇમેઇલને પિટરસને કર્યો જાહેર

|

Jan 24, 2021 | 6:29 PM

ઇંગ્લેંડની ટીમ (Team England) ભારત પ્રવાસ પર આનારી છે. આ પહેલા તેના પૂર્વ કેપ્ટન કેવિન પિટરસને (Kevin Pietersen) સ્પિન બોલરોને રમવાના તે મંત્રો જાહેર કર્યા હતા, જે તેને રાહુલ દ્રવિડ (Rahul Dravid) આપ્યા હતા. વર્ષ 2017માં ભારતના મહાન બેટ્સમેન રાહિુલ દ્રવિડ તેને એક ઇ-મેઇલ (E-mail) કર્યો હતો.

INDvsENG: સ્પિનરો સામે ટકવા ઇંગ્લેંડના ઓપનરો માટે દ્રવિડના ગુરુ મંત્ર એવા ઇમેઇલને પિટરસને કર્યો જાહેર
વર્ષ 2017માં ભારતના મહાન બેટ્સમેન રાહિુલ દ્રવિડ તેને એક ઇ-મેઇલ (E-mail) કર્યો હતો.

Follow us on

ઇંગ્લેંડની ટીમ (Team England) ભારત પ્રવાસ પર આનારી છે. આ પહેલા તેના પૂર્વ કેપ્ટન કેવિન પિટરસને (Kevin Pietersen) સ્પિન બોલરોને રમવાના તે મંત્રો જાહેર કર્યા હતા, જે તેને રાહુલ દ્રવિડ (Rahul Dravid) આપ્યા હતા. વર્ષ 2017માં ભારતના મહાન બેટ્સમેન રાહિુલ દ્રવિડ તેને એક ઇ-મેઇલ (E-mail) કર્યો હતો. જે ઇ-મેઇલને જાહેર કરતા પિટરસને ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ને શ્રીંલકા (Sri Lanka) સામેની ટેસ્ટને લઇને આગ્રહ પણ કર્યો છે. જ્યાં સ્પિનર એમ્બુલદેનિયા (Lasith Ambuldenia) સામે તેમના બેટ્સમેન ડોમ સિબલે (Dominic Sibley) અને જાક ક્રાઉલી (Zak Crawley) રમતમાં સંઘર્ષ કરી રહ્યા છે. તેમને આ ઇ-મેઇલ આપવામાં આવે.

શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં શ્રીલંકાના સ્પિનર લસિથ એમ્બુલદેનિયા એ સિબલે અને ક્રાઉલીની વિકેટ ટેસ્ટ મેચમાં ઝડપી છે. આમ ઇંગ્લેંડના આ બંને બેટ્સમેન સ્પિનર લસિથ સામે ટકી નહી શકવાને લઇને પિટરસને દ્રવિડના ઇ-મેઇલના ગુરુ મંત્ર તેમને આપવા માટે આગ્રહ કર્યો છે. જોકે આ ઇ-મેઇલ એવા સમયે સોશિયલ મિડીયા દ્રારા જાહેર કરવામાં આવ્યો છે કે, આગામી સપ્તાહે ઇંગ્લેંડની ટીમ ભારત પ્રવાસ ખેડનારી છે. ભારતમાં ફેબ્રુઆરીની શરુઆતમાં બંને દેશો વચ્ચે ટેસ્ટ ક્રિકેટ રમાશે.

https://twitter.com/KP24/status/1352932472930127872?s=20

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઇંગ્લેંડના ઓપનર બેટ્સમેન સિબલે અને ક્રાઉલેને ભારત સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટે પણ પસંદ કરવામાં આવ્યા છે. દ્રવિડ દ્રારા મોકલવામાં આવેલા ઇ-મેઇલના પાનાને જાહેર કરતા પિટરસને પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ છે, ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ, આને પ્રિન્ટ કરાવી લેશો અને તેને સિબલે અને ક્રાઉલેને આપશો. જો તેઓ ઇચ્છે તો તે અંગેની લાંબી ચર્ચા કરવા માટે પણ મને ફોન કરી શકે છે.

https://twitter.com/KP24/status/1352928401393283073?s=20

Next Article