INDvsENG: પાકિસ્તાની ક્રિકેટરે ભારત ઇંગ્લેંડ શ્રેણીને ટ્રેલર ગણાવી, સર્વશ્રેષ્ઠ ટીમોની રમતથી શીખ મળશે

|

Mar 20, 2021 | 11:25 AM

પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ કેપ્ટન રમિઝ રાજા (Ramiz Raja) એ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની વર્તમાન સિરીઝને અન્ય ટીમો માટે ટ્રેલર ગણાવ્યું હતું.

INDvsENG: પાકિસ્તાની ક્રિકેટરે ભારત ઇંગ્લેંડ શ્રેણીને ટ્રેલર ગણાવી, સર્વશ્રેષ્ઠ ટીમોની રમતથી શીખ મળશે
કૌશલમાં સુધાર કરવાનો અને રણનિતી બનાવવામાં મદદ મળી રહેશે.

Follow us on

પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ કેપ્ટન રમિઝ રાજા (Ramiz Raja) એ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની વર્તમાન સિરીઝને અન્ય ટીમો માટે ટ્રેલર ગણાવ્યુ હતું. પાંચ મેચોની T20 સિરીઝથી વર્ષના અંતમાં રમાનારા T20 વિશ્વકપ (T20 World Cup) પહેલા પોતાના કૌશલમાં સુધાર કરવાનો અને રણનિતી બનાવવામાં મદદ મળી રહેશે. રમિઝ રાજા એ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) ને લઇને કહ્યું હતું કે, તેઓ પોતાના રમતના દિવસોથી જ આક્રમક હતા. તેના કારણે જ તે ભારતીય ટીમ (Team India) માં ફીટ નહોતા થઇ શકતા. તેમણે કહ્યુ હતું કે, જ્યારે અમે રવિ સામે રમતા હતા, ત્યારે અમને લાગતુ હતુ કે, તે ભારતીય ટીમમાં ફિટ નહોતો બેસતો, કારણ કે તે આક્રમક હતા. તે કોઇ પણ ભૂમિકા માટે તૈયાર રહેતા હતા. ઇનીંગની શરુઆત કરવાથી લઇને નિચલા ક્રમેથી રમવા માટે માટે પણ તૈયાર રહેતા હતા. તેમના હાવ ભાવ અલગ રહેતા હતા.

તેમણે આગળ વાત કરતા કહ્યુ હતું કે, અમને લાગતું હતું કે તે ઇમરાન ખાન જેવો ખેલાડી બનવા ઇચ્છી રહ્યા છે. કારણ કે અમને તેવા ખેલાડી પસંદ હતા. તેમણે તેવું જ વલણ ભારતીય ટીમ સાથે જોડ્યુ છે. તેમના માટે સારી વાત એ રહી છે કે, કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) છે જે આક્રમક છે, જેનાથી ભારતીય ટીમમાં એક મોટુ અંતર પેદા થયું છે. રમિઝ રાજાએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વર્તમાનના કોચ મિસ્બાહ ઉલ હક (Misbah-ul-Haq) ને ગરીબોના એમએસ ધોની (MS Dhoni) ગણાવ્યા છે. તેમણે કહ્યુ તે મિસ્બાહને ટીમને આગળ લઇ જવા માટે આધુનિક વિચારોને અપનાવાની જરુર છે.

રાજાએ કહ્યુ કે, મિસ્બાહની ટ્રેનિગ અને રહેણી કરણી બંને અલગ છે. તે ગરીબોના એમએસ ધોની છે. ધોની પણ પોતાના સુધી જ સિમીત રહેતા હતા. કોઇ એક્સપ્રેસન નહિ, ઇમોશનલ નહી દેખાવાનું. મિસ્બાહ પણ એવો જ છે, પરંતુ મને લાગે છે કે, હવે તેણે આધુનિક થવાની જરુર છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રમિઝ એ ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની T20 સિરીઝને લઇને પણ કોમેન્ટ કરી હતી. તેણે કહ્યુ હતું કે, મને લાગે છે કે આ અન્ય ટીમો માટે ટ્રેલર સમાન છે. જમકે વિશ્વકપ પહેલા તેમને પોતાના કૌશલ્યનો સુધાર કેવી રીતે કરવો અને આ ફોર્મેટ માટે કેવા પ્રકારની રણનીતી તૈયાર કરવી. બે સર્વ શ્રેષ્ઠ ટીમો રમી રહી છે અને મને લાગે છે કે, વિશ્વકપમાં ઇંગ્લેંડને હરાવવું એ આસાન નહી હોય. મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં તેનુ સતત પ્રદર્શન શાનદાર અને પ્રભાવશાળી રહ્યુ છે. ઇંગ્લેંડ હવે બેપરવાહ થઇને રમે છે અને મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં આક્રમક વલણ અપનાવે છે.

Next Article